તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૧૦ સર્વિંગ
સામગ્રી :
ખાંડ ૧/૨ કપ
એલચી ફોલેલી ૩-૪
ઘઉ નો લોટ ૧ કપ
ઘી ૨ ટેબલ સ્પૂન
તેલ તળવા માટે
દળેલી ખાંડ અને ગુલાબની સૂકી પાંદડી
રીત :
એક પૅન માં ખાંડ અને ફોલેલી એલચી લો.
એમાં ૧/૨ કપ પાણી ઉમેરો અને મધ્યમ તાપે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. એક બાજુ રાખી દો.
એક બાઉલમાં ઘઉ નો લોટ લો.
એમાં ઘી ઉમેરો. બરાબર મીક્ષ કરો.
એમાં તૈયાર કરેલું ખાંડનું પાણી થોડું થોડું ઉમેરતા જઇ એકદમ કઠણ લોટ બાંધી લો.
બાંધેલા લોટમાંથી જાડી ગોળ રોટલીઓ વણી લો.
દરેક રોટલીમાંથી કૂકી કટર વડે નાના નાના ગોળ ટુકડા કાપી લો. કાપેલા ટુકડાઓ એકબીજા સાથે ચીપકી ના જાય એ માટે અલગ અલગ રાખો. એક બાજુ રાખી દો.
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.
બધા નાના ગોળ ટુકડાઓ બરાબર તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે તેલમાં ઉલટાવવા.
કરકરા બનાવવા માટે જરા આકરા તળવા.
તળાઈ જાય એટલે એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી દો.
એની ઉપર દળેલી ખાંડ છાંટી દો અને દરેકની ઉપર ગુલાબની ૧-૨ સૂકી પાંદડી મુકો. શરૂઆતમાં તૈયાર કરેલા ખાંડના પાણી ના ૩-૪ ટીપાં દરેકની ઉપર નાખો.
સામાન્ય તાપમાન થઈ જાય ત્યા સુધી રાખી મુકો.
પછી ગમે ત્યારે પીરસો.
શીતળા સાતમ, ટાઢી સાતમની, મીઠો લોલો સાથે મીઠી ઉજવણી કરો.
(શીતળા સાતમ એ એક હિન્દુ દેવી, શીતળા માતા ની આરાધના માટે ઉજવાતો એક હિન્દુ તહેવાર છે અને આ દિવસે કશું રાંધવાનું હોતું નથી. આગલા દિવસે બનાવી રાખેલી રસોઈ જ ખાવાની હોય છે.)
Preparation time 10 minutes
Cooking time 15 minutes
Servings 10
Ingredients:
Sugar ½ cup
Cardamom granules of 3-4 cardamom
Whole Wheat Flour 1 cup
Ghee 2 tbsp
Oil to deep fry
Sugar Powder and Dry Rose Petals for garnishing.
Method:
Take Sugar and Cardamom granules in a pan. Add ½ cup of water and boil on medium flame until Sugar is diluted.
Take Whole Wheat Flour in a bowl. Add Ghee and mix well. Knead very stiff dough adding prepared Sugar-Cardamom water gradually as needed.
Roll number of thick round Roti of prepared dough. Cut number of small rounds from rolled Roti with a cookie cutter or a lid with sharp edge.
Heat Oil to deep fry. Deep fry all small round cuts in heated Oil. Flip occasionally to fry both sides well. Deep fry to dark brownish to make crispy.
Arrange them on a serving plate.
Sprinkle Sugar Powder over them and arrange 1-2 Dry Rose Petal on each. Pour 3-4 drops of prepared Sugar-Cardamom syrup over each of them.
Leave them to cool down to room temperature.
Serve anytime later.
Make Your Shitla Satam day a Sweet Day with Mitho Lolo…Sweet Flat Bread…
(Shitla Satam is a Hindu Festival Day which is celebrated in the name of one of The Hindu Goddess and the day is celebrated as Non-cooking day)
Nita Asvin koumar
August 8, 2020 at 11:16 AMV. Nice and easy recipe!!