ગહત કા શોરબા / Gahat ka Shorba

ગહત કા શોરબા / Gahat ka Shorba

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

જીરું ૧ ટી સ્પૂન

ધાણા આખા ૧/૨ ટી સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૪

બાદીયા ૧

જખીયા ૧ ટી સ્પૂન

(જખીયા ના મળે તો રાય નો ઉપયોગ કરો)

હિંગ ચપટી

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

ટમેટા સમારેલા ૧

ધાણાભાજી ની ડાળખી સમારેલી ૧ ટેબલ સ્પૂન

ગહત (કળથી) પલાળેલી ૧/૨ કપ

મીઠુ સ્વાદ મુજબ

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

લીંબુ ૧

 

રીત :

પ્રેશર કૂકરમાં ઊંચા તાપે તેલ ગરમ કરો.

 

એમા જીરું, આખા ધાણા, તજ, લવિંગ, બાદીયા, જખીયા અને હિંગ ઉમેરો.

 

તતડે એટલે આદુ-લસણ-મરચા ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડો.

 

ડુંગળી નરમ થઈ જાય એટલે સમારેલા ટમેટા ઉમેરો અને ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

પછી, સમારેલી ધાણાભાજી ની ડાળખી અને પલાળેલા ગહત ઉમેરો.

 

૨ ગ્લાસ પાણી અને મીઠુ ઉમેરો.

 

૩ થી ૪ સીટી જેટલુ પ્રેશર કૂક કરી લો.

 

પછી, ૧૦ થી ૧૫ મિનિટ માટે પ્રેશર કૂકર ઠંડુ થવા દો.

 

પછી, પ્રેશર કૂકર ખોલો, ગરણીથી ગાળીને પાણી એક બાઉલમાં લઈ લો.

 

એ પાણીમાં મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

તાજે તાજુ જ પીરસો.

 

ગહત કા શોરબા પીઓ, શક્તિ મહેસુસ કરો.

 

પ્રોટીનથી ભરપુર, ખુબ જ શક્તિદાયક, ગહત કા શોરબા, હિમાચલ પ્રદેશ કા શોરબા.

Preparation time 5 minutes

Cooking time 20 minutes

Servings 2

 

Ingredients:

Oil 1 ts

Cumin Seeds 1 ts

Coriander Granules ½ ts

Cinnamon 1

Clove buds 4

Star Anise 1

Jakhiya 1 ts

(Asian Spider Weeds / Wild Mustard Seeds)

(optionally, Mustard Seeds can be used)

Asafoetida Powder Pinch

Ginger-Chilli-Garlic Paste 1 tbsp

Onion chopped 1

Tomato chopped 1

Fresh Coriander Stems 1 tbsp

Kalthi (Gahat) soaked ½ cup

(Horse Gram)

Salt to taste

Black Pepper Powder ½ ts

Lemon Juice of 1 lemon

 

Method:

Heat Oil in a pressure cooker on high flame. Add Cumin Seeds, Coriander Granules, Cinnamon, Clove buds, Star Anise, Jakhiya and Asafoetida Powder. When crackled, add Ginger-Chilli-Gralic Paste and chopped Onion. When Onion softens, add chopped Tomato and cook for 2-3 minutes. Add Fresh Coriander Stems and soaked Horse Gram. Add approx 2 glasses of water. Add Salt. Pressure cook up to 3 or 4 whistles.

 

Leave pressure cooker to cool down for approx 10-15 minutes.

 

Open the pressure cooker. Strain and collect the water in a bowl.

 

Add Black Pepper Powder and Lemon Juice in strained water. Mix well.

 

Serve Fresh.

 

Drink Gahat ka Shorba…Feel Energy to Climb a Mountain of Himachal Pradesh…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!