મેથી સેવ નું શાક / Methi Sev nu Shak

મેથી સેવ નું શાક / Methi Sev nu Shak

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સેવ માટે :

બેસન ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

શાક માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

મેથી ના દાણા બાફેલા ૧/૨ કપ

લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ગોળ ૧ ટી સ્પૂન

 

ધાણાભાજી

પરાઠા

 

રીત :

સેવ માટે :

એક બાઉલમાં ૧/૨ કપ પાણી લો. એમાં તેલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

એમાં બેસન ઉમેરો અને લોટ બાંધી લો. ઢીલો લોટ બંધાશે.

 

કિચનપ્રેસ મશીનમાં સેવ ની પ્લેટ ગોઠવી લો.

 

બાંધેલો લોટ કિચનપ્રેસ મશીનમાં ભરી લો. એક બાજુ રાખી દો.

 

શાક માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે બાફેલા મેથી ના દાણા, લસણ ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે પકાવો.

 

એમાં ૨ ગ્લાસ જેટલું પાણી અને ગોળ ઉમેરો અને ઉકાળો.

 

પાણી ઉકળવાનું શરૂ થાય એટલે કિચનપ્રેસ મશીનથી સીધી જ ઉકળતા પાણીમાં ફેલાવીને સેવ પાડો. એક જ જગ્યાએ બહુ વધારે ના પડી જાય એ કાળજી રાખવી, નહીં તો ગઠાં થઈ જશે.

 

સેવ પડાઈ ગયા પછી, વધારાનું પાણી બળી જાય અને સેવ બરાબર બફાઈ જાય ત્યા સુધી મધ્યમ તાપે પકાવો. આશરે ૮ થી ૧૦ મિનિટ લાગશે.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી છાંટી દો અને ઢાંકી દો.

 

સામાન્ય તાપમાન નું થઈ જાય ત્યા સુધી રાખી મુકો.

 

શીતળા સાતમ, ટાઢી સાતમ ના દિવસે રસોઈ બનાવવાની ના હોય, આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.

 

આ શાક ફ્રીજમાં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે.

 

પરાઠા સાથે મેથી સેવ ના પૌષ્ટિક શાકનો સ્વાદ માણો.

Preparation time 10 minutes

Cooking time 30 minutes

For 2 Persons

Ingredients:

For Gram Flour Vermicelli (Sev):

Gram Flour 1 cup

Oil 1 ts

Turmeric Powder ½ ts

Red Chilli Powder ½ ts

Salt to taste

For Curry:

Oil 2 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder Pinch

Fenugreek granules ½ cup

(boiled)

Garlic Paste ½ ts

Red Chilli Powder 1 ts

Turmeric Powder ½ ts

Coriander-Cumin Powder 2 ts

Salt to taste

Jaggery 1 ts

 

Fresh Coriander Leaves for garnishing

Paratha for serving

 

Method:

For Gram Flour Vermicelli (Sev):

Take ¼ cup of water in a bowl. Add Oil, Turmeric Powder, Red Chilli Powder and Salt. Mix well. Add Gram Flour and knead dough. It will become soft dough. Fill it in Kitchen Press machine with Vermicelli . Keep it a side.

 

For Curry:

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds and Asafoetida Powder. When spluttered, add boiled Fenugreek granules, Garlic Paste, Red Chilli Powder, Turmeric Powder, Coriander-Cumin Powder and Salt. Mix well and cook on medium flame for 3-4 minutes. Add approx 2 glasses of water and Jaggery and boil it. When water starts to boil, using Kitchen Press machine, fall Gram Flour Vermicelli direct in boiling water spreading all over, not making heap. Continue cooking on medium flame until excess water steam away and Vermicelli is boiled well. It may take approx 8-10 minutes.

 

Take it in a serving bowl.

 

Garnish with Fresh Coriander Leaves.

 

Leave it to cool down to room temperature.

 

No Need to Miss Curry even on Non-cooking Day celebration…Shitla Satam…

 

Be Healthy with Fenugreek

 

mixed with

 

Tasty Gram Flour Vermicelli…with Paratha…

2 Comments

  • Nita Asvin koumar

    August 6, 2019 at 11:35 AM Reply

    Very well done, testy and healthy recipe!!!

    • Krishna Kotecha

      August 29, 2019 at 6:37 PM Reply

      thank you

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!