તૈયારી માટે ૨ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧૦ સર્વિંગ
સામગ્રી :
ક્રેકજેક બિસ્કીટ ૧૦
ખાંડ ૧/૨ કપ
માખણ ૨ ટેબલ સ્પૂન
ક્રીમ / મલાઈ ૧/૪ કપ
ડાર્ક ચોકલેટ ૧/૪ કપ
મિલ્ક ચોકલેટ ૧/૪ કપ
રીત :
એક બેકિંગ ડીશ પર એલ્યુમિનિયમ ફોઈલ ગોઠવો.
એની ઉપર ક્રેકજેક બિસ્કીટ ગોઠવો.
એક પૅન માં ખાંડ લો અને ધીમા તાપે ધીરે ધીરે હલાવતા રહી ઓગાળો.
ખાંડ ઓગળે એટલે તરત જ એમાં માખણ અને ક્રીમ ઉમેરો. ઘાટુ થઈ જાય ત્યા સુધી ધીમા તાપે ધીરે ધીરે હલાવો.
ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી હટાવી, તરત જ બેકિંગ ડીશ પર ગોઠવેલા બધા બિસ્કીટ પર ફેલાવીને રેડો.
ઓવન પ્રી-હીટ કરી લો. ૧૮૦° પર ૨ મિનિટ માટે બિસ્કીટ બૅક કરી લો.
ઓવેનમાંથી બહાર કાઢીને તરત જ, હજી ગરમ હોય ત્યા જ, બધા બિસ્કીટ ઉપર ખમણેલી ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ છાંટી દો. બિસ્કીટ હજી ગરમ જ હોઇ, ચોકલેટ આપોઆપ ઓગળી જશે.
૨૦ થી ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.
પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.
સરસ સ્વાદ માટે ફ્રીજમાં ઠંડી કરેલી ખાઓ.
થોડી મીઠી, થોડી ખારી, સ્વીટ & સોલ્ટી બાઈટ.
Preparation time 2 minutes
Cooking time 10 minutes
Servings 10
Ingredients:
Crack Jack Biscuits 10
Sugar ½ cup
Butter 2 tbsp
Cream ¼ cup
Dark Chocolate ¼ cup
Milk Chocolate ¼ cup
Method:
Set Aluminum Foil Paper on a baking dish.
Arrange Crack Jack Biscuits on it.
Take Sugar in a pan and melt it low flame while stirring occasionally. Add Butter and Cream. Stir while on low flame until it thickens. Then, pour this mixture over arranged Biscuits on a baking dish.
Pre-heat the oven. Bake it for 2 minutes only at 180° in pre-heated oven.
Immediately, when it is still hot out taking out of the oven, shred Dark Chocolate and Milk Chocolate to sprinkle all over it. Chocolate will be melted due to the temperature.
Keep it in the refrigerator for 20 to 30 minutes to set.
Cut pieces of size and shape of choice.
Serve fridge cold for better taste.
Just Bite It…and…Say It…
Is it Sweet…!!! Is it Salty…!!!
No Comments