પરવલ કી મીઠાઇ / પરવળ ની મીઠાઇ / Parwal ki Mithai / Pointed Gourd Sweet

પરવલ કી મીઠાઇ / પરવળ ની મીઠાઇ / Parwal ki Mithai / Pointed Gourd Sweet

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૨૫૦ ગ્રામ

 

સામગ્રી :

પરવળ ૨૫૦ ગ્રામ

સોડા-બાય-કાર્બ ૧/૨ ટી સ્પૂન

ખાંડ ૧ કપ

પાઈનેપલ એસન્સ ૨ ટીપાં

 

પુરણ માટે :

પનીર ૫૦ ગ્રામ

કન્ડેન્સ મિલ્ક ૨ ટેબલ સ્પૂન

બદામ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ચપટી

 

સજાવટ માટે :

બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ

ચાંદી નો વરખ

 

રીત :

બધા પરવળ ની છાલ ઉતારી લો. દરેક પરવળમાં એક કાપો મુકો અને અંદરથી બી અને પલ્પ કાઢી લો.

 

એક પૅન માં ૨ ગ્લાસ જેટલું પાણી ઊંચા તાપે ગરમ કરવા મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં સોડા-બાય-કાર્બ અને પરવળ ઉમેરો. પૅન ઢાંકી દો અને ઊંચા તાપે ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી, પાણી સાથે જ એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ખાંડ લો, એમાં ૧ કપ પાણી ઉમેરો અને મધ્યમ તાપે પૅન મુકો. થોડી થોડી વારે હળવો અને ૧ તાર ની ચાસણી બનાવો.

 

એક તાર ની ચાસણી તૈયાર થઈ જાય એટલે તાપ ધીમો કરી દો.

 

હવે, વધારાનું પાણી કાઢી, પકાવેલા પરવળ, આ ચાસણીમાં ઉમેરો. ધીમા તાપે ૫ મિનિટ માટે પકાવો. પછી, તાપ પરથી પૅન હટાવી લો.

 

આશરે ૧ કલાક માટે રાખી મુકો.

 

પુરણ માટે :

એક પૅન માં પુરણ માટેની બધી સામગ્રી એકીસાથે લો અને બરાબર મિક્સ કરો. ધીમા તાપે ધીરે ધીરે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ માટે પકાવો.

 

ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

ચાસણીમાંથી એક પછી એક પરવળ લઈ, એમાં તૈયાર કરેલું પુરણ ભરો અને પ્લેટ પર ગોઠવો.

 

દરેક પરવળને બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને ચાંદીના વરખ વડે સુશોભિત કરો.

 

કમ સે કમ ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડા ઠંડા આરોગો.

 

બિહારી મીઠાઇ, પરવલ કી મીઠાઇ કે સાથ મિજબાની મનાવો.

Preparation time 5 minutes

Cooking time 30 minutes

Yield 250g

 

Ingredients:

Parwal (Pointed Gourd) 250 g

Soda-bi-Carb ½ ts

Sugar 1 cup

Pineapple Essence 2 drops

For Stuffing:

Cottage Cheese (Paneer) 50 g

Condensed Milk 2 tbsp

Almond Powder 2 tbsp

Cardamom Powder Pinch

 

For Garnishing:

Almond chips and Pistachio Chips

Edible Silver Foil

 

Method:

Peel all Pointed Gourd. Cut a slit on each and remove all seeds and pulp from them.

 

Put 2 glassed of water in a pan to boil on high flame. When it starts to boil, add Soda-bi-Carb and Pointed Gourd. Cover the pan with a lid and cook for 3 minutes on high flame.

 

Take Sugar in a pan and add 1 cup of water. Put the pan on medium on flame. Stir it occasionally and make single string syrup. When syrup is ready to single string, reduce the flame to low. Drain and add cooked Pointed Gourd in this syrup and continue cooking on low flame for approx 5 minutes. Switch off the flame. Leave it for approx 1 hour.

 

For Stuffing:

Take all listed ingredients for Stuffing in a pan and mix well. Cook on low flame for 4-5 minutes while stirring occasionally. Leave it to cool down.

 

Fill each Pointed Gourd in the syrup with prepared Stuffing and arrange on a plate.

 

Garnish each one with Almond chips, Pistachio chips and Edible Silver Foil.

 

Refrigerate for at least 30 minutes.

 

Serve cold.

 

 

Celebrate with Bihari Sweet…Parwal ki Mithai…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!