કુંભણીયા ભજીયા / Kumbhniya Bhajiya / Fritters from Kumbhan (village)

કુંભણીયા ભજીયા / Kumbhniya Bhajiya / Fritters from Kumbhan (village)

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

આ વાનગી મુળ કુંભણ નામનાં, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા એક ગામડાંની છે. એથી જ એ કુંભણીયા, એટલે કે “કુંભણ ના (કુંભણ ગામનાં)” ભજીયા તરીકે પ્રખ્યાત છે.

 

સામગ્રી :

બેસન ૧ કપ

આદુ જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

મરચા જીણા સમારેલા ૧ ટેબલ સ્પૂન

લસણ જીણું સમારેલું ૧ ટેબલ સ્પૂન

લીંબુ નો રસ ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧ કપ

મીઠુ સ્વાદ મુજબ

તળવા માટે તેલ

સાથે પીરસવા માટે ડુંગળીની સ્લાઇસ અને તળેલા મરચા

 

રીત :

એક બાઉલમાં બેસન લો.

 

એમા, જીણા સમારેલા આદુ, મરચા, લસણ, લીંબુ નો રસ, ધાણાભાજી અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, ૩/૪ કપ જેટલુ પાણી ઉમેરી, બરાબર મિક્સ કરી, જરા ઢીલું ખીરું તૈયાર કરો.

 

એક કડાઈમાં તળવા માટે મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એક હાથના ૪ આંગળા એકીસાથે રાખી, ખીરામાં જબોળી, થોડું ખીરું લઈ, તરત જ, ગરમ તેલમાં, તમારા આંગળા પરથી તેલમાં ફેલાવીને ખીરું રેડી દો. બન્ને બાજુ જરા આકરા તળવા માટે થોડી વારે તેલમાં ઉલટાવો.

બરાબર તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ, વધારાનું તેલ નીતારી લો અને એક સર્વિંગ પ્લેટમાં મુકો.

 

સર્વિંગ પ્લેટમાં, બાજુમાં, ડુંગળીની સ્લાઇસ અને તળેલા મરચા મુકો.

 

કુંભણીયા ભજીયા સાથે વરસાદના વધામણાં કરો.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

For 2 Persons

 

This recipe is originated from the village named KUMBHAN in Bhavnagar District in Gujarat state of India, so it is named KUMBHANIYA means OF KUMBHAN (village).

 

 

Ingredients:

Gram Flour 1 cup

Ginger finely chopped 1 tbsp

Green Chilli finely chopped 1 tbsp

Garlic finely chopped 1 tbsp

Lemon Juice 1 tbsp

Fresh Coriander Leaves 1 cup

Salt to taste

Oil to deep fry

 

Sliced Onion and Fried Fresh Green chilli for serving.

 

Method:

Take Gram Flour in a bowl.

 

Add finely chopped Ginger, Green Chilli, Garlic, Lemon Juice, Fresh Coriander Leave and Salt and mix very well. Add approx ¾ cup of water and mix well to prepare somehow thin batter.

 

Heat Oil in a deep frying pan on medium flame.

 

Dip your all 4 fingers in prepared batter and scoop. Then, immediately pour batter from your fingers in to heating Oil spreading in deep frying pan. Flip to fry both sides well. Fry to brownish. Then, remove from the pan. Drain excess oil.

 

Serve with Sliced Onion and Fried Fresh Green Chilli a side on a plate.

 

Welcome Rain with KUMBHANIYA BHAJIYA…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!