તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ટમેટાં ની ચટણી માટે :
ટમેટાં ૧
લસણ ની કડી ૫-૬
લીલા મરચા સમારેલા ૨-૩
ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન
જીરુ પાઉડર ૧ ટી સ્પૂન
ગોળ ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
રાય નું તેલ ૧ ટી સ્પૂન
પાંચ ફોરન ૧ ટી સ્પૂન
(મેથી, વરીયાળી, રાય, જીરું, કલોંજી નો પાઉડર)
આલી કી ફૂલોરી માટે :
બટેટા બાફી ને છાલ કાઢેલા ૨
લીલા મરચા જીણા સમારેલા ૧
ડુંગળી જીણી સમારેલી ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
બેસન ૧/૨ કપ
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
આમચૂર ૧/૨ ટી સ્પૂન
જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન
ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે
રીત :
ટમેટાં ની ચટણી માટે :
ટમેટાં ને ધીમા તાપે સેકી અથવા ગ્રીલ કરી લો. સેકવા અથવા ગ્રીલ કરતી વખતે ટમેટાં ને બધી બાજુ થી સેકવા માટે ફેરવતા રેવું. ટમેટાં ની છાલ કાળી થઈ જાય એટલે ટમેટાં ને ઠંડુ પડવા દો. પછી ટમેટાં ની છાલ કાઢી નાખો.
છાલ કાઢી નાખેલા ટમેટાં ને ખાંડણી માં લો. એમાં લસણ ની કડી, સમારેલા લીલા મરચા, ધાણાભાજી, જીરું પાઉડર, ગોળ, મીઠું ઉમેરો. ખાંડી ને જાડી કરકરી પેસ્ટ બનાવો. એક વાટકી માં કાઢી લો.
એક વાસણ માં રાય નું તેલ ગરમ કરો. પાંચ ફોરન ઉમેરો, તતડી જાય એટલે ખાંડેલુ ટમેટાં નું મિશ્રણ ઉમેરો ને બરાબર મીક્ષ કરો.
ફૂલોરી સાથે પીરસવા માટે એક બાજુ રાખી દો.
આલુ કી ફૂલોરી માટે :
બાફી ને છાલ ઉતરેલા બટેટા ને અધકચરા છૂંદી નાખો. સાવ છૂંદી નહીં નાખો.
અધકચરા છુંદેલા બટેટા માં જીણા સમારેલા લીલા મરચા, ડુંગળી, ધાણાભાજી, બેસન, લાલ મરચું પાઉડર, આમચૂર, જીરું પાઉડર, ચાટ મસાલો, મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરી લો.
મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.
તૈયાર કરેલા બટેટા ના મિશ્રણ ના નાના નાના લુવા લઈને ગરમ થયેલા તેલમાં નાખીને થોડા આકરા તળી લો. બધી બાજુથી બરાબર તળવા માટે થોડી થોડી વારે બધા લુવા ને ફેરવતા રેવું.
તૈયાર કરેલી ટમેટાં ની ચટણી સાથે તાજા ને ગરમા ગરમ પીરસો.
ઉત્તર ભારત ના એક મુખ્ય રાજ્ય.. બિહાર.. ની બહુ લોકપ્રિય વાનગી, સ્ટ્રીટ ફૂડ.. આલુ કી ફૂલોરી નો સ્વાદ ઘરે બેઠે માણો.
Preparation time 10 minutes
Cooking time 20 minutes
For 2 Persons
Ingredients:
For Tomato Chutney:
Tomato whole 1
Garlic buds 5-6
Green Chilli chopped 2-3
Fresh Coriander Leaves 2 tbsp
Cumin Powder 1 ts
Jaggery 1 ts
Salt to taste
Mustard Oil 1 ts
Panch Phoran 1 ts
(Fenugreek Seeds, Fennel Seeds, Black Mustard Seeds, Cumin Seeds and Nigella Seeds)
For Alu ki Fulori:
Potato boiled and peeled 2
Green Chilli finely chopped 1
Onion finely chopped 1
Fresh Coriander Leaves 1 tbsp
Gram Flour ½ cup
Red Chilli Powder 1 ts
Mango Powder ½ ts
Cumin Powder ½ ts
Chat Masala ½ ts
Salt to taste
Oil to deep fry
Method:
For Tomato Chutney:
Roast or Grill a whole Tomato on low flame. Rotate while roasting or grilling to get it roasted or grilled all sides. When Tomato skin becomes blackish, leave it to cool down. Then, remove the skin of Tomato.
Take skinned Tomato in a beating bowl. Add Garlic buds, chopped Green Chilli, Fresh Coriander Leaves, Cumin Powder, Jaggery and Salt. Beat this very well coarse paste. Take it in a bowl.
Heat Mustard Oil in a pan. Add Panch Phoran. When crackled, add this in beaten Tomato mixture and mix very well.
Keep it a side to serve later with Fulori.
For Alu ki Fulori:
Crush boiled and peeled Potato. Please don’t mash, just crush.
In crushed Potato, add finely chopped Green Chilli, finely chopped Onion, Fresh Coriander Leaves, Gram Flour, Red Chilli Powder, Mango Powder, Cumin Powder, Chat Masala and Salt. Mix very well. It will become like a loaf.
Heat Oil to deep fry on medium flame.
Put number of small sized lumps in heated Oil and deep fry to little dark brownish. Flip occasionally to fry all sides well.
Serve Fresh and Hot with prepared Tomato Chutney.
Enjoy Very Popular Street Food of BIHAR…The Leading State of India in Northen…
No Comments