મુકારી / Mukari

મુકારી / Mukari

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોખા નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

યીસ્ટ ૧ ટેબલ સ્પૂન

દૂધ ૧ કપ

ખાંડ ૩ ટેબલ સ્પૂન

ઘી ૩ ટેબલ સ્પૂન

ફ્રેશ વેનીલા પોડ ૧

તેલ તળવા માટે

સજાવટ માટે દળેલી ખાંડ, સુકો મેવો (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે) અને મધ

 

રીત :

એક નાની વાટકીમાં યીસ્ટ લો. એમાં ૧ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને થોડું પાણી ઉમેરો. ૫ મિનિટ માટે રાખી મુકો.

 

વેનીલા પોડ ને વચ્ચેથી ઊભો કાપી લો. ચપ્પુ વડે એમાંથી પલ્પ કાઢી લો અને એક નાની વાટકીમાં લઈ લો.

 

એક બાઉલમાં ચોખા નો લોટ અને મેંદો લો.

 

એમાં યીસ્ટ નું મિશ્રણ અને દૂધ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ઘાટુ ખીરું તૈયાર કરો.

 

આથા માટે એને ૩ થી ૪ કલાક માટે રાખી મુકો.

 

પછી, એમાં ઘી, ૨ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને વેનીલા પોડમાંથી કાઢેલો પલ્પ ઉમેરો. બરાબર મીક્ષ કરો. ખીરું તૈયાર છે.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા ખીરામાંથી નાના નાના લુવા લઈ ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં બધા લુવા ઉલટાવો.

 

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, ટિસ્યૂ પેપર ઉપર મુકી ૧ થી ૨ મિનિટ માટે રાખી મુકો જેથી ટિસ્યૂ પેપર માં વધારાનું તેલ સોસાય જાય.

 

એક પ્લેટ પર દળેલી ખાંડ લો.

 

એક પછી એક, તળેલા બધા મુકારી ને દળેલી ખાંડ માં રગદોળી, બરાબર કોટ કરી લો.

 

સુગર કોટ કરેલા મુકારી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર ફેલાવીને મધ રેડી અને થોડો સુકો મેવો છાંટી આકર્ષક દેખાવ આપો.

 

તાજે તાજા જ પીરસો.

 

આફ્રિકન મીઠાઇ સાથે કોઈ પણ ઉજવણી કરો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 4 Persons

 

Ingredients:

Rice Flour 1 cup

Refined White Wheat Flour (Maida) 1 cup

Yeast 1 tbsp

Milk 1 cup

Sugar 3 tbsp

Ghee 3 tbsp

Fresh Vanilla Pod 1

Oil to deep fry

Powder Sugar, Nuts and Honey for garnishing

Method:

Take Yeast in a small bowl. Add 1 tbsp of Sugar and little water. Leave it for approx 5 minutes.

 

Cut Vanilla Pod vertically from the middle. Use knife to remove the pulp from the cuts and collect in a small bowl.

 

Take Rice Flour and Refined White Wheat Flour in a bowl. Add Yeast mixture and Milk. Prepare thick batter. Leave it for 3-4 hours to get fermented. Then, add Ghee, 2 tbsp of Sugar and Vanilla Pod Pulp. Mix well.

 

Heat oil in deep fry pan. Put number of small lumps in heated oil and deep fry well. Turn over while deep frying to be fried all around. When fried, remove from the oil and keep on kitchen tissues for 1-2 minutes only to get extra oil absorbed. Take Powder Sugar on a plate. One by one, roll fried lumps in Powder Sugar to get them coated well.

 

Arrange coated lumps on a serving plate. Garnish the serving spreading Honey on them and sprinkle Nuts to give a rich looks to the plate.

 

Serve Fresh.

 

Sweeten Your Celebrations with African Sweets.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!