ફલાફલ સ્ટીક / Falafal Stick

ફલાફલ સ્ટીક / Falafal Stick

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

તલ સેકેલા ૧/૪ કપ

સફેદ ચણા / કાબુલી ચણા પલાડેલા ૧/૨ કપ

લસણ સમારેલું ૧ ટેબલ સ્પૂન

મરચાં ૩

ડુંગળી સમારેલી ૧

ફુદીનો સમારેલો ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી સમારેલી ૧ ટેબલ સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ ૨ ટેબલ સ્પૂન

ચોખા નો લોટ ૧/૨ કપ

મેંદો ૧/૨ કપ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે હમસ

 

રીત:

ગ્રાઇંડર માં સેકેલા તલ પીસી લો અને એક બાઉલમાં લઈ લો.

 

ગ્રાઇંડર જારમાં, પલાડેલા સફેદ ચણા, સમારેલું લસણ અને મરચાં લઈ, એકદમ જીણું પીસી લો અને બાઉલમાં પીસેલા તલ સાથે મીક્ષ કરી દો.

 

હવે, બાકીની બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી, કઠણ લોટ બાંધી લો.

 

બાંધેલા લોટમાંથી રોટલીઓ વણી લો અને બધી જ રોટલીઓની લાંબી પટ્ટીઓ કાપી લો.

 

પછી, તળવા માટે તેલ ગરમ કરો.

 

ગરમ થયેલા તેલમાં બધી જ પટ્ટીઓ તળી લો. બન્ને બાજુ બરાબર તળવા માટે તેલમાં ઉલટાવવી.

 

હમસ સાથે તાજી જ પીરસો.

Preparation time 20 minutes

Cooking time 15 minutes

For 4 Persons

 

Ingredients:

Sesame Seeds roasted ¼ cup

White Chickpeas soaked ½ cup

Garlic chopped 1 tbsp

Chilli 3

Onion chopped 1

Fresh  Mint Leaves chopped 1 tbsp

Fresh Coriander Leaves chopped 1 tbsp

Cumin Powder 1 ts

Salt to taste

Oil 2 tbsp

Rice Flour ½ cup

Refined White Wheat Flour (Maida) ½ cup

Oil to deep fry

Hummus for serving

 

Method:

Crush roasted Sesame Seeds in a grinder. Then, take in a bowl.

 

Take soaked White Chickpeas, chopped Garlic and Chilli in a grinder jar and crush to fine paste. Then, mix with crushed Sesame Seeds.

 

Now, add all other remaining ingredients, mix well and knead stiff dough.

 

Roll number of roti from dough and cut strips of all roti.

 

Heat Oil to deep fry.

 

Deep fry all strips in heated Oil. Flip to fry both sides well.

 

Serve fresh with Hummus.

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!