આચુ મુરુકકુ / આચપ્પમ / ગુલાબી પૂવુલુ / રોઝ કૂકીસ Achu Murukku / Acchappam / Gulabi Puvvulu / Rose Cookies

આચુ  મુરુકકુ / આચપ્પમ / ગુલાબી પૂવુલુ / રોઝ કૂકીસ  Achu Murukku / Acchappam / Gulabi Puvvulu / Rose Cookies

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨૦ સર્વિંગ

 

આ વાનગી મૂળ દક્ષિણ ભારત ની છે. એ કરકરો મીઠો નાસ્તો છે. ખાસ કરીને ક્રિસમસ દરમિયાન ની ખાસ વાનગી.

 

આ વાનગી મલયાલમ (કેરળ) માં આચપ્પમ, તમિલ (તમિલનાડુ) માં આચુ મુરુકકુ, તેલુગુ (આંધ્રપ્રદેશ) માં ગુલાબી પૂવુલુ તરીકે પ્રખ્યાત છે.

 

આ વાનગી નો આકાર ગુલાબ ના ફૂલ જેવો હોવાથી એ રોઝ કૂકીસ ના નામથી પણ ઓડખાય છે.

 

સામગ્રી :

ચોખાનો લોટ ૧/૨ કપ

મેંદો ૨ ટેબલ સ્પૂન

દળેલી ખાંડ ૧/૪ કપ

મીઠું ચપટી

તલ ૧ ટી સ્પૂન

નારિયળ નું દૂધ (કોકોનટ મિલ્ક) ૧ કપ

તેલ તળવા માટે

 

રીત :

એક મોટા વાટકામાં ચોખાનો લોટ લો.

 

એમાં મેંદો, દળેલી ખાંડ, મીઠું અને નારિયળ નું દૂધ ઉમેરો. બરાબર મીક્ષ કરી ને ખીરું તૈયાર કરો. મિક્ષર અથવા બ્લેન્ડર નો ઉપયોગ કરીને એકદમ લીસું ખીરું બનાવી શકાય.

 

તલ ઉમેરી ને હલાવી ને બરાબર મીક્ષ કરી દો.

 

પ્રમાણસર ઘાટું ખીરું તૈયાર કરો. (એકદમ ઘાટું પણ નહીં, સાવ પાણી જેવુ પણ નહીં). બનાવતી વખતે ચોંટે નહીં અને કરકરું બને એ માટે ખીરાનું મિશ્રણ બરાબર બને એ ખૂબ જરૂરી છે.

 

ધીમા તાપે કડાઈમાં તેલ ગરમ કરો.

 

બીજી કડાઈમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

મુરુકકુ મોલ્ડને ધીમા તાપે ગરમ થતાં તેલમાં મૂકો. મોલ્ડ ગરમ થઈ જાય એટલે મોલ્ડને તૈયાર કરેલા ખીરામાં જબોળો. લગભગ ૩/૪ જેટલો મોલ્ડની ઉચાઈનો ભાગ ખીરામાં જબોળો જેથી મોલ્ડમાંથી ખીરું આસાનીથી તેલમાં તળવા માટે નાખી શકાય. ખીરું મોલ્ડ ઉપર બરાબર ચોંટી જશે.

 

ખીરું ચોંટેલા મોલ્ડને તળવા માટેના ગરમ તેલની કડાઈમાં મૂકો. ગરમ તેલમાં પરપોટા થવા માંડશે. પરપોટા સાવ ઓછા થાય એટલે હળવેથી મોલ્ડને હલાવો જેથી થોડા તળાઈ ગયેલા મુરુકકુ મોલ્ડ થી છૂટા પડી જાય. જો મુરુકકુ મોલ્ડ થી સહેલાઈથી છૂટા ના પડે તો, ચપ્પુ કે ફોર્ક નો ઉપયોગ કરીને હળવેથી મોલ્ડ થી છૂટા પાડીને તેલ માં તળવા નું ચાલુ રાખો.

 

(મોલ્ડ ને ફરીથી ઉપયોગમાં લેવા માટે, મુરુકકુ છૂટા પાડયા પછી મોલ્ડ ને ફરીથી, ધીમા તાપે ગરમ થતાં તેલમાં મૂકી દો.)

 

બંને બાજુ બરાબર તળવા માટે થોડી વારે મુરુકકુ ને તેલ માં ફેરવો.

 

મુરુકકુને પ્રમાણસર તળી લો. તળાઈ જાય એટલે તેલમાંથી કાઢીને તપેલામાં રાખો.

 

તાજા ને ગરમ પીરસો યા તો એને ઠંડા થવા દો અને એર ટાઇટ ડબ્બામાં ભરી ને રાખી દો.

 

વિશ્વભરના સૌથી લોકપ્રિય તહેવાર.. ક્રિસમસ ને દક્ષિણ ભારતીય મીઠી વાનગી સાથે વધારે મીઠો મધુરો બનાવો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 20

 

This Recipe is originated in Southern India. It is Sweet Crispy snack, especially very favourite during Christmas festive season.

 

It is called, Acchappam in Malayalam (Kerala), Achu Murukku in Tamil (Tamilnadu), Gulabi Puvvulu in Telugu (Andhra Pradesh).

 

Because of its shape resembles with Rose Flower, it is known as Rose Cookies.

 

Ingredients:

Rice Flour ½ cup

Refined White Wheat Flour (Maida) 2 tbsp

Powder Sugar ¼ cup

Salt Pinch

Sesame Seeds 1 ts

Coconut Milk 1 cup

Oil to deep fry

 

Method:

Take Rice Flour in a bowl.

 

Add Refined White Wheat Flour, Powder Sugar, Salt and Coconut Milk. Mix well to prepare batter. You can use mixer blender jar or handy blender to mix well and to make it smooth.

 

Add Sesame Seeds and stir to mix.

 

Prepare somehow thick (not very thick, not very watery) batter. The consistency of batter is very important to make it not sticky and make it crispy when fried.

 

Heat Oil in a deep fry pan on slow flame. When Oil is heated, put Murukku mould in heating Oil.

 

Heat Oil in another deep fry pan on medium flame.

 

Put Murukku mould in heating Oil. When mould becomes hot, dip it in to prepared batter. Dip approx ¾ part of the height of the mould to make it easier to release the batter from the mould in to Oil. Batter will stick on the mould.

 

Put the mould with batter in to heating Oil. It will cause bubbles in heating Oil. When bubbles reduce, shake the mould very gently to release partly fried Murukku from the mould. If it is needed, you can use fork or knife to push Murukku gently to release from the mould.

 

(After releasing Murukku, put the mould in heating Oil on low flame to prepare to use it again.)

 

Fry Murukku to light brownish. Flip to fry both sides well.

 

Remove well fried Murukku from the pan.

 

Serve fresh and hot or let it cool down and store to serve anytime later.

 

Make Your Favourite Festival Sweeter with South Indian Sweet Snack…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!