તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
મૂઠિયાં માટે :
ઘઉ નો લોટ ૧/૨ કપ
ચણા નો લોટ ૧/૪ કપ
દૂધી ખમણેલી ૧/૨ કપ
તેલ ૧ ટેબલ સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
સોડા-બાય-કાર્બ ચપટી
રસ માટે :
છાસ ૨ કપ
ચણા નો લોટ ૧ ટેબલ સ્પૂન
તેલ ૨ ટેબલ સ્પૂન
રાય ૧ ટી સ્પૂન
જીરું ૧ ટી સ્પૂન
હિંગ ચપટી
લીમડો ૫-૬
લસણ ની ચટણી ઘરે બનાવેલી ૧ ટી સ્પૂન
હળદર ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
ડુંગળી ની રિંગ
રીત :
મૂઠિયાં માટે :
એક બાઉલમાં ઘઉ નો લોટ અને ચણા નો લોટ એકીસાથે લો.
એમાં હળદર, લાલ મરચું પાઉડર, મીઠું અને સોડા-બાય-કાર્બ ઉમેરો. બરાબર મિક્સ કરો.
તેલ ઉમેરો. મિક્સ કરો.
ખમણેલી દૂધી ઉમેરો. બરાબર મિક્સ કરી દો અને જરા કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ થોડું પાણી ઉમેરવું.
મૂઠિયાં માટે લોટ તૈયાર છે. એક બાજુ રાખી દો.
રસ માટે :
એક બાઉલમાં છાસ લો.
એમાં ૧/૨ કપ પાણી અને ચણા નો લોટ ઉમેરો. બરાબર મિક્સ કરો. કોઈ ગઠાં ના રહી જાય એ ખાસ જોવું. બ્લેંડર નો ઉપયોગ કરી શકો. એક બાજુ રાખી દો.
એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.
એમાં રાય, જીરું, હિંગ અને લીમડો ઉમેરો.
તતડે એટલે એમાં લસણ ની ચટણી અને હળદર ઉમેરો બરાબર મિક્સ કરો.
એમાં તૈયાર કરેલું છાસનું મિશ્રણ અને મીઠું ઉમેરો. તાપ વધારી દો.
ઊંચા તાપે છાસનું મિશ્રણ ઉકળવા લાગે એટલે એમાં મૂઠિયાં માટે તૈયાર કરેલા લોટમાંથી થોડો લોટ લઈ, હથેળીમાં વચ્ચે રાખી, હથેળી બંધ કરી, મુઠ્ઠી વાળી, લોટ ને મુઠ્ઠી જેવો આકાર આપી, તરત જ ઉકળતા છાસના મિશ્રણમાં ઉમેરો.
ફટાફટ આ રીતે બધા લોટના મૂઠિયાં, ઉકળતા છાસના મિશ્રણમાં ઉમેરી દો.
પછી, ઊંચા તાપે ૮ થી ૧૦ મિનિટ માટે ઉકાળો. ઉકાળવા દરમ્યાન, પૅન અડધું ઢાંકી રાખો.
મૂઠિયાં બરાબર પાકી જાય એટલે રસિયા મૂઠિયાં તૈયાર.
એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
ધાણાભાજી છાંટી, ઉપર ડુંગળી ની રિંગ મૂકી, સજાવો.
ગરમા ગરમ પીરસો.
વધુ એક, મોઢામાં પાણી આવે એવી ગુજરાતી વાનગી, રસિયા મૂઠિયાં.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
For 2 persons
Ingredients:
For Fist (Muthiya):
Whole Wheat Flour ½ cup
Gram Flour ¼ cup
Grated Bottle Gourd ½ cup
Oil 1 tbsp
Turmeric Powder ½ ts
Red Chilli Powder ½ ts
Salt to taste
Soda-bi-Carb Pinch
For Sauce (Ras):
Buttermilk 2 cup
Gram Flour 1 tbsp
Oil 2 tbsp
Mustard Seeds 1 ts
Cumin Seeds 1 ts
Asafoetida Powder Pinch
Curry Leaves 5-6
Garlic Chutney homemade 1 ts
Turmeric Powder ½ ts
Salt to taste
Fresh Coriander Leaves 1 tbsp
Onion Rings for garnishing
Method:
For Fist (Muthiya):
Take Whole Wheat Flour and Gram Flour in a bowl. Add Turmeric Powder, Red Chilli Powder, Salt and Soda-bi-Carb. Mix well. Add Oil and mix well. Add grated Bottle Gourd. Mix well and knead semi stiff dough. Add very little water only if needed.
For Sauce (Ras):
Take Buttermilk in a bowl. Add ½ cup of Water and Gram Flour. Mix very well. Please don’t leave any lump of Gram Flour. If it needs, use blender.
Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder and Curry Leaves. When spluttered, add Garlic Chutney and Turmeric Powder and mix well. Add prepared mixture of Buttermilk and Salt. Set flame to high. When it starts to boil, put number of small fist of prepared Dough in boiling Sauce. Continue boiling for 8-10 minutes on high flame. Partially cover the pan with a lid while boiling.
When fists are cooked, Saucy Fist (Rasiya Muthiya) is ready.
Transfer in a serving bowl.
Garnish with sprinkle of Fresh Coriander Leaves and Onion Rings.
Serve Hot.
Enjoy One More Mouth Filling and Satisfying Gujarati Healthy Dish…Saucy Fist…Famous as Rasiya Muthiya…
No Comments