તૈયારી માટે ૧૫ મિનિટ
બનાવવા માટે ૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
રીંગણાં સેકેલા છુંદેલા ૧
ગોળ ૧ ટેબલ સ્પૂન
આમલી નો પલ્પ ૨ ટેબલ સ્પૂન
તલ નો પાઉડર ૧ ટેબલ સ્પૂન
ગરમ મસાલો ૧ ટી સ્પૂન
ડુંગળી જીણી સમારેલી ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
વઘાર માટે :
તેલ ૨ ટેબલ સ્પૂન
જીરું ૧ ટેબલ સ્પૂન
સૂકા લાલ મરચાં ૨-૩
હિંગ ચપટી
ડુંગળી ની રીંગ અને ધાણાભાજી
રીત :
એક બાઉલમાં ગોળ, આમલી નો પલ્પ, તલ નો પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું લો. બરાબર મિક્સ કરો.
એમાં સેકેલા અને છુંદેલા રીંગણાં, જીણી સમારેલી ડુંગળી અને ધાણાભાજી ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.
વઘાર માટે :
એક પૅન માં તેલ ગરમ કરો.
એમાં જીરું, સૂકા લાલ મરચાં અને હિંગ ઉમેરો.
તતડે એટલે તાપ પરથી પૅન હટાવી લો અને તૈયાર કરેલા રીંગણાના મિશ્રણમાં આ વઘાર તરત જ ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો.
ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.
સર્વિંગ બાઉલમાં લઈ લો.
એની ઉપર ધાણાભાજી છાંટી, ડુંગળી ની રીંગ મુકી, સજાવો.
રોટલી અથવા બાજરીના રોટલા સાથે પીરસો.
શિયાળા ની કડકડતી ઠંડીમાં રીંગણાં ખાઓ, શરીરમાં ગરમી લાઓ.
Prep.15 min.
Cooking time 5 min.
for 2 Persons
Ingredients:
Eggplants 1
(grilled and mashed)
Jaggery 1 tbsp
Tamarind Pulp 2 tbsp
Sesame Seeds powder 1 tbsp
Garam Masala 1 ts
Onion chopped 1
Fresh Coriander Leaves 2 tbsp
Red Chilli Powder 1 ts
Salt to taste
For Tempering:
Oil 2 tbsp
Cumin Seeds 1 tbsp
Dry Red Chilli 2-3
Asafoetida Powder Pinch
Onion Rings and Fresh Coriander Leaves for garnishing.
Method:
Take in a bowl, Jaggery, Tamarind Pulp, Sesame Seeds Powder, Garam Masala, Red Chilli Powder and Salt. Mix well.
Add grilled and mashed Eggplants, chopped Onion and Fresh Coriander Leaves. Mix well. Keep a side.
For Tempering:
Heat Oil in a pan. Add Cumin Seeds, Dry Red Chilli and Asafoetida Powder. When spluttered, remove the pan from the flame and pour this tempering on prepared Eggplants mixture. Mix well slowly.
Leave it to cool down.
Garnish with Onion Rings and Fresh Coriander Leaves.
Serve with Roti or Millet Rotla…
Hit The Winter Cold with Heat of Eggplants…
No Comments