તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૨ મિનિટ
૩૦૦ ગ્રામ
સામગ્રી :
મીઠી પાન ૧૦
કપૂરી પાન ૧૦
ચણોઠી ના પાન ૧/૪ કપ
ગુલાબ ની પાંદડી ૧ ગુલાબ ની
વરિયાળી ૧/૨ કપ
સાકર નો પાઉડર ૧ ટેબલ સ્પૂન
હીરામોતી (તૈયાર મીઠો પાન મસાલો) ૧/૪ ટી સ્પૂન
ગુલાબજળ ૧ ટેબલ સ્પૂન
ધાણાદાળ ૧/૨ કપ
ગુલકંદ ૧/૨ કપ
સલી સોપારી ૧/૨ કપ
સુકું નારિયળ ખમણેલું ૧ ટેબલ સ્પૂન
ટુટ્ટીફ્રૂટટી ૧/૨ કપ
મીઠી સૂકી ખારેક ના જીણા ટુકડા ૧/૨ કપ
મીઠી એલચી ૧ ટેબલ સ્પૂન
મીનાક્ષી ચટણી (તૈયાર મીઠી પેસ્ટ) ૧ ટી સ્પૂન
જેઠીમધ નો પાઉડર ૧/૨ ટી સ્પૂન
કાથો ૧/૪ ટી સ્પૂન
રીત :
બધા જ મીઠી પાન અને કપૂરી પાન ના એકદમ જીણા ટુકડા કરી લો અને માઇક્રોવેવ માટેના એક બાઉલમાં લો.
એમાં ચણોઠી ના પાન, ગુલાબ ની પાંદડી, વરિયાળી, સાકર નો પાઉડર, હીરામોતી અને ગુલાબજળ ઉમેરો. બરાબર મીક્ષ કરો.
હવે એને ફક્ત ૨ મિનિટ માટે માઇક્રોવેવ કરો.
પછી તરત જ, એમાં બાકી રહેલી બધી સામગ્રી ઉમેરો. બરાબર મીક્ષ કરો.
ઠંડુ થવા ૫ થી ૧૦ મિનિટ માટે રાખી મુકો.
સામાન્ય તાપમાન થઈ જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી લો.
મનપસંદ ભોજનનો આનંદ માણ્યા પછી પાન મસાલા મુખવાસ થી આનંદ બમણો કરો.
Preparation time 10 minutes
Cooking time 2 minutes
Yield 300g
Ingredients:
Mithi Paan (Dark Green Betel Leaves) 10
Kapoori Paan (Light Green Betel Leaves) 10
Abrus Precatorious Leaves (Abrus Leaves) ¼ cup
(In Gujarati-Chanothi Paan)
Rose Petals of 1 rose
Fennel Seeds ½ cup
Sugar Lump Powder (Sakar no Powder) 1 tbsp
Hira Moti (Ready available sweet pan masala) ¼ ts
Rose Water 1 tbsp
Roasted split Coriander Seeds (Dhana Dal) ½ cup
Rose Petal Jam ½ cup
Sweetened Areca Nut cutting (Sali Supari) ½ cup
Dry Coconut shred 1 tbsp
Tutti Fruitty ½ cup
Flavoured Dry Date pieces ½ cup
Flavoured Cardamom granules 1 tbsp
Minaxi Chutney (Ready available sweet paste) 1 ts
Liquorice Root Powder ½ ts
(Jethi Madh Powder)
Kattha ¼ ts
Method:
Tear Mithi Paan and Kapoori Pan in small pieces.
Take torn Mithi Paan and Kapoori Paan in a microwave compatible bowl.
Add Rose Abrus Leaves, Rose Petals, Fennel Seeds, Sugar Lump Powder, Hira Moti and Rose Water. Mix well.
Microwave for 2 minutes.
Add all remaining ingredients. Mix well.
Leave it cool down for 5 to 10 minutes.
When it is room temperature, store in dry and cool place.
Whatever is Your Meal…
End up with Mouth Freshening Pan Masala Mukhwas…
An Ultimate Mouth Freshener…
No Comments