બદામ પુરી / Badam Puri / Almond Puri

બદામ પુરી / Badam Puri / Almond Puri

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

બેકિંગ માટે ૨૦ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી:

બદામ ૧/૨ કપ

દુધ ૨ ટેબલ સ્પૂન

કેસર ચપટી

એલચી ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીલ્ક પાઉડર ૨ ટેબલ સ્પૂન

 

રીત:

બદામ એકદમ પીસીને જીણો પાઉડર કરી લો. એક બાજુ રાખી દો.

 

દુધ માં કેસર મીક્ષ કરી દો.

 

હવે, એક પૅનમાં, કેસરવાળું દુધ, એલચી અને ખાંડ એકીસાથે લઈ, ખાંડ ઓગળી જાય એટલુ ધીમા તાપે ગરમ કરો. (ઉકાળવાનું નથી).

 

પછી, એમાં બદામનો પાઉડર ઉમેરી ધીમા તાપે રાખી સતત હલાવતા રહો. એકદમ ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી હટાવી લો.

 

હવે એમાં મીલ્ક પાઉડર ઉમેરી, બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં, પુરી વણી શકાય એવું મિક્સચર તૈયાર કરી લો.

 

હવે, સમથળ જગ્યા ઉપર એક સાફસુથરું પ્લાસ્ટિક પાથરી દો.

 

તૈયાર કરેલા બદામના મિક્સચરનો એક મોટો ગોળો બનાવી, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી, પ્લાસ્ટિક પર મુકી, મોટી જાડી પુરી વણી લો.

 

એમાંથી, કૂકી કટર વડે નાના નાના ગોળ આકારના ટુકડાઓ કાપી લો.

 

હવે, એક બેકિંગ ટ્રે પર બટર પેપર પાથરી દો અને એના પર બધા ટુકડાઓ ગોઠવી દો.

 

ઓવન પ્રીહીટ કરી લો.

 

પ્રીહીટ કરેલ ઓવનમાં, તૈયાર કરેલી બેકિંગ ટ્રે મુકી, ૨૦ મિનિટ માટે ૧૮૦° પર બૅક કરી લો.

 

ઓવનમાંથી બહાર કાઢી લીધા પછી, ઠંડી થવા માટે થોડી વાર રાખી મુકો.

 

પછી, એક એરટાઇટ બરણીમાં ભરીને રાખી દો અને જરૂર મુજબ પીરસો.

 

અચાનક આવી ચડેલા મુલાકાતીઓ માટે કે પછી ઘરે રમતા બાળકો ગમે ત્યારે કશુંક ખાવા માટે માંગે ત્યારે કે પછી વ્રત-ઉપવાસ ના દિવસે ગમે ત્યારે મમળાવવા માટે, હમેશા તૈયાર રાખો.. બદામ પુરી.

 

ખુબ જ પૌષ્ટીક.. બદામ પુરી.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

Baking time 20 minutes

Servings 6

 

Ingredients:

Almond ½ cup

Milk 2 tbsp

Saffron Pinch

Cardamom ½ ts

Sugar 2 tbsp

Milk Powder 2 tbsp

 

Method:

Crush Almond to fine powder and keep a side.

 

Mix Saffron with Milk.

 

Mix in a pan, Milk with Saffron, Cardamom, Sugar and just heat on low flame (don’t boil) to melt Sugar.

 

Then, add Almond powder and stir continuously while on low flame. When it thickens, remove from flame.

 

Now, add Milk Powder and prepare semi stiff mixture which can be rolled to prepare Puri (small round thick flat bread).

 

Spread a clean and transparent plastic sheet on a flat surface.

 

Prepare a big ball of prepared Almond mixture and flatten it pressing lightly between two palms and put it on the plastic sheet.

 

Roll it giving a thick big round shape.

 

Out of it, cut number of small round pieces using cookie cutter.

 

Lay a butter paper on a baking tray and arrange all pieces on it.

 

Preheat oven.

 

Put prepare baking tray in preheat oven and bake for 20 minutes at 180°.

 

After removing from oven, leave them for few minutes to cool off.

 

Then, store in an airtight container to use anytime you need.

 

Keep always available to serve abrupt visitors or kids at home asking for something to eat untimely or even for munching on a fasting day.

 

Very Nutritious Badam Puri.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!