બ્રેડ પુડિંગ ઓફ લેફ્ટ ઓવર સ્વીટ / Bread Pudding of Leftover Sweets

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ સર્વિંગ

 

સામગ્રી :

લેફ્ટ ઓવર સ્વીટ ૧૦૦ ગ્રામ

(કાજુ કતરી, પેડા વગેરે)

દૂધ ૧ કપ

મલાઈ ૧ કપ

બ્રેડ સ્લાઇસ ૧૦

સૂકો મેવો ૨ ટેબલ સ્પૂન

(કાજુ, કિસમિસ વગેરે)

મીઠી બુંદી ૧ કપ

સુગર કેરેમલ સજાવટ માટે

 

રીત :

ગ્રાઈન્ડિંગ જારમાં લેફ્ટ ઓવર સ્વીટ અને દૂધ લો. બરાબર બ્લેન્ડ કરી લો. એક પૅન માં કાઢી લો. એમાં મલાઈ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાડવા મુકો. ઉભરાય ના જાય એ માટે ઉકાડવા દરમ્યાન ધીરે ધીરે હલાવતા રેવું. એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી ઉકાડો.

 

બધી બ્રેડ સ્લાઇસની કડક કિનારી કાપી નાખો અને બધી બ્રેડ સ્લાઇસને ચોરસ ટુકડાઓમાં કાપી લો.

 

બેકિંગ ડીશ પર ઘી અથવા માખણ લગાવી દો.

 

બ્રેડ સ્લાઇસ ના અડધા ટુકડાઓ બેકિંગ ડીશ પર ગોઠવી દો. એ બધા ટુકડાઓ ઉપર તૈયાર કરેલા સ્વીટ મિક્સચર નું અડધું રેડી દો. એના પર થોડો સૂકો મેવો અને મીઠી બુંદી ભભરાવી દો.

 

એની ઉપર આવી જ રીતે હજી એક થર બનાવી લો.

 

ઓવન પ્રી-હીટ કરી લો. ૧૮૦° પર ૨૦ મિનિટ માટે બેક કરી લો.

 

બેક થઈ જાય એટલે એને ૧ કે ૨ સર્વિંગ કપ માં લો. ખાંડ ભભરાવો અને કિચન ટોર્ચ થી ખાંડને કેરેમલાઇઝ કરો.

 

તાજું અને ગરમ પીરસો. ઠંડુ પસંદ હોય તો ફ્રીજમાં ઠંડુ કરીને પણ પીરસી શકાય.

 

મોટા તહેવારોની ઉજવણી પછી વધેલી મીઠાઈઓને વધારે સ્વાદિષ્ટ અને મીઠી બનાવવા માટે હવે આપણી પાસે આ એકદમ ઝડપી અને સરળ રીત છે. ખરું ને..!!!???

 

તો કરો મોઢું મીઠું.. એક અનોખી જ મીઠાઇ.. મીઠાઇ ની મીઠાઇ..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 4

 

Ingredients:

Leftover Sweets                      100 gm

(Kaju Katri, Peda etc.)

Milk                                          1 cup

Cream                                     1 cup

Bread Slices                            10

Dry Nuts mixed                       2 tbsp

(Cashew Nuts, Raisins etc.)

Sweet Bundi                            1 cup

Sugar Caramel for garnishing

 

Method:

Take Leftover Sweet and Milk in wet grinding jar of mixer. Blend it well. Remove it in a pan. Add Cream and put the pan on flame to boil. Stir while boiling to avoid boil over. Boil until it thickens.

 

Cut to remove hard border of all Bread Slices and make square pieces of Bread Slices.

 

Grease baking dish with Ghee or Butter.

 

Arrange half of pieces of Bread Slices on a greased baking dish. Pour half of prepared Sweet mixture all over Bread pieces on baking dish. Sprinkle mixed some Dry Nuts and Sweet Bundi.

 

Repeat to make another layer.

 

Pre-heat oven. Bake for 20 minutes at 180°.

 

After baking, take it in 1 or 2 serving cups. Sprinkle Sugar. Caramelize Sugar with kitchen torch.

 

Serve Fresh and Hot. Also, it can be served fridge cold.

 

Now you have the simple recipe to make leftover sweets more delicious and sweeter.

 

Enjoy Sweet of Sweets…Pudding of Leftover Sweets…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!