ભરેલા ડુંગળી બટેટા નું શાક / Bharela Dunri Bateta nu Shak / Stuffed Onion Potato

ભરેલા ડુંગળી બટેટા નું શાક / Bharela Dunri Bateta nu Shak / Stuffed Onion Potato

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

નાની ડુંગળી ૧૦

નાના બટેટા (બટેટી) ૧૦

 

પુરણ માટે :

લસણ ની ચટણી ઘરે બનાવેલી ૨ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ટોમેટો પ્યૂરી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

નાની ડુંગળી અને નાના બટેટા ની છાલ કાઢી નાખો અને દરેકમાં ચોકડી (+) આકારમાં કાપા પાડી લો. એક બાજુ રાખી દો.

 

પુરણ માટે :

પુરણ માટેની બધી જ સામગ્રી એકીસાથે એક બાઉલમાં લો અને બરાબર મિક્સ કરી દો. પુરણ તૈયાર છે.

 

આ પુરણ, દરેક ડુંગળી અને બટેટામાં પાડેલા કાપામાં ભરી દો. એક બાજુ રાખી દો.

 

વઘાર માટે :

એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે ટોમેટો પ્યૂરી, મીઠું અને બાકી રહેલું પુરણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, પ્રેશર કૂકરમાં પુરણ ભરેલા બટેટા મુકો અને ૧ સીટી જેટલુ પ્રેશર કૂક કરો.

 

પછી, ઠંડુ થવા માટે પ્રેશર કૂકર થોડી વાર રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂકર ખોલી, એમાં પુરણ ભરેલી ડુંગળી મુકો અને પ્રેશર કૂકર ખુલ્લુ જ રાખીને મધ્યમ તાપે ૪ થી ૫ મિનિટ માટે પકાવો. થોડી થોડી વારે, ધીરે ધીરે હલાવી, ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરતાં રહો.

 

પછી એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો.

 

પસંદ મુજબ, રોટલી, નાન અથવા પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

મોજ માણો, ડુંગળીના તમતમાતા સ્વાદની અને ભરેલા બટેટાના મસાલેદાર સ્વાદની.

Preparation time 5 minutes

Cooking time 15 minutes

For 4 Persons

 

Ingredients:

Baby Onion 10

Baby Potato 10

For Stuffing:

Garlic Chutney homemade 2 tbsp

Turmeric Powder 1 ts

Coriander-Cumin Powder 2 ts

Garam Masala ½ ts

Fresh Coriander Leaves 1 tbsp

For Tempering:

Oil 2 tbsp

Mustard Seeds 1 ts

Cumin Seeds 1 ts

Asafoetida Powder Pinch

Tomato Puree 1 cup

Salt to taste

 

Method:

Peel Baby Onions and Baby Potatoes. Cut slit on each of them. Keep a side.

 

For Stuffing:

Take all listed ingredients for Stuffing in a bowl and mix well.

 

Fill prepared Stuffing in slit cut on each Baby Onion and Baby Potatoes.

 

For Tempering:

Heat Oil in a pressure cooker. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add Tomato Puree, Salt and remaining Stuffing. Mix well and add stuffed Baby Potatoes and pressure cook up to 1 whistle.

 

Let pressure cooker cool down, then open and add stuffed Baby Onions and just cook again 4-5 minutes on medium flame while mixing slowly with a cooking spoon.

 

Just mix well lightly and serve in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve Hot with Roti, Naan or Paratha.

 

Enjoy Sizzling Taste of Onion and Ever Favourite Potato with Spicy Stuffing.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!