ફણસી અને બટેટા નું પંજાબી શાક / પંજાબી સ્ટાઇલ આલુ બીન્સ / Punjabi Style Alu Beans / Punjabi French Beans with Potato

ફણસી અને બટેટા નું પંજાબી શાક / પંજાબી સ્ટાઇલ આલુ બીન્સ / Punjabi Style Alu Beans / Punjabi French Beans with Potato

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

તેલ ૨ ટેબલ સ્પૂન

ફણસી સમારેલી ૨૫૦ ગ્રામ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

બટેટા બાફેલા સમારેલા ૩

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

કિચનકિંગ મસાલો ૧ ટી સ્પૂન

મેથી ના સૂકા પાન ૧ ટી સ્પૂન

વરિયાળી પાઉડર ૧ ટી સ્પૂન

એલચી પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

આમચૂર ૧ ટી સ્પૂન

 

રીત :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં ફણસી, હળદર અને મીઠું ઉમેરો. મિક્સ કરો. ધીમા-મધ્યમ તાપે ૫ થી ૭ મિનિટ માટે પકાવો.

 

પછી, એમાં બાફેલા અને સમારેલા બટેટા, લાલ મરચું પાઉડર, કિચનકિંગ મસાલો, મેથી ના સૂકા પાન, વરિયાળી પાઉડર, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને આમચૂર ઉમેરો. બરાબર મિક્સ કરો. ધીમા-મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

રોટલી અથવા નાન સાથે પીરસો.

 

લીલીછમ ફણસી નો સ્વાદ માણો, મસાલેદાર પંજાબી સ્ટાઇલ માં.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Oil 2 tbsp

French Beans chopped 250 gms

Salt to taste

Turmeric Powder 1 ts

Potato boiled and chopped 3

Red Chilli Powder 1 ts

Kitchen King Masala 1 ts

Dry Fenugreek Leaves 1 ts

Fennel Seeds Powder 1 ts

Cardamom powder pinch

Nutmeg Powder pinch

Mango Powder 1 ts

Method:

Heat Oil in a pan. Add French Beans. Add Turmeric Powder and Salt. Mix well and let it get cooked on low-medium flame for 5-7 minutes. Add Potato, Red Chilli Powder, Kitchen King Masala, Dry Fenugreek Leaves, Fennel Seeds Powder, Cardamom Powder, Nutmeg Powder and Mango Powder. Mix well and let it be on low-medium flame for 2-3 minutes.

 

Serve with Chapatti or Naan.

 

Enjoy Evergreen, Green Beans, in Spice full, Punjabi Flavour.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!