લેમન કોરીઍન્ડર કોલીફલાવર રાઇસ / Lemon Coriander Cauliflower Rice

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

આદુ-લસણ-મરચાં ૧ ટેબલ સ્પૂન

(જીણા સમારેલા)

ડુંગળી જીણી સમારેલી ૧

ફૂલકોબી ૩૦૦ ગ્રામ

વેજીટેબલ સ્ટોક ક્યૂબ ૧

ચોખા અધકચરા બાફેલા ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

લેમન ઝેસ્ટ ૧/૨ ટી સ્પૂન

ધાણાભાજી સમારેલી ૧/૪ કપ

લીંબુ નો રસ ૧/૨ ટી સ્પૂન

 

રીત :

ફૂલકોબી ધોઈ, સાફ કરી ખમણી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ૧/૨ કપ પાણી લો અને મધ્યમ તાપે મુકો.

 

એમાં વેજીટેબલ સ્ટોક ક્યૂબ ઓગળી લો.

 

તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

બીજા એક પૅન માં તેલ ગરમ કરો.

 

જીણા સમારેલા આદુ, લસણ, મરચાં અને ડુંગળી ઉમેરો. સાંતડી લો.

 

ખમણેલી ફૂલકોબી ઉમેરો.

 

વેજીટેબલ સ્ટોક ક્યૂબ વારુ પાણી ઉમેરો. મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ પકાવો.

 

અધકચરા બાફેલા ચોખા અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. ઢાંકી દો અને પકાવો. આશરે ૫ થી ૮ મિનિટ લાગશે.

 

ચોખા બરાબર પાકી જાય એટલે લેમન ઝેસ્ટ, સમારેલી ધાણાભાજી અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

તાજે તાજા અને ગરમા ગરમ પીરસો.

 

ભાત ને સ્વાદસભર બનાવો..

લીંબુ ની મહેક થી..

ધાણાભાજી ની તાજગી થી..

ફૂલકોબી ની કુણાશ થી..

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Oil 1 tbsp

Ginger-Garlic-Chilli 1 tbsp

(finely chopped)

Onion finely chopped 1

Cauliflower 300g

Vegetable Stock Cube 1

Rice partially cooked 1 cup

Salt to taste

Lemon Zest ½ ts

Fresh Coriander Leaves chopped ¼ cup

Lemon Juice ½ ts

 

Method:

Wash, clean and grate Cauliflower.

 

Take ½ cup of water in a pan and put it on medium flame. Dilute Vegetable Stock Cube in it.

 

Heat Oil in a pan.

 

Add finely chopped Ginger, Garlic, Chilli, Onion and sauté.

 

Add grated Cauliflower.

 

Add Vegetable Stock Cube water. Cook it for 2-3 minutes.

 

Add partially cooked Rice and Salt. Mix well. Cover with a lid and cook.

 

When it is cooked, add Lemon Zest, Fresh Coriander Leaves and Lemon Jiuce. Mix well.

 

Serve Fresh and Hot.

 

Make Rice better Delicious with Zest of Lemon, Freshness of Coriander Leaves and Yummy Cauliflower.

error: Content is protected !!