તૈયારી માટે ૨૦ મિનિટ
બનાવવા માટે ૩૦ મિનિટ
૧૦ સર્વિંગ
સામગ્રી :
લોટ માટે :
મેંદો ૧ કપ
રવો / સૂજી ૨ ટેબલ સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
મીઠું ચપટી
પુરણ માટે :
કોબી ખમણેલી ૧ કપ
હળદર ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
તેલ ૧ ટી સ્પૂન
લીલા મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
ચીઝ ૩૦ ગ્રામ
તેલ તળવા માટે
ખમણેલી કોબી સજાવટ માટે ૨ ટેબલ સ્પૂન
રીત :
એક કથરોટમાં મેંદો અને રવો લો. તેલ અને મીઠું મીક્ષ કરો. જરૂર મુજબ ધીરે ધીરે પાણી ઉમેરતા જઇ જરા ઢીલો લોટ બાંધી લો.
એક મોટા વાટકમાં ખમણેલી કોબી લો. મીઠું અને હળદર મીક્ષ કરો. આશરે ૧૫ મિનિટ માટે રાખી મુકો. પછી, કોબીને દબાવીને પાણી કાઢી સૂકી કરી લો.
ધીમા તાપે એક પૅન માં તેલ ગરમ કરો. લીલા મરચા ની પેસ્ટ અને કોબી ઉમેરો. ૩-૪ મિનિટ માટે ધીમા તાપે સાંતડો. ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો. ગરમ મસાલો અને ચીઝ મીક્ષ કરી દો.
તૈયાર કરેલા લોટમાંથી નાની પુરીઓ વણી લો. દરેક પુરીની વચ્ચે ૧-૨ ટેબલ સ્પૂન જેટલું પુરણ મુકો. પુરીના છેડા વાળી લઈ પુરણ રેપ્ કરી નાની પોટલી જેવો આકાર આપો. બોલ જેવો આકાર ના આપવો. આ રીતે બધી પોટલી તૈયાર કરી લો.
તૈયાર કરેલી બધી પોટલી બરાબર તળી લો.
તળેલી પોટલીઓ સર્વિંગ પ્લેટમાં ગોઠવો.
એની ઉપર ખમણેલી કોબી છાંટી સજાવો.
ઘરે બનાવેલી કોઈ પણ ચટણી કે પસંદના કોઈ પાન સૉસ સાથે ગરમા ગરમ પીરસો.
મોઢામાં, ભરેલી પોટલી ખોલો..
ખાલી પેટ ને ભરો..
આ છે કમાલ ની સ્વાદિષ્ટ કોબી..
Prep.20 min.
Cooking time 30 min.
Servings 10
Ingredients:
For Dough:
Refined White Wheat Flour (Maida) 1 cup
Semolina 2 tbsp
Oil 2 tbsp
Salt
For Stuffing:
Cabbage grated 1 cup
Turmeric Powder 1 ts
Salt
Oil 1 ts
Chilli Paste 1 tbsp
Garam Masala ½ ts
Cheese 30 gm
Oil for Deep Frying
Grated Cabbage for garnishing 2 tbsp
Method:
Take Refined White Wheat Flour and Semolina in a kneading bowl. Add Oil and Salt. Knead semi soft dough adding water slowly as needed.
Take grated Cabbage in a bowl. Add Salt and Turmeric Powder. Leave to for apporx 15 minutes. Then squeeze cabbage to remove the water to make it dry.
Heat Oil in a pan on low flame. Add Chilli Paste. Add Cabbage and fry it for 3-4 minutes on low flame. Leave it to cool down. Add Garam Masala and Cheese. Mix well.
Roll number of small chapatti (puri) from prepared dough. Put 1-2 tbsp of prepared cabbage stuffing in the middle of Puri. Fold border of Puri to wrap the stuffing giving shape of a small bag. Don’t shape it like ball. Prepare small stuffed bags of all Puri.
Deep fry all stuffed bags in oil to light brownish.
Garnish with Grated Cabbage.
Serve Hot with any Home Made Chutney or Sauce of choice.
Open Stuffed Bags in Mouth and Fill Your Hungry Tummy with Cabbage Delicacy.
No Comments