તીરંગા પુલાવ / Tiranga Pulav / Tri-Coloured Pilao

તીરંગા પુલાવ / Tiranga Pulav / Tri-Coloured Pilao

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૩ સર્વિંગ

 

સામગ્રી :

રાંધેલા ભાત ૩ કપ

 

સફેદ ભાત માટે :

માખણ ૨ ટેબલ સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

કાજુ ૧ ટેબલ સ્પૂન

ટુટ્ટી ફ્રુટ્ટી ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

લીલા ભાત માટે :

લીલી ચટણી ૩ ટેબલ સ્પૂન

 

લાલ ભાત માટે :

માખણ ૨ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

બીટ ખમણેલું ૧ ટેબલ સ્પૂન

ટોમેટો પ્યુરી ૧/૨ કપ

મીઠુ સ્વાદ મુજબ

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ટોમેટો કેચપ ૧ ટી સ્પૂન

 

ગ્રીસીંગ માટે માખણ

સજાવટ માટે ટોમેટો કેચપ

 

રીત :

સફેદ ભાત માટે :

એક બાઉલમાં ૧ કપ જેટલો ભાત લો.

 

એમા માખણ, જીરું કાજુ, ટુટ્ટી ફ્રુટ્ટી અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને એક બાજુ રાખી દો.

 

લીલા ભાત માટે :

એક બાઉલમાં ૧ કપ જેટલો ભાત લો.

 

એમા લીલી ચટણી ઉમેરો. બરાબર મીક્ષ કરો અને એક બાજુ રાખી દો.

 

લાલ ભાત માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમા જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને સંતડો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

સાંતડાઈ જાય એટલે ટોમેટો પ્યુરી, ખમણેલું બીટ, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર ઉમેરો, બરાબર મીક્ષ કરો.

 

મધ્યમ તાપે ૩ થી ૪ મિનિટ માટે પકાવો.

 

પછી, ટોમેટો કેચપ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે એમા, ૧ કપ જેટલો ભાત ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

એક બેકિંગ ડીશ પર માખણ લગાવી દો.

 

એની ઉપર દરેક કલરના એક-એક થર પાથરી દો.

 

તૈયાર કરેલી બેકિંગ ડીશ માઇક્રોવેવ માં મુકી, માત્ર ૩૦ સેકંડ માટે માઇક્રોવેવ કરી લો.

 

સાવ સાદા ભાત, એ જ ભાત, વધેલા ભાત, સુધારો-વધારો કરીને ૩ અલગ અલગ સ્વાદ માં બનાવેલા ભાત, તીરંગા પુલાવ.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Servings 3

 

Ingredients:

Boiled or Steamed Rice 3 cup

(Excess rice after meal)

For White Rice:

Butter 2 tbsp

Cumin Seeds 1 ts

Cashew Nuts 1 tbsp

Tutti Fruitty 1 tbsp

Salt to taste

For Green Rice:

Green Chutney 3 tbsp

For Red Rice:

Butter 2 tbsp

Onion finely chopped 1

Garlic Paste 1 ts

Beet Root grated 1 tbsp

Tomato Puree ½ cup

Salt to taste

Garam Masala 1 ts

Red Chilli Powder 1 ts

Tomato Ketchup 1 ts

 

Butter for Greasing.

 

Tomato Ketchup for garnishing.

 

Method:

For White Rice:

Take 1 cup of Rice in a bowl. Add Butter, Cumin Seeds, Cashew Nuts, Tutti Fruitty and Salt. Mix well. Keep a side.

 

For Green Rice:

Take 1 cup of Rice in a bowl. Add Green Chutney and mix well. Keep a side.

 

For Red Rice:

Heat Butter in a pan. Add finely chopped Onion. When Onion softens, add Garlic Paste. When sautéed, add Tomato Puree, grated Beet Root, Salt, Garam Masala, Red Chilli Powder. Mix well. Cook for 3-4 minutes on medium flame. Add Tomato Ketchup and mix well. Add 1 cup of Rice. Mix well. Remove the pan from the flame.

 

Grease baking dish with Butter. Make 3 layers each of prepared coloured Rice.

 

Microwave for 30 seconds only.

 

Enjoy The Simple Rice…Same Rice…Excess Rice…

 

                                                            Modified in Three Delicious Flavours…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!