ફણસી સ્ટીર ફ્રાય / Fansi Stir Fry / French Brans Stir Fry

ફણસી સ્ટીર ફ્રાય / Fansi Stir Fry / French Brans Stir Fry

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ફણસી આખી ૨૫૦ ગ્રામ

તલ નું તેલ ૨ ટેબલ સ્પૂન

આદુ જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

તાજા લાલ મરચા રીંગ કાપેલા ૧

મરી પાઉડર ૧ ટી સ્પૂન

સોયા સૉસ ૧ ટી સ્પૂન

ચીલી સૉસ ૧ ટી સ્પૂન

વિનેગર ૧ ટી સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

એક પૅન માં તલ નું તેલ ગરમ કરો.

 

એમાં જીણો સમારેલો આદુ અને તાજા લાલ મરચાં ઉમેરો.

 

થોડા સાંતડાઈ જાય એટલે આખી ફણસી ઉમેરો.

 

ધીમા-મધ્યમ તાપે ધીરે ધીરે હલાવો.

 

મીઠું ઉમેરો અને ધીરે ધીરે હલાવતા હલાવતા, થોડી થોડી વારે બધુ ઉપર-નીચે ફેરવતા રહો. આ રીતે ૮ થી ૧૦ મિનિટ માટે ધીમા-મધ્યમ તાપે પકાવો.

 

મરી પાઉડર ઉમેરો અને ધીરે ધીરે હલાવીને બરાબર મીક્ષ કરો.

 

સોયા સૉસ, ચીલી સૉસ, વિનેગર અને તલ ઉમેરો. હલાવીને બરાબર મીક્ષ કરો. ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

થોડા તલ ભભરાવી સજાવો.

 

સ્ટાર્ટર હોટ સલાડ તરીકે યા તો કોઈ તીખા તમતમતા ભોજન સાથે સાઇડ ડીશ તરીકે પીરસી શકાય.

 

અસલી સ્વાદ માણવા માટે તાજે તાજું જ પીરસો.

 

ફટાફટ બની જાય..

ફણસી સ્ટીર ફ્રાય..

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

French Beans whole 250 gms

Sesame Seeds Oil 2 tbsp

Ginger chopped small 1 tbsp

Fresh Red Chilli chopped in ring shape 1

Black Pepper Powder 1 ts

Soya Sauce 1 ts

Chilli Sauce 1 ts

Vinegar 1 ts

Sesame Seeds 1 tbsp

Salt to taste

 

Method:

Heat Sesame Seeds Oil in a pan. Add chopped Ginger and Fresh Red Chilli. Add Whole French Beans. Stir slowly to mix well on low-medium flame. Add Salt and stir slowly to turn over the stuff occasionally and cook for 8-10 minutes on low-medium flame. Add Black Pepper Powder and mix well stirring slowly. Add Soya Sauce, Chilli Sauce, Vinegar and Sesame Seeds. Stir to mix well continuing cooking for 2-3 minutes.

 

Garnish with little sprinkle of Sesame Seeds.

 

Serve Fresh and Hot as a Starter Hot Salad or as a Side Dish with Any Sizzling Meal.

 

Enjoy Simple and Quick-to-Cook French Beans Stir Fry.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!