મટાવ / Matav

તૈયારી માટે ૩૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

સીંગદાણા ૨ કપ

નારિયળ ૧

બટેટા ખમણેલા ૧

ડુંગળી ખમણેલી ૧

ટમેટાં ખમણેલા ૧

કોબી ખમણેલી ૧/૨ કપ

પાલક બ્લાન્ચ કરેલી ૧/૨ કપ

મકાઇ બાફેલી ૧/૨ કપ

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

મીક્ષરની જારમાં સીંગદાણા લઈ પીસી લો.

 

ગરમ પાણીમાં પીસેલા સીંગદાણા ૧ કલાક માટે પલાળી દો.

 

પછી, આછા સફેદ કપડાથી ગાળી લો. સીંગદાણા નું દૂધ તૈયાર છે.

 

નારિયળના નાના ટુકડા કરી લો. મીક્ષરની જારમાં નારિયળ ના ટુકડા એકદમ જીણા પીસી લો.

 

ગરમ પાણીમાં પીસેલું નારિયળ ૧ કલાક માટે પલાળી દો.

 

પછી, આછા સફેદ કપડાથી ગાળી લો. નારિયળ નું દૂધ તૈયાર છે.

 

એક પૅન માં સીંગદાણા નું દૂધ અને નારિયળ નું દૂધ એકીસાથે લો.

 

એમાં ખમણેલા બટેટા, ડુંગળી અને ટમેટાં ઉમેરો. મીક્ષ કરો.

 

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરો. મીક્ષ કરો.

 

૫ થી ૭ માટે મધ્યમ તાપે ઉકાળો. થોડી થોડી વારે હલાવતા રહો.

 

ખમણેલી કોબી, બ્લાન્ચ કરેલી પાલક અને બાફેલી મકાઇ ઉમેરો.

 

વધુ ૫ થી ૭ મિનિટ માટે મધ્યમ તાપે ઉકાળવાનું ચાલુ રાખો.

 

પસંદ મુજબ, રોટલી અથવા બ્રેડ અથવા ભાત સાથે ગરમા ગરમ પીરસો.

 

પરંપરાગત આફ્રિકન પૌષ્ટિક વાનગી.. મટાવ..

Preparation time 30 minutes

Cooking time 10 minutes

For 2 persons

 

Ingredients:

Peanuts 2 cups

Fresh Coconut 1

Potato grated 1

Onion grated 1

Tomato grated 1

Cabbage grated ½ cup

Spinach blanched ½ cup

Corn boiled ½ cup

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Salt to taste

 

Method:

Crush Peanuts. Soak crushed Peanuts in hot water for 1 hour. Strain with a white thin cloth to prepare Peanuts Milk.

 

Crush Coconut. Soak crushed coconut in hot water for 1 hour. Strain with a white thin cloth to prepare Coconut Milk.

 

Take Peanuts Milk and Coconut Milk in a pan. Add grated Potato, Onion and Tomato. Add Ginger-Garlic-Chilli Paste. Add Salt. Boil on medium flame for approx 5 to 7 minutes while stirring eventually. Add grated Cabbage, blanched Spinach and boiled Corn. Continue boiling on medium flame for 5-7 minutes again.

 

Serve with Rice or Chapati or Bread as per choice.

 

Enjoy Authentic African Healthy and Nutritious Matav.

મુકારી / Mukari

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ચોખા નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

યીસ્ટ ૧ ટેબલ સ્પૂન

દૂધ ૧ કપ

ખાંડ ૩ ટેબલ સ્પૂન

ઘી ૩ ટેબલ સ્પૂન

ફ્રેશ વેનીલા પોડ ૧

તેલ તળવા માટે

સજાવટ માટે દળેલી ખાંડ, સુકો મેવો (કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે) અને મધ

 

રીત :

એક નાની વાટકીમાં યીસ્ટ લો. એમાં ૧ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને થોડું પાણી ઉમેરો. ૫ મિનિટ માટે રાખી મુકો.

 

વેનીલા પોડ ને વચ્ચેથી ઊભો કાપી લો. ચપ્પુ વડે એમાંથી પલ્પ કાઢી લો અને એક નાની વાટકીમાં લઈ લો.

 

એક બાઉલમાં ચોખા નો લોટ અને મેંદો લો.

 

એમાં યીસ્ટ નું મિશ્રણ અને દૂધ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ઘાટુ ખીરું તૈયાર કરો.

 

આથા માટે એને ૩ થી ૪ કલાક માટે રાખી મુકો.

 

પછી, એમાં ઘી, ૨ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને વેનીલા પોડમાંથી કાઢેલો પલ્પ ઉમેરો. બરાબર મીક્ષ કરો. ખીરું તૈયાર છે.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા ખીરામાંથી નાના નાના લુવા લઈ ગરમ તેલમાં તળવા માટે મુકો.

 

બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં બધા લુવા ઉલટાવો.

 

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, ટિસ્યૂ પેપર ઉપર મુકી ૧ થી ૨ મિનિટ માટે રાખી મુકો જેથી ટિસ્યૂ પેપર માં વધારાનું તેલ સોસાય જાય.

 

એક પ્લેટ પર દળેલી ખાંડ લો.

 

એક પછી એક, તળેલા બધા મુકારી ને દળેલી ખાંડ માં રગદોળી, બરાબર કોટ કરી લો.

 

સુગર કોટ કરેલા મુકારી એક સર્વિંગ પ્લેટ પર ગોઠવો.

 

એની ઉપર ફેલાવીને મધ રેડી અને થોડો સુકો મેવો છાંટી આકર્ષક દેખાવ આપો.

 

તાજે તાજા જ પીરસો.

 

આફ્રિકન મીઠાઇ સાથે કોઈ પણ ઉજવણી કરો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 4 Persons

 

Ingredients:

Rice Flour 1 cup

Refined White Wheat Flour (Maida) 1 cup

Yeast 1 tbsp

Milk 1 cup

Sugar 3 tbsp

Ghee 3 tbsp

Fresh Vanilla Pod 1

Oil to deep fry

Powder Sugar, Nuts and Honey for garnishing

Method:

Take Yeast in a small bowl. Add 1 tbsp of Sugar and little water. Leave it for approx 5 minutes.

 

Cut Vanilla Pod vertically from the middle. Use knife to remove the pulp from the cuts and collect in a small bowl.

 

Take Rice Flour and Refined White Wheat Flour in a bowl. Add Yeast mixture and Milk. Prepare thick batter. Leave it for 3-4 hours to get fermented. Then, add Ghee, 2 tbsp of Sugar and Vanilla Pod Pulp. Mix well.

 

Heat oil in deep fry pan. Put number of small lumps in heated oil and deep fry well. Turn over while deep frying to be fried all around. When fried, remove from the oil and keep on kitchen tissues for 1-2 minutes only to get extra oil absorbed. Take Powder Sugar on a plate. One by one, roll fried lumps in Powder Sugar to get them coated well.

 

Arrange coated lumps on a serving plate. Garnish the serving spreading Honey on them and sprinkle Nuts to give a rich looks to the plate.

 

Serve Fresh.

 

Sweeten Your Celebrations with African Sweets.

પોશો બીન્સ / Posho Beans

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

પોશો માટે :

મકાઇ નો લોટ ૧ કપ

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

પાણી ૪ ૧/૨ કપ

 

બીન્સ માટે :

રાજમા બાફેલા ૧ કપ

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

સીંગદાણા નો પાઉડર ૩ ટેબલ સ્પૂન

લીંબુ ૧/૨

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

તમાલપત્ર ૧

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨

 

રીત :

પોશો માટે :

એક બાઉલમાં મકાઇ નો લોટ લો. એમાં ૧ કપ પાણી ઉમેરો. બરાબર મિક્સ કરી દો. કોઈ ગઠાં ના રેવા દેવા. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ૩ કપ પાણી લો અને ઊંચા તાપે ઉકાળવા મુકો.

 

પાણી ગરમ થઈ જાય એટલે એમાં આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને મીઠું ઉમેરો. મિક્સ કરો.

 

હવે, એમાં મકાઈનાં લોટ નું મિશ્રણ ઉમેરો. તાપ મધ્યમ કરી દો.

 

લાકડાની સ્ટિક વડે સતત હલાવો.

 

નરમ ખીચું જેવુ મિક્સચર થઈ જશે.

 

તાપ પરથી પૅન હટાવી લો.

 

પોશો તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

બીન્સ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીરું, તમાલપત્ર, લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ, સમારેલી ડુંગળી અને ટમેટાં ઉમેરો.

 

ડુંગળી નરમ અને આછી ગુલાબી થઈ જાય ત્યા સુધી ધીમા-મધ્યમ તાપે ધીરે ધીરે હલાવતા રહો.

 

હળદર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

બાફેલા રાજમા અને થોડું પાણી ઉમેરો. મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, લીંબુ નો રસ અને સીંગદાણા નો પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવો અને પૅન ઢાંકી દો. ૨ થી ૩ મિનિટ રાખી મુકો.

 

એક સર્વિંગ પ્લેટ માં પોશો પાથરી દો. એની ઉપર બરાબર ફેલાવીને બીન્સ પાથરી દો.

 

ગરમા ગરમ પીરસો.

 

પોશો બીન્સ, પરંપરાગત અને રોજ-બ-રોજનું આફ્રિકન ભોજન, જરા ઇંડિયન સ્વાદ સાથે. આયર્ન અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર.

Preparation time 10 minutes

Cooking time 25 minutes

For 2 Persons

 

Ingredients:

For Posho:

Maze Flour 1 cup

Ginger-Chilli Paste 1 ts

Salt to taste

Water 4 ½ cup

For Beans:

Kidney Beans boiled 1 cup

Ginger-Garlic-Chilli Paste 1 tbsp

Onion chopped small 1 onion

Tomato chopped small 1 tomato

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Garam Masala 1 ts

Peanuts Powder 3 tbsp

Lemon Juice of ½ lemon

Fresh Coriander Leaves  1 tbsp

Oil 1 tbsp

Cummins Seeds 1 ts

Cinnamon Leaf 1

Curry Leaves 4-5

Dry Red Chilli  2

Method:

For Posho:

Take Maize Flour in a bowl. Add 1 cup water.

 

Boil 3 cups of water in a pan. Add Ginger-Chilli Paste and Salt. Add Maize Flour mixture. On medium flame, stir continuously with wooden stick until the mixture becomes thick lump. Remove the pan from the flame. Keep a side. This is Posho.

 

For Beans:

Heat oil in a pan. Add Cummins Seeds, Cinnamon Leaf, Curry Leaves and Dry Red Chilli. Add Ginger-Garlic-Chilli Paste, chopped Onion and Tomato. Stir slowly on low-medium flame until onion becomes soft and brownish. Add Turmeric Powder, Red Chilli Powder and Garam Masala. Mix well. Add boiled Kidney Beans and little water. Cook for 2-3 minutes on medium flame.  Add Lemon Juice and Peanuts Powder. Mix well. Remove from the flame. Sprinkle Fresh Coriander Leaves and cover the pan with a lid for 2-3 minutes.

 

Take Posho on a serving plate. Pour Beans on top of that.

 

Serve Hot.

 

Enjoy Authentic African Routine Food with little Indian touch, full of Iron and Carbohydrates.

error: Content is protected !!