તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૧૦ લાડુ
સામગ્રી:
અશેડીયો ૧/૪ કપ
બદામ ૧/૪ કપ
સુકા નારીયળ નું ખમણ ૧ કપ
ઘી ૧ ટેબલ સ્પૂન
ગોળ ૧/૨ કપ
એલચી ૧ ટી સ્પૂન
રીત:
એક પૅનમાં અશેડીયો કોરો જ સેકો.
અધકચરો સેકાય જાય એટલે એમાં બદામ ઉમેરી, સેકો.
અધકચરું સેકાય જાય એટલે એમાં, સુકા નારીયળ નું ખમણ ઉમેરી, સેકો.
બધુ બરાબર સેકાય જાય એટલે પૅનમાંથી કાઢી લઈ, મીશ્રણને ઠંડુ થવા દો.
પછી, મીશ્રણને મીક્ષરની જારમાં લઈ, બારીક પીસી લો.
હવે, એક પૅનમાં ઘી અને ગોળ લઈ, ગોળ ઓગળી જાય ફક્ત એટલું જ ગરમ કરો.
ગોળ ઓગળી જાય એટલે એમાં, પીસેલું મીશ્રણ અને એલચી ઉમેરી, બરાબર મીક્ષ કરી દો.
તૈયાર થયેલા મીશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.
લાડુ ઠંડા થઈ જાય એટલે એક એરટાઇટ બરણીમાં ભરી દો.
Preparation time 5 minutes
Cooking time 10 minutes
Yield 10 laddu
Ingredients:
Ashediyo ¼ cup
Almond ¼ cup
Dry Coconut shredded 1 cup
Ghee 1 tbsp
Jaggery ½ cup
Cardamom 1 ts
Method:
Dry roast Ashedio in a pan.
When roasted partially, add Almond and dry roast.
When roasted partially, add shredded Dry Coconut and dry roast.
When everything is roasted well, remove from pan and leave this roasted mixture to cool off.
Then, take mixture in a jar of mixer and crush to fine powder.
Now, take Ghee in a pan and Jaggery. Heat it up only to melt Jaggery.
When Jaggery is melted, add crushed mixture and Cardamom. Mix very well.
Prepare number of balls of prepared mixture.
Laddu is ready.
Leave it to cool off, then, store in an airtight container.
No Comments