યમ્મી ચોકલેટ બાર / ચીક્કી ચોકલેટ બાર / Yummy Chocolate Bar / Chikki Chocolate Bar

યમ્મી ચોકલેટ બાર / ચીક્કી ચોકલેટ બાર / Yummy Chocolate Bar / Chikki Chocolate Bar

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

તલ ૧/૪ કપ

અળસી ના બી ૧/૪ કપ

મમરા ૧/૨ કપ

દારીયા ની દાળ ૧/૪ કપ

ખારીસિંગ ૧/૨ કપ

ડાર્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ

મિલ્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ

માખણ ૨૫ ગ્રામ

 

રીત :

ધીમા તાપે નોન-સ્ટીક પૅન ગરમ કરો.

 

એની ઉપર, તલ, અળસી ના બી, મમરા, દારીયા ની દાળ અને ખારીસિંગ, ધીરે ધીરે સતત હલાવતા રહી, કોરા જ સેકી લો. કોઈ પણ સામગ્રી બળી ના જાય એ ખાસ કાળજી રાખો. સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

હવે એમાં, ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને માખણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પછી, એને મોલ્ડમાં ભરી દો અને કમ સે કમ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી મુકો.

 

પછી, બાર ના આકારમાં, લાંબા ટુકડા કાપી લો.

 

ઠંડા ઠંડા જ પીરસો.

 

મીઠ્ઠા, કરકરા ચીક્કી ચોકલેટ બાર મમળાવો, મોજ કરો.

Preparation time 2 minutes

Cooking time 10 minutes

Servings 6

 

Ingredients:

Sesame Seeds ¼ cup

Flax Seeds ¼ cup

Puffed Rice (Mamra) ½ cup

Roasted Gram skinned and split ¼ cup

Roasted Salted Peanuts ½ cup

Dark Chocolate 100 gm

Milk Chocolate 100 gm

Butter plain 25 gm

 

Method:

Preheat a non-stick pan. On low flame, taking care of not burning any ingredient, roast Sesame Seeds, Flax Seeds, Puffed Rice, Roasted Gram and Roasted Salted Peanuts. Remove the pan from the flame.

 

Add Dark Chocolate, Milk Chocolate and Butter. Mix well. Set in moulds. Keep it in refrigerator for approx 30 minutes to set.

 

Cut the Bar and serve cool.

 

Be CHOCOLATTY WITH Sweet, Buttery, Crunchy, CHIKKI CHOCOLATE BAR.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!