થાળી / ચોળી નું શાક અને રોટલી / ચોરી નું શાક અને રોટલી / Thali / Full Meal / Choli nu Shak ne Roti / Chori nu Shak ne Rotli

થાળી / ચોળી નું શાક અને રોટલી / ચોરી નું શાક અને રોટલી / Thali / Full Meal / Choli nu Shak ne Roti / Chori nu Shak ne Rotli

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

રોટલી માટે :

ઘઉ નો લોટ ૧ કપ

તેલ ૧ ટી સ્પૂન

અટામણ

ઘી

 

શાક માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ૧/૪ ટી સ્પૂન

લીલી ચોળી જીણી સમારેલી ૨૦૦ ગ્રામ

લસણ પીસેલું ૫ કળી

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૨ ટી સ્પૂન

 

રીત :

રોટલી માટે :

એક કથરોટમાં ઘઉ નો લોટ લો.

 

એમાં તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઇ નરમ લોટ બાંધી લો.

 

બાંધેલો લોટ ઢાંકી દો અને આશરે ૧૦ મિનિટ માટે રાખી મુકો.

 

પછી, બાંધેલા લોટમાંથી એક નાનો લુવો લો, એનો બોલ બનાવો, બે હથેળી વચ્ચે હળવેથી દબાવો.

 

એને અટામણ (કોરો ઘઉ નો લોટ) માં રગદોળી કોટ કરી લો. જેથી વણવાનું સરળ રહેશે.

 

વણવા નો પાટલો અને વેલણ વડે વણી લઈ આછી ગોળ રોટલી વણી લો.

 

વણવા દરમ્યાન જરૂર લાગે ત્યારે અટામણ માં જબોળી કોટ કરતાં રેવું, જેથી સરળતાથી વણી શકાશે અને પાટલા અને વેલણમાં ચોંટશે નહીં.

 

મધ્યમ તાપે તવો ગરમ કરો.

 

ગરમ થયેલા તવા પર વણેલી રોટલી મુકો.

 

નીચેની બાજુ અધકચરી સેકાય જાય એટલે રોટલીને તવા પર ઉલટાવો.

 

નીચેની બાજુ બરાબર સેકાય જાય એટલે તાપ પરથી તવો હટાવી લો અને રોટલીની અધકચરી સેકેલી બાજુ નીચેની તરફ કરી, સીધી જ તાપ પર મુકો. તવા પર રોટલીની ઉપરની બાજુ એકદમ હળવેથી તવેથો અડાળો. રોટલી ફુગ્ગા ની જેમ ફુલશે. એ માટે ફક્ત ૫ થી ૭ સેકંડ જ લાગશે. રોટલી બળી ના જાય એ ખાસ ખ્યાલ રાખવો. તાપ પરથી રોટલી હટાવી લો અને ઉલટાવીને પ્લેટ પર મુકો.

 

રોટલીની ઉપરની બાજુ ઘી લગાવો.

 

આ રીતે બધી રોટલી તૈયાર કરો.

 

શાક માટે :

એક પ્રેશર કૂકર માં ઊંચા તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ ઉમેરો.

 

તતડે એટલે જીણી સમારેલી લીલી ચોળી ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં પીસેલું લસણ અને જીણા સમારેલા ટમેટાં ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એમાં હળદર, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

૧/૪ કપ જેટલું પાણી ઉમેરો અને ૨ સીટી જેટલું પ્રેશર કૂક કરો.

 

પછી, કમ સે કમ ૫ મિનિટ માટે પ્રેશર કૂકર ઠંડુ થવા રાખી મુકો.

 

રોટલી સાથે ગરમા ગરમ પીરસો.

 

ગુજરાતી રસોઈ ની અદભુત વાનગીઓમાંની આ તો માત્ર એક છે. ચોળી નું શાક અને રોટલી.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 2 Persons

 

Ingredients:

For Roti:

Whole Wheat Flour 1 cup

Oil 1 ts

Ataman

Ghee

 

For Shak:

Oil 2 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Asafoetida Powder ¼ ts

Chowli (Long Beans) fine chopped 200g

Garlic crushed 5 buds

Tomato fine chopped 1

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 2 ts

 

Method:

For Roti:

Take Whole Wheat Flour in a mixing bowl.

 

Add Oil and mix very well.

 

Knead soft dough adding little water gradually.

 

Cover prepared dough and leave it to rest for 10 minutes.

 

Take a pinch of dough and make a ball of it and squeeze it lightly between two palms to flatten it little.

 

Coat it all around with Ataman (Whole Wheat Flour dry) to make it easier to roll.

 

Roll it using rolling board and rolling stick giving thin round shape.

 

Coat it with Ataman frequently while rolling to prevent it sticking on rolling board.

 

Preheat roasting pan on medium flame.

 

Partly roast one side of rolled Roti on preheated pan.

 

Flip Roti to roast another side. Roast this side properly.

 

Flip Roti again, remove the pan from flame, put partly roasted side of Roti facing down direct on flame. Touch Roti on flame very lightly with a flat head spoon. Roti will inflate. Take care of not burning Roti.

 

Remove Roti from flame, flip it and put it on a plate.

 

Apply Ghee on the top surface of Roti.

 

Repeat to make number of Roti.

 

For Shak:

Heat Oil in a pressure cooker on high flame.

 

Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder and fine chopped Chawli. Mix well.

 

Add crushed Garlic and fine chopped Tomato. Mix well.

 

Add Turmeric Powder, Red Chilli Powder and Coriande-Cumin Powder. Mix well while sautéing.

 

Add ¼ cup of water and pressure cook to 2 whistles.

 

Leave pressure cooker cool off for 5 minutes.

 

Serve Hot with Roti.

 

This is just one wonder from GUJARATI KITCHEN…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!