ગ્રીન બીન્સ રાઇસ / ફણસી વારા ભાત / Green Beans Rice / French Beans Rice

ગ્રીન બીન્સ રાઇસ / ફણસી વારા ભાત / Green Beans Rice / French Beans Rice

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મસાલા માટે :

જીરું ૧ ટી સ્પૂન

મરી આખા અથવા કરકરો પાઉડર ૧ ટી સ્પૂન

લવિંગ ૧/૨ ટી સ્પૂન

તજ નાના ટુકડા ૩-૪

ધાણા આખા ૧ ટી સ્પૂન

સૂકા લાલ મરચાં આખા ૩

ખારીસીંગ ૨ ટેબલ સ્પૂન

 

ભાત માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

લીલા મરચાં સમારેલા ૨

લીમડો ૪-૫

ફણસી સમારેલા મોટા ટુકડા ૧૦૦ ગ્રામ

સૂકા નારિયળનું ખમણ ૧ ટી સ્પૂન

ભાત ૧ કપ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

ધીમા તાપે ૩૦ થી ૪૦ સેકંડ માટે નોન-સ્ટિક પૅન ગરમ કરો. એના પર મસાલા માટેની બધી સામગ્રી મુકો. ધીરે ધીરે પૅન હલાવતા હલાવતા ધીમા તાપે સેકી લો. બળી ના જાય એ કાળજી રાખવી. પૅન પર ખણખણાટ થાય એવું એકદમ સુકું થઈ જાય ત્યાં સુધી સેકી લો.

 

મોટી અને ખુલ્લી થાળીમાં લઈ થોડું ઠંડુ થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

પછી બધુ એકસાથે પીસી લો. એકદમ પીસવાનું નથી. કરકરો પાઉડર થઈ જાય એટલું જ પીસવું.

 

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં રાય ઉમેરો. તતડે એટલે લીમડો અને સમારેલા લીલા મરચાં ઉમેરો.

 

ફણસી અને મીઠું ઉમેરો.

 

ધીમા તાપે ૫ થી ૭ મિનિટ માટે ધીરે ધીરે હલાવી મીક્ષ કરી પકાવો.

 

પીસેલો મસાલો, સૂકા નારિયળનું ખમણ અને ભાત ઉમેરો. લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરી લો. તાપ પરથી હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવી પૅન અડધું ઢાંકી દો. ૨ થી ૩ મિનિટ માટે રાખી મુકો.

 

તાજા અને ગરમ પીરસો.

 

ખાઈને સંતોષ થાય એવા..

બધા જ મસાલાનાં પ્રાકૃત્તિક સ્વાદ અને મહેક સાથે ..

સ્વાદિષ્ટ ભાત..

વન-ઇન-ઓલ ભોજન..

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 2 persons

 

Ingredients:

For Spicing:

Cummins Seeds 1 ts

Black Pepper whole or coarse powder 1 ts

Clove buds ½ ts

Cinnamon small pieces 3-4 pcs

Coriander Whole 1 ts

Dry Red Chilli whole 3

Salted Roasted Peanuts 2 tbsp

For Rice:

Oil 1 tbsp

Mustard Seeds 1 ts

Green Chilli chopped 2

Curry Leaves 4-5

French Beans chopped big pieces 100 gms

Dry Coconut grated 1 ts

Rice boiled or steamed 1 cup

Fresh Coriander Leaves 1 tbsp

Lemon Juice of ½ lemon

Salt to taste

 

Method:

Pre-heat non-stick pan on low flame for 30-40 seconds. Put all ingredients for Spicing. Roast well on low flame and keep shaking the pan to avoid burning of any ingredient. Roast until everything is very dry and start to make knocking sound while shaking on the pan. Remove in a wide and open plate. Let them cool down somehow then crush them all together. Please no grinding, only crushing to coarse powder.

 

Heat oil in a pan. Add Mustard Seeds. When spluttered, add Curry Leaves and Green Chilli. Then, add French Beans and salt. Stir slowly to mix well and cook for 5-7 minutes on low-medium flame. Add crushed spices, Coconut and Rice. Mix well. Add Lemon Juice and mix well. Remove the pan from the flame.

 

Sprinkle Fresh Coriander Leaves and cover the pan partially with a lid and leave it for 2-3 minutes.

 

Serve Fresh and Hot.

 

Satisfy Appetite with All Natural Content Delicious Rice – The One-in-All Meal.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!