કોમ્બડી વડે / માલવાની વડે થેચા સાથે / Kombdi Vade / Malvani Vade with Thecha

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

આ વાનગી મુળ, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા કોંકણ પ્રદેશ ની છે અને પસંદગી મુજબ અલગ અલગ શાક સાથે ખવાતી મુખ્ય વાનગી છે.

 

સામગ્રી :

કોમ્બડી વડે / માલવાની વડે માટે :

ધાણા આખા ૧ ટેબલ સ્પૂન

મેથી આખી ૧ ટી સ્પૂન

મરી આખા ૧ ટી સ્પૂન

અડદ દાળ પલાળેલી ૧/૨ કપ

મરચા ૨

આદુ નાનો ટુકડો ૧

ચોખા નો લોટ ૧ કપ

બેસન ૧/૪ કપ

હળદર ૧ ટી સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

ગરમ કરેલું તેલ ૧ ટેબલ સ્પૂન

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે બટેટા નું શાક

 

થેચા માટે :

મરચા ૮-૧૦

લસણ ની કળી ૮-૧૦

ધાણાભાજી ૫ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

 

રીત :

કોમ્બડી વડે / માલવાની વડે માટે :

મીક્ષરની જારમાં આખા ધાણા, મેથી અને મરી લો, પીસી લઈ, કરકરો પાઉડર બનાવી લો. એક બાજુ રાખી દો.

 

મીક્ષરની જારમાં પલાળેલી અડદ દાળ, મરચા અને આદુ લો. થોડુ પાણી ઉમેરો અને પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો. એક બાજુ રાખી દો.

 

એક બાઉલમાં ચોખા નો લોટ અને બેસન લો.

 

એમા હળદર, જીરું પાઉડર, મીઠુ અને ગરમ કરેલું તેલ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

એમા, તૈયાર કરેલો કરકરો પાઉડર અને જીણી પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું પાણી ઉમેરી જરા કઠણ લોટ બાંધી લો. અંદાજીત ૧ કલાક માટે રાખી મુકો.

 

બાંધેલા લોટ સાથે થોડું તેલ લો અને એકદમ મસળી લો.

 

હવે, બાંધેલા લોટમાંથી એક નાનો લુવો લો, નાનો બોલ બનાવો અને બે હથેળી વચ્ચે હળવેથી દબાવી, ધીરે ધીરે થપથપાવી, નાનો ગોળ આકાર આપો.

 

આ રીતે બાંધેલા લોટમાંથી બધા વડા તૈયાર કરો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એક પછી એક, બધા વડા, મધ્યમ તાપે ગરમ તેલમાં જરા આકરા તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલમાં ઉલ્ટાવો.

 

થેચા માટે :

મરચાંના મોટા ટુકડા કાપી લો.

 

એક તવો ગરમ કરો. એના ઉપર સતત, ધીરે ધીરે હલાવીને મરચાંના મોટા ટુકડા સેકી લો અથવા મરચા ગ્રીલ કરી લો.

 

સેકેલા અથવા ગ્રીલ કરેલા મરચા, મીક્ષરની જારમાં લો.

 

એમા લસણ ની કળી, ધાણાભાજી, મીઠુ અને લીંબુ નો રસ ઉમેરો.

 

પીસી લઈ, કરકરી પેસ્ટ બનાવો.

 

મીક્ષરની બદલે ખાંડણી-દસ્તા વડે ખાંડીને કરકરી પેસ્ટ બનાવી શકાય.

 

થેચા, મહારાષ્ટ્રીયન ચટણી, તૈયાર છે.

 

બટેટા ના શાક અને થેચા સાથે ગરમા ગરમ કોમ્બડી વડે પીરસો.

 

ભરપેટ ખાઓ, કોમ્બડી વડે / માલવાની વડે.

Preparation time 20 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

This recipe is originated from KONKAN region in Maharashtra state of India. It’s a staple food served with curry of choice.

 

Ingredients:

 

For Kombdi Vade / Malvani Vade:

Whole Coriander Granules 1 tbsp

Whole Fenugreel Granules 1 ts

Whole Black Pepper Granules 1 ts

Skinned and Split Black Gram (soaked) ½ cup

Green Chilli 2

Ginger 1 small pc

Rice Flour 1 cup

Gram Flour ¼ cup

Turmeric Powder 1 ts

Cumin Powder 1 ts

Salt to taste

Heated Oil 1 tbsp

Oil to deep fry

 

Potato Curry for serving.

 

For Thecha:

Green Chilli 8-10

Garlic Cloves 8-10

Fresh Coriander Leaves 5 tbsp

Salt to taste

Lemon Juice 1 tbsp

 

Method:

For Kombdi Vade / Malvani Vade:

Take in a dry grinding jar of mixer, Whole Coriander Granules, Whole Fenugreek Granules and Whole Black Pepper Granules and grind to coarse powder. Keep it a side.

 

Take in a wet grinding jar of mixer, soaked and drained Skinned and Split Black Gram, Green Chilli and Ginger. Add little water and grind to fine paste. Keep it a side.

 

Take in a bowl, Rice Flour and Gram Flour. Add Turmeric Powder, Cumin Powder, Salt and heated Oil. Mix very well. Add prepared coarse powder and paste. Mix well. Knead semi stiff dough adding water slowly as needed. Leave it to rest for approx 1 hour.

 

Take little Oil with prepared dough and knead very well again.

 

Pinch little dough and make a small ball of it and press between two palms and pat to give a small round shape. Repeat to make number of pieces and keep a side.

 

Heat Oil in a deep fry pan.

 

Deep fry all prepared round pieces one by one in heated Oil on medium flame. Flip to fry well both sides.

 

For Thecha:

Chop Green Chilli in big pieces.

 

Preheat roasting pan or skillet. Roast chopped Green Chilli on preheated pan while stirring slowly and continuously. Alternatively, you can grill Green Chilli.

 

When roasted or grilled, take in a wet grinding jar of mixer.

 

Add Garlic Cloves, Fresh Coriander Leaves, Salt and  Lemon Juice.

 

Grind to coarse paste.

 

Alternatively, you can mash this ingredients using mortar-pestle to coarse paste.

 

Thecha – Maharashtrian Special Chutney  is ready.

 

Serve Kombdi Vade Hot with Potato Curry and Thecha.

 

Feel Full Eating Kombdi Vade / Malvani Vade…

Accompanied with Thecha…

મુંગ મસાલા પુરી / Mung Masala Puri / Green Gram Spiced Puri

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧૫ પુરી અંદાજીત

 

સામગ્રી :

મગ ની છડી દાળ ૧/૨ કપ

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તલ ૧ ટી સ્પૂન

તેલ ૨ ટેબલ સ્પૂન

ઘઉ નો લોટ ૨ કપ

તળવા માટે તેલ

ચાટ મસાલો

 

રીત :

મગ ની છડી દાળ કમ સે કમ ૩ કલાક માટે પલાળો. પછી, એકદમ જીણી પીસી લો.

 

એક કથરોટમાં ઘઉ નો લોટ લો.

 

એમા ૨ ટેબલ સ્પૂન જેટલુ તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરી દો. એક બાજુ રાખી દો.

 

જીણી પીસેલી મગ ની છડી દાળમાં આદુ-મરચા ની પેસ્ટ, મીઠુ, તલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો. થોડો થોડો ઘઉ નો લોટ મીક્ષ કરતાં જઇ, કઠણ લોટ બાંધી લો. પાણી ઉમેરવાની જરૂર નથી.

 

બાંધેલા લોટમાંથી નાના નાના લુવા બનાવી લો. દરેક લુવાનો બોલ બનાવી લો. દરેક બોલ વણીને નાની પુરી બનાવી લો. ચોંટે નહી અને વણવામાં સરળતા રહે એ માટે જરૂર લાગે તો વણવાના પાટલા અને વેલણ પર થોડું તેલ લગાવવું. વણેલી પુરીઓ, સુકા અને સાફ કાગળ અથવા કપડા પર છુટી છુટી રાખો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને વણેલી બધી પુરીઓ વારાફરતી તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે થોડી વારે તેલ ઉલટાવો. આછી ગુલાબી તળી લો. તળાય જાય એટલે બધી પુરીઓ છુટી છુટી રાખવી, ઢગલો ના કરવો.

 

તળેલી દરેક પુરી ઉપર થોડો ચાટ મસાલો છાંટો. સામાન્ય તાપમાન થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

એર ટાઇટ બરણીમાં ભરી, સુકી અને ઠંડી જગ્યાએ રાખી દો.

 

પરીવાર ના સભ્યો અને મહેમાનોને ચા કે કોફી સાથે આપો.

Preparation time 15 minutes

Cooking time 10 minutes

Yield 15 Puri approx.

 

Ingredients:

Skinned and Split Green Gram ½ cup

Ginger-Chilli Paste 1 ts

Salt to taste

Sesame Seeds 1 ts

Oil 2 tbsp

Whole Wheat Flour 2 cup

Oil to deep fry

Chat Masala to sprinkle

 

Method:

Soak Skinned and Split Green Gram for approx 3 hours. Then, crush it finely.

 

Take Whole Wheat Flour in a kneading bowl. Add 2 tbsp of Oil and mix well. Keep it a side.

 

In crushed Green Gram Split, add Ginger-Chilli Paste, Salt and Sesame Seeds. Mix well. Adding prepared Whole Wheat Flour slowly, knead stiff dough. No need to add water.

 

Make number of small lumps of dough. Make small ball of each lump. Roll Puri (small round thin flat bread) of each ball. If needed, apply little Oil on rolling board and Rolling Stick to make rolling easier. Keep rolled Puri separately on dry and clean paper or cloth.

 

Heat Oil to deep fry. Deep fry all rolled Puri.

 

Sprinkle little Chat Masala on deep fried Puri. Leave them to cool down to normal temperature.

 

Store in a cool and dry place.

 

Serve Family Members and Guest…with Tea or Coffee…

 

Untimely snack…Green Gram Spiced Puri…

મસાલા પુરી / Masala Puri / Spiced Puri

 

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧૦ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

મેંદો ૧ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

ઓરેગાનો ૧ ટી સ્પૂન

કાળા તલ ૧ ટી સ્પૂન

દહી ૧ ટેબલ સ્પૂન

તેલ ૩ ટેબલ સ્પૂન

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, મેંદો અને રવો એકીસાથે લો. બરાબર મીક્ષ કરો.

 

તેલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

મીઠું, ચીલી ફલૅક્સ, ઓરેગાનો, કાળા તલ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

દહી ઉમેરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા રહી જરા કઠણ લોટ બાંધી લો.

 

૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

બાંધેલા લોટમાંથી નાના નાના બોલ બનાવી પુરીઓ વણી લો. વણવા ના પાટલા અને વેલણ પર થોડું તેલ લગાવી લેવું જેથી વણવા માં સરળતા રહેશે.

 

વણેલી પુરીઓ કોરા કાગળ, સ્ટીલની થાળી કે કાચની પ્લેટ પર રાખવી જેથી ઉપાડતી વખતે પ્લેટ પર ચોંટીને તુટે નહી.

 

ધીમા-મધ્યમ તાપે તળવા માટે તેલ ગરમ કરો.

 

વણેલી બધી પુરીઓ આછી લાલ થઈ જાય એવી તળી લો. બન્ને બાજુ બરાબર તળાય એ માટે તેલમાં દરેક પુરી ઉલટાવવી. દરેક પુરી ફુલવી જોઈએ.

 

નાસ્તા માટે, પ્લેન દહી કે મસાલા વાળા દહી સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

મુખ્ય ભોજન માટે, પસંદના કોઈ પણ શાક સાથે ગરમા ગરમ પુરી પીરસો.

 

રોજ-બ-રોજ ની મોરી રોટલી ની બદલે આજે આ મસાલા પુરી અજમાવો.. મજા પડી જશે..

 

Prep.5 min.

Cooking time 5 min.

Yield 10 pcs.

Ingredients:
Wheat Flour 1 cup
Refined White Wheat Flour (Maida) 1 cup
Semolina ¼ cupContinue Reading

error: Content is protected !!