ભરેલા ગુંદા કેરી નું શાક / Bharela Gunda Keri nu Shak / Stuffed Mango-Gum Berry

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગુંદા ૧૦

નાની કાચી કેરી ૫

 

ભરવા માટે :

બેસન ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૧ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ગોળ ખમણેલો ૧ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૩ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

 

રીત :

ગુંદામાંથી ઠળિયા કાઢી લો. ૧ ટેબલ સ્પૂન જેટલું મીઠું મીક્ષ કરી એક બાજુ રાખી દો.

 

નાની કાચી કેરીમાંથી ગોટલી કાઢી લો અને કેરી એક બાજુ રાખી દો.

 

ભરવા માટે :

એક વાટકામાં બેસન લો. એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ખમણેલો ગોળ, લીંબુ નો રસ અને ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. ભરવા માટે મિક્સચર તૈયાર છે.

 

બધા ગુંદા અને કેરી માં તૈયાર કરેલું મિક્સચર ભરી દો.

 

ભરેલા ગુંદા અને કેરી ને સ્ટીમરમાં વરાળથી બાફી લો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. રાય, જીરું અને હિંગ ઉમેરો. તતડી જાય એટલે એમાં વરાળથી બાફેલા ગુંદા અને કેરી ઉમેરો. બરાબર મીક્ષ કરી ધીમા તાપે ૫-૬ મિનિટ પકાવો. બળી ના જાય એ માટે થોડી થોડી વારે હળવેથી ફેરવતા રેવું.

 

રોટલી, નાન કે પરાઠા સાથે ગરમા ગરમ પીરસો.

 

વરસ માં એક સીઝન દરમ્યાન જ મળતા ગુંદા અને નાની કાચી કેરી ના બેજોડ સ્વાદની મજા લો.

 

Prep.10 min.

Cooking time 15 min.

for 4 Persons

Ingredients:

Gum berry  (Gunda)                10

Small Mango (Raw-Green)     5

For Stuffing:Continue Reading

error: Content is protected !!