ઘી બનાવવાની રીત / How to Make Ghee – Clarified Butter

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

મલાઈ ૫૦૦ મિલી

ખાટી છાસ ૩ ટેબલ સ્પૂન

 

રીત :

મલાઈ હુંફાળી ગરમ કરી લો.

 

હુંફાળી મલાઈમાં ખાટી છાસ ઉમે દો.

 

પછી, ઢાંકી દો અને એવી હુંફાળી જગ્યાએ રાખી દો કે જ્યાં સીધો સુર્યનો તડકો ના આવતો હોય.

 

૭ થી ૮ કલાક માટે રાખી મુકો.

 

પછી, આશરે ૧ કલાક માટે ફ્રીજમાં રાખી દો.

 

પછી, ફ્રીજમાંથી બહાર કાઢી લઈ, એમા, ૧ ગ્લાસ જેટલુ પાણી ઉમેરો અને એકદમ બ્લેન્ડ કરો. સપાટી ઉપર માખણ બની જાય ત્યા સુધી બ્લેન્ડ કરો.

 

પછી, સપાટી પરથી માખણ તારવી, એક બાઉલમાં લઈ લો.

 

હવે, માખણમાં થોડું પાણી ઉમેરો.

 

પછી, માખણને નીચોવીને છાસ અલગ કરી નાખો. શક્ય એટલી છાસ અલગ કરી નાખો. એકદમ ચોખ્ખું માખણ બનાવવા માટે, આ રીતે ૪ થી ૫ વાર નીચોવીને છાસ અલગ કરી નાખો, જેથી, માખણમાં બિલકુલ છાસ ના રહે અથવા તો શક્ય એટલી ઓછી છાસ રહે.

 

હવે, આ માખણને એક પૅન માં લઈ લો અને ધીમા તાપે મુકો. તળીયે બળી ના જાય એ માટે થોડી થોડી વારે તળિયા સુધી ચમચો ફેરવતા રહો. ૫ થી ૭ મિનિટમાં  ઘી તૈયાર થઈ જશે.

 

પછી, ગરણીથી ગાળીને જેમા રાખવું હોય એ બરણી કે ડબામાં, ગાળેલુ ઘી ભરી દો.

 

સામાન્ય તાપમાન થઈ જાય ત્યા સુધી ઢાંક્યા વગર જ રાખી મુકો. ઘી જામી જાય પછી ઢાંકીને રાખી દો.

 

સામાન્ય તાપમાનવાળી અને સુકી જગ્યાએ, ભેજ વગરની જગ્યાએ અથવા ફ્રીજમાં રાખી દો.

 

અનેક પ્રકારની વાનગી સાથે અને અનેક પ્રકારની વાનગી બનાવવામાં ઉપયોગ કરી શકો.

 

ઘી માં સારી ચરબી, શરીર માટે જરૂરી ચરબી હોય છે અને ઘી થી, શરીરના સાંધાઓને જરૂરી ઉંજણ / લુબ્રીકેશન મળે છે.

 

નિયમિત અને પ્રમાણસર ઘી નો ઉપયોગ, તંદુરસ્તી માટે ખુબ જ ઉપયોગી છે.

Preparation time 20 minutes

Cooking time 10 minutes

Yield 250g

 

Ingredients:

Cream 500ml

Buttermilk sour 3 tbsp

 

Method:

Lukewarm Cream.

 

Add sour Buttermilk in lukewarm Cream.

 

Cover the bowl with a lid and keep in a cook place where there is no direct sunshine.

 

Leave it for 7 to 8 hours.

 

Then, refrigerate it for 1 hour.

 

Add approx a glass of water in it and blend it very well until heavy foams / Butter is formed on the surface.

 

Skim Butter off the surface and take Butter in a separate bowl.

 

Add little water in Butter in the bowl, and remove water squeezing Butter to extract Buttermilk from Butter. Make sure to remove Buttermilk as much as possible from Butter. Repeat this 4-5 times to get as pure as possible Butter where there is no or least Buttermilk in it.

 

Put the bowl with prepared Butter on low flame. Stir occasionally to prevent burning at the bottom.

 

Ghee will be ready within 5-7 minutes.

 

Filter it using a strainer.

 

Leave it cool off to normal temperature. It may convert in to semi-hard form.

 

Store it in air tight container and keep in cool and dry place or fridge.

 

Use with or to make varieties of foods.

 

It has healthy fat and it provides good lubrication to all body joints.

 

Consumption of regular and reasonable quantity of Ghee is too good to health.

 

error: Content is protected !!