સાત્વિક છાસ / Satvik Buttermilk
તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૦ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી:
દહી ૧ કપ
આદું નાનો ટુકડો ૧
લીમડા ના પાન ૫
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
સંચળ પાઉડર ૧/૪ ટી સ્પૂન
જીરું પાઉડર ચપટી
મરી પાઉડર ચપટી
રીત:
ખાંડણી-દસ્તા વડે આદું, લીમડો અને ધાણાભાજી ખાંડીને પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.
એક બાઉલમાં દહી લો અને જેરણી અથવા બ્લેંડર વડે જેરી લો.
એમાં, તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.
હવે એમાં, સંચળ પાઉડર, જીરું પાઉડર અને મરી પાઉડર ઉમેરી, ફરી જેરણી વડે જેરી, બરાબર મીક્ષ કરી દો.
તૈયાર થયેલી છાસ, એક ગ્લાસમાં ભરી દો.
એની ઉપર, ધાણાભાજી ના ૧ કે ૨ પાન મુકી, સુશોભીત કરો.
સાત્વિક છાસ તૈયાર છે.
સાત્વિક થાળીની અન્ય વાનગીઓ સાથે પીરસો.
સાત્વિક સલાડ / Satvik Salad
તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૨ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
દુધી ૫૦ ગ્રામ
ફણગાવેલા અડદ ૧/૪ કપ
ફણગાવેલા મગ ૧/૨ કપ
મધ ૧ ટી સ્પૂન
સંચળ પાઉડર ૧/૨ ટી સ્પૂન
મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન
લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન
ધાણાભાજી
રીત:
દુધી ની છાલ કાઢી, બારીક સમારી, અધકચરી બાફી લો.
અધકચરી બાફેલી દુધી ને પાણીમાંથી અલગ કરી, એક બાઉલમાં લઈ લો.
એમાં, ફણગાવેલા અડદ અને મગ ઉમેરી, બરાબર મીક્ષ કરો.
પછી એમાં મધ ઉમેરી, બરાબર મીક્ષ કરો.
એમાં, સંચળ પાઉડર અને મરી પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરો.
પછી એમાં, લીંબુ નો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરો.
અને છેલ્લે, એમાં ધાણાભાજી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
એની ઉપર, ધાણાભાજી ના ૨-૪ પાન મુકી, સુશોભીત કરો.
સાત્વિક સલાડ તૈયાર છે.
સાત્વિક થાળીની અન્ય વાનગીઓ સાથે પીરસો.
સાત્વિક દાળ / Satvik Dal
તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
તુવેર દાળ પલાળેલી ૧/૨ કપ
હળદર ૧ ટી સ્પૂન
સિંધાલૂણ સ્વાદ મુજબ
આદું બારીક સમારેલો ૧ ટી સ્પૂન
ઘી ૧ ટી સ્પૂન
જીરું ૧/૨ ટી સ્પૂન
લીમડા ના પાન
ગોળ ૧ ટેબલ સ્પૂન
લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન
રીત:
માટી ની એક હાંડીમાં પલાળેલી તુવેર દાળ લો.
એમાં, હળદર, સિંધાલૂણ અને બારીક સમારેલો આદું ઉમેરો.
એમાં, અંદાજે ૧ કપ જેટલું પાણી ઉમેરી, બરાબર મીક્ષ કરી, ધીમા તાપે ઉકાળવા મુકો.
દાળ બરાબર પાકવા જેવી થાય એટલે બીજા તાપ પર એક પૅનમાં ઘી ગરમ કરો.
એમાં, જીરું અને લીમડા ના પાન ઉમેરો. તતડે એટલે તરત જ આ વઘાર, ઉકળતી દાળમાં ઉમેરી, બરાબર મીક્ષ કરો.
દાળ બરાબર ઉકળી જાય એટલે, એમાં, ગોળ ઉમેરી,૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. પછી તાપ પરથી હટાવી લો.
હવે એમાં લીંબુ નો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરો.
સાત્વિક દાળ તૈયાર છે.
સાત્વિક થાળી ના હિસ્સા તરીકે પીરસો.
સાત્વિક મીક્ષ વેજીટેબલ / Satvik Mix Vegetable:
તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી:
ફુલકોબી ૧૦૦ ગ્રામ
ગાજર ૧
બટેટા ૧
સિંધાલૂણ સ્વાદ મુજબ
પેસ્ટ માટે:
ટમેટાં ૧
તાજું નારીયળ ખમણેલું ૧/૨ કપ
લીલા મરચાં ૧
આદું નાનો ટુકડો ૧
જીરું ૧ ટી સ્પૂન
રીત:
ગાજર અને બટેટા ની છાલ કાઢી નાખો.
ફુલકોબી, ગાજર અને બટેટા ના મોટા ટુકડા કાપી લો.
એને માટી ની હાંડીમાં લો.
એમાં, સિંધાલૂણ અને આશરે ૧/૨ કપ જેટલું પાણી ઉમેરી, ધીમા તાપે પકાવવા મુકો.
એ દરમ્યાન, પેસ્ટ માટેની બધી જ સામગ્રી, મીક્ષરની જારમાં લઈ, એકદમ પીસી, પેસ્ટ તૈયાર કરી લો.
હવે જ્યાર મીક્ષ વેજીટેબલ બરાબર પાકી જાય એટલે એમાં, તૈયાર કરેલી, પેસ્ટ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. વેજીટેબલ છૂંદાય ના જાય એ કાળજી રાખવી.
પછી, તાપ પરથી હાંડી હટાવી લો અને ઢાંકીને અંદાજીત ૫ મિનિટ માટે રાખી મુકો.
સાત્વિક મીક્ષ વેજીટેબલ તૈયાર છે.
સાત્વિક થાળી ના હિસ્સા તરીકે પીરસો.
સાત્વિક રોટી / બીટરૂટ રોટી / Satvik Roti / Beetroot Roti
તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૪ સર્વિંગ
સામગ્રી:
ઘઉ નો લોટ ૧/૨ કપ
બીટરૂટ પ્યૂરી જરૂર મુજબ
અટામણ (કોરો લોટ)
રીત:
બીટરૂટ ને પીસી લઈ, પ્યૂરી બનાવી લો અને એક બાઉલમાં લઈ લો.
એમાં જરૂર મુજબ થોડો થોડો ઘઉ નો લોટ ઉમેરતા જઇ, રોટલી વણી શકાય એવો લોટ બાંધી લો. તેલ કે પાણી બિલકુલ ઉમેરવું નહીં.
માટી ની તવી (તાવડી) ને ઊંચા તાપે ગરમ થવા માટે મુકી દો.
હવે, બાંધેલા લોટમાંથી નાનો લુવો લઈ, એનો બોલ બનાવી, રોટી વણી લો. સરળતાથી વણવા માટે અટામણ નો ઉપયોગ કરવો.
ગરમ થયેલી માટી ની તવી પર, વણેલી રોટી ની બન્ને બાજુ બરાબર સેકી લો.
આ રીતે, બાંધેલા લોટમાંથી બધી રોટી તૈયાર કરી લો.
સાત્વિક થાળી ના હિસ્સા તરીકે પીરસો.
લો.. આ છે.. સાત્વિક ખોરાક.. સાત્વિક થાળી.. સુદ્ધ અને સાત્વિક.. અકબંધ પૌષ્ટિક ગુણવત્તા સાથે..
Satvik Buttermilk
Preparation time 2 minutes
Cooking time 0
Servings 2
Ingredients:
Curd 1 cup
Ginger small piece 1
Curry Leaves 5
Fresh Coriander Leves 1 tbsp
Black Salt ¼ ts
Cumin Powder Pinch
Black Pepper Powder Pinch
Method:
Take Ginger, Curry Leaves and Fresh Coriander Leaves in a Mortar and crush with Pestle. Keep prepared paste a side.
Take Curd in a bowl or a vessel. Churn it very well using a hand blender.
Add prepared paste in it.
Add Black Salt, Cumin Powder and Black Pepper Powder. Churn it a little to mix very well.
Fill it in a serving glass.
Garnish with 1 or 2 Fresh Coriander Leaves.
Satvik Buttermilk is ready.
Serve along with Satvik Thali.
Satvik Salad
Preparation time 5 minutes
Cooking time 2 minutes
For 2 Persons
Ingredients:
Bottle Gourd 50g
Black Gram Sprout ¼ cup
Green Gram Sprout ½ cup
Honey 1 ts
Black Salt Powder ½ ts
Black Pepper Powder ½ ts
Lemon Juice ½ ts
Fresh Coriander Leaves
Method:
Peel and fine chop Bottle Gourd.
Then, parboil it.
Then, drain water and take parboiled Bottle Gourd in a bowl.
Add Black Gram Sprout and Green Gram Sprout. Mix well.
Add Honey and mix well.
Add Black Salt Powder and Black Pepper Powder. Mix well.
Add Lemon Juice and mix well.
Add Fresh Coriander Leaves and mix well.
Garnish with 2-3 Fresh Coriander Leaves.
Satvik Salad is ready.
Serve Fresh along with Satvik Thali.
Satvik Dal
Preparation time 2 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Skinned Split Pigeon Peas soaked ½ cup
Turmeric Powder 1 ts
Rock Salt to taste (Sindhalun)
Ginger finely chopped 1 ts
Ghee 1 tbsp
Cumin Seeds ½ ts
Curry Leaves
Jaggery 1 tbsp
Lemon Juice 1 tbsp
Method:
In a clay pot, take soaked Skinned Split Pigeon Peas.
Add Turmeric Powder, Rock Salt and finely chopped Ginger.
Add water approx. 1 cup of water. Mix very well and cook on low flame.
When it is about to be cooked well, on another flame, heat Ghee in a pan.
Add Cumin Seeds and Curry Leaves. When crackled, immediately, add this tempering in boiling Dal on another flame.
When Dal is boiled well, add Jaggery and continue cooking on low flame for further 2 to 3 minutes only. Then remove from flame.
Add Lemon Juice and mix well.
Satvik Dal is ready.
Serve as a part of Satvik Thali.
Satvik Mix Vegetable:
Preparation time 5 minutes
Cooking time 15 minutes
For 2 Persons
Ingredients:
Cauliflower 100g
Carrot 1
Potato 1
Rock Salt to taste (Sindhalun)
For Paste:
Tomato 1
Fresh Coconut grated ½ cup
Green Chilli 1
Ginger small piece 1
Cumin Seeds 1 ts
Method:
Peel Carrot and Potato.
Chop Cauliflower, Carrot and Potato in big pieces.
Take them in a clay pot.
Add Rock Salt and approx. ½ cup of water and cook on low flame.
Meanwhile, take all listed ingredients for Paste in jar of mixer and crush to fine paste.
When Mix Vegetable is cooked well, add prepared paste in it and mix very well taking care of not crushing vegetables.
Switch off flame and cover the pot with a lid and leave it for approx. 5 minutes.
Satvik Mix Vegetable is ready.
Serve as a part of Satvik Thali.
Satvik Roti / Beetroot Roti
Preparation time 5 minutes
Cooking time 5 minutes
Servings 4
Ingredients:
Whole Wheat Flour ½ cup
Beetroot Puree as required
Ataman (dry flour)
Method:
Crush Beetroot and prepare puree and take it in a kneading bowl.
Add Whole Wheat Flour gradually as needed and knead dough good enough to roll Roti. Please, don’t add Oil or water at all.
Put a flat clay pan (clay tava) on high flame to preheat.
Pinch little dough and make a ball of it and roll round Roti. Use ataman (dry flour) for easy rolling.
Roast both sides well of rolled Roti on preheated flat clay pan.
Prepare number of Roti from dough.
Serve as a part of Satvik Thali.
HERE IS FULL MEAL… THALI… WHICH CONTAINS PURE AND VITAL FOOD WITH INTACT NUTRITIONS…
No Comments