લીલી તુવેર ના ઠોઠા / Lili Tuver na Thotha

લીલી તુવેર ના ઠોઠા /  Lili Tuver na Thotha

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

લીલી તુવેર ની સીંગ ૫૦૦ ગ્રામ

તેલ ૩ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

આદું-મરચાં-લસણ ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

મીઠું સ્વાદ મુજબ

ટમેટાં ની પેસ્ટ ૧/૨ કપ

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૨

લીલું લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી અને લીલા લસણ ના પાન સમારેલા

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત:

લીલી તુવેર ની સીંગ એક ચારણી અથવા કડાઈમાં લઈ, બરાબર સેકી લો.

 

પછી તુવેર ની સીંગમાંથી તુવેરના દાણા (બિયાં) કાઢી, એક બાજુ રાખી દો.

 

હવે, એક પૅનમાં તેલ ગરમ કરો.

 

એમાં, જીરું, આદું-મરચા-લસણ ની પેસ્ટ ઉમેરી, સાંતડી લો.

 

એમાં, સમારેલી ડુંગળી ઉમેરી, સાંતડવાનું ચાલુ રાખો.

 

મીઠું અને ટમેટાં ની પેસ્ટ ઉમેરી, પકાવવાનું ચાલુ રાખો.

 

હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

સમારેલી લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી, સાંતડવાનું ચાલુ રાખો.

 

લીલી તુવેર ના દાણા (બિયાં) ઉમેરી, થોડી વાર માટે સાંતડી લો.

 

થોડું પાણી ઉમેરી ઉકાળો.

 

લીલી ડુંગળી અને લીલા લસણ ના સમારેલા પાન ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.

 

ધાણાભાજી ઉમેરી બરાબર મીક્ષ કરી દો.

 

ગરમા ગરમ અને તાજે તાજા જ પીરસો.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 persons

 

Ingredients:

Fresh Pigeon Peas Pods 500g

Oil 3 tbsp

Cumin Seeds 1 ts

Ginger-Chilli-Garlic Paste 1 tbsp

Onion chopped 1

Salt to taste

Tomato Paste ½ cup

Turmeric Powder 1 ts

Red Chilli Powder 2 ts

Coriander Cumin Powder 1 ts

Garam Masala 1 ts

Spring Onion chopped 2

Spring Garlic chopped 1 tbsp

Leaves of Spring Onion and Spring Garlic chopped

Fresh Coriander Leaves 1 tbsp

 

Method:

Take Fresh Pigeon Peas Pods in a sieve or a deep fry pan and roast well.

 

Then, remove seeds from all Pods and keep aside.

 

Now, heat Oil in a pan.

 

Add Cumin Seeds, Ginger-Chilli-Garlic Paste and sauté.

 

Add chopped Onion and continue sautéing.

 

Add Salt and Tomato Paste and continue cooking.

 

Add Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Garam Masala and mix well.

 

Add chopped Spring Onion and Spring Garlic and continue sautéing.

 

Add Fresh Pigeon Peas and continue sautéing for a while.

 

Add little water and boil.

 

Add chopped Leaves of Spring Onion and Spring Garlic. Mix well.

 

Add Fresh Coriander Leaves and mix well.

 

Serve hot and fresh.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!