તપકીર નો હલવો / કરાચી હલવો / Tapkir no Halvo / Karachi Halvo

તપકીર નો હલવો / કરાચી હલવો / Tapkir no Halvo / Karachi Halvo

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૬ મિનિટ

૮-૧૦ નંગ

 

સામગ્રી :

ખાંડ ૧ કપ

લીંબુ નો રસ ૧/૪ ટી સ્પૂન

પસંદ મુજબ નો ફૂડ કલર ૧/૪ ટી સ્પૂન

તપકીર ૧/૨ કપ

ઘી ૪ ટેબલ સ્પૂન

સુકો મેવો ૧/૨ કપ

(કાજુ, બદામ, પીસ્તા, બધાના ટુકડા)

 

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

એલચી ના દાણા ૧/૨ ટી સ્પૂન

 

રીત :

માઇક્રોવેવ માટેના એક બાઉલમાં ખાંડ લો.

 

એમા ૧ કપ જેટલુ પાણી અને લીંબુ નો રસ ઉમેરો. ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

પછી, ફૂડ કલર ઉમેરો, બરાબર મીક્ષ કરો અને એક બાજુ રાખી દો.

 

માઇક્રોવેવ માટેના બીજા એક બાઉલમાં તપકીર લો. એમા ૨ કપ જેટલુ પાણી ઉમેરો અને ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

પછી, તૈયાર કરેલું ખાંડનું પાણી, તપકીરના મીશ્રણમાં ઉમેરો અને બરાબર મીક્ષ કરો અને ફીણી લો. કોઈ ગઠાં ના રહી ના જાય એ ખાસ જોવું.

 

પછી એમા ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ઉમેરો, હલાવી લો અને માત્ર ૩૦ સેકંડ માટે માઇક્રોવેવ કરી લો.

 

ફરી, ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ઉમેરો, હલાવી લો અને માત્ર ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

ફરી એક વાર, ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી, એલચી પાઉડર અને એલચી ના દાણા ઉમેરો. હલાવી લો અને ફરી ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

પછી એમા સુકો મેવો ઉમેરો. બરાબર મીક્ષ કરો અને ૧ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો.

 

મોલ્ડ અથવા પ્લેટ પર ઘી લગાવી દો અને એમા, તૈયાર કરેલું મીશ્રણ સમથળ પાથરી દો. ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો અને મોલ્ડમાંથી કાઢી લો.

 

તરત જ આરોગો યા તો બરણીમાં ભરી દો અને જરૂર હોય ત્યારે પીરસો.

 

તપકીર નો હલવો, કરાચી નો હલવો, કરાચીની વાનગી કીચન માં કૂક કરો.

Preparation time 0 minutes

Cooking time 6 minutes

Yield 8-10 pcs

 

Ingredients:

Sugar 1 cup

Lemon Juice ¼ ts

Food Colour of choice ¼ ts

Arrowroot Powder ½ cup

Ghee 4 tbsp

Mix Dry Fruit ½ cup

(Cashew Nuts, Almonds, Pistachio. All broken pieces)

Cardamom Powder ½ ts

Cardamom Granules ½ ts

 

 

Method:

Take Sugar in a microwave compatible bowl. Add 1 cup of water and Lemon Juice. Microwave it for 1 minute. Then, add Food Colour of choice. Stir to mix it. Keep a side.

 

Take Arrowroot Powder in a microwave compatible bowl. Add 2 cups of water. Microwave it for 1 minute.

 

Add prepared Sugar Water in Arrowroot Powder mixture. Mix very well as well as whisking. Make sure of no lump.

 

Add 1 tbsp of Ghee in it. Stir it well. Microwave it for 30 seconds.

 

Again, add 1 tbsp of Ghee, stir it well. Microwave it for 1 minute.

 

Once again, add 1 tbsp of Ghee, Cardamom Powder and Cardamom Granules. Stir well. Microwave it for 1 minute.

 

Then, add Mix Dry Fruits and mix well. Microwave it for 1 minute.

 

Set the prepared mixture in a greased mould or a greased flat bottom plate. Leave it to cool down.

 

Cut in size and shape of choice.

 

Remove the pieces from the mould.

 

Enjoy immediately or store to enjoy anytime later.

 

So Easy to Kook Karachi Recipe in Kitchen…That’s Karachi Halvo….

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!