તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૩૦ મિનિટ
૧૦ ખાખરા આશરે
સામગ્રી :
પાણી ૧ ૧/૨ કપ
મીઠું સ્વાદ મુજબ
સોડા-બાય-કાર્બ ચપટી
જીરું ૧ ટી સ્પૂન
આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન
તલ ૧ ટેબલ સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
બાજરી નો લોટ ૧ કપ
અટામણ માટે બાજરી નો લોટ
સજાવવા માટે ઘી અને મેથીયો મસાલો
રીત :
એક પૅન માં પાણી લો. એમા મીઠું, સોડા-બાય-કાર્બ, જીરું, આદુ-મરચા ની પેસ્ટ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને મધ્યમ તાપે ઉકાળવા મુકો.
એ ઉકળવા લાગે એટલે એમા બાજરી નો લોટ ઉમેરી, તરત જ એકદમ ઝડપથી હલાવીને મિક્સ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. પછી, પૅન ઢાંકી દો અને તાપ ધીમો કરી દો. ૩ થી ૪ મિનિટ માટે પકાવો. મિક્સચર તૈયાર છે.
હવે એને એક મોટી પ્લેટ અથવા કથરોટમાં લઈ લો. એમા તલ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને ખુબ મસળી લો.
આ લોટમાંથી એક નાનો લુવો લો, બોલ બનાવો અને અટામણ માં રગદોળી કોટ કરી લો. વણીને આછી રોટલી જેવો ખાખરો વણી લો.
ધીમા તાપે તવો ગરમ કરો.
ગરમ થયેલા તવા ઉપર વણેલો ખાખરો ધીમા તાપે સેકવા માટે મુકો.
થોડી વારે તવા પર ખાખરો ઉલટાવીને બન્ને બાજુ અધકચરી સેકી લો.
પછી, એક કપડાનો બોલ બનાવી, એના વડે, ધીમા તાપે તવા ઉપર જ ખાખરા ને દબાવતા રહી, વારાફરતી બન્ને બાજુ આછી ગુલાબી સેકી લો.
આ રીતે બધા ખાખરા બનાવી લો.
સેકેલા ખાખરા એકબીજાની ઉપર ના રાખવા. એકબીજાથી અલગ અલગ રાખવા.
ઠંડા થવા માટે થોડી વાર રાખી મુકો. ઠંડા થશે એટલે એકદમ કરકરા થઈ જશે.
પીરસવા વખતે દરેક ખાખરા ઉપર ઘી લગાવો અને મેથીયો મસાલો છાંટો.
પરંપરાગત ગુજરાતી ખાખરા માં બાજરી નો અસાધારણ સ્વાદ માણો, તંદુરસ્ત રહો.
Preparation time 2 minutes
Cooking time 30 minutes
Yield 10 Khakhra approx.
Ingredients:
Water 1 ½ cup
Salt to taste
Soda-bi-Carb Pinch
Cumin Seeds 1 ts
Ginger-Chilli Paste 1 ts
Sesame Seeds 1 tbsp
Oil 2 tbsp
Millet Flour 1 cup
Dry Millet Flour for ataman.
Methiya Masala and Ghee for garnishing
Method:
Take Water in a pan. Add Salt, Soda-bi-Carb, Cumin Seeds, Ginger-Chilli Paste and 1 tbsp of Oil and put it on medium flame to boil.
When it starts to boil, add Millet Flour and mix it quickly. Cover the pan with a lid and lower the flame. Cook it for 3-4 minutes only. Mixture is ready.
Take prepared softy lump on a plate. Add Sesame seeds and 1 tbsp of Oil and knead it very well.
Take a small lump of prepared lump and make a small ball. Coat it with Dry Millet Flour. Roll it to thin round shape. Preheat a roasting pan on low flame. Roast rolled khakhra on preheated pan on low flame. When it is partially roasted, keep pressing with clean clothe while roasting. Roast both sides to light brownish. Leave it to cool down to get it crunchy.
Repeat to roll and roast to prepare number of Khakhra.
At the time of serving, apply Ghee and sprinkle Methiya Masala on each Khakhra.
Keep Healthy
With
Traditional Gujarati KHAKHRA
With
Unconventional Taste
Of
MILLET in KHAKHRA
No Comments