મેથી પાલક નું શાક / Methi Palak nu Shak / Fenugreek Spinach Curry

મેથી પાલક નું શાક / Methi Palak nu Shak / Fenugreek Spinach Curry

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

લસણ ની ચટણી માટે :

લસણ ૧/૪ કપ

લાલ મરચું ૨ પાઉડર ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

તેલ ૧ ટી સ્પૂન

 

શાક માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

હિંગ ૧/૨ ટી સ્પૂન

મરચા જીણા સમારેલા ૧

મેથી ની ભાજી સમારેલી ૨ કપ

પાલક સમારેલી ૨ કપ

હળદર ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

બેસન ૧ ટેબલ સ્પૂન

 

રીત :

લસણ ની ચટણી માટે :

લસણ ની ચટણી માટેની બધી જ સામગ્રી, એકીસાથે, મીક્ષરની જારમાં લો. એકદમ જીણું પીસી લઈ, પેસ્ટ બનાવી લો.

 

લસણ ની ચટણી તૈયાર છે. એક બાજુ રાખી દો.

 

શાક માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા રાય, જીરું, હિંગ અને જીણા સમારેલા મરચા ઉમેરો.

 

તતડે એટલે તૈયાર કરેલી લસણની ચટણી, સમારેલી મેથી ની ભાજી અને પાલક ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

 

હળદર અને મીઠુ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

પૅન ઢાંકી દો અને મધ્યમ તાપે ૨ થી ૩ મિનિટ માટે પાકવા દો.

 

પછી, બેસન ઉમેરો, બરાબર મિક્સ કરો અને હવે ઢાંક્યા વગર જ, પૅન ખુલ્લુ રાખીને જ વધુ ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

શાક તૈયાર છે.

 

બાજરી ના રોટલા સાથે ગરમા ગરમ પીરસો.

 

પરંપરાગત કાઠીયાવાડી, શક્તિદાયક શાક, મેથી પાલક નું શાક.

 

Preparation time10 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

For Garlic Chutney:

Garlic                                      ¼ cup

Red Chilli Powder                   2 tbsp

Coriander-Cumin Powder       1 tbsp

Salt to taste

Oil                                            1 ts

 

For Curry:

 

Oil                                            2 tbsp

Mustard Seeds                        1 ts

Cumin Seeds                          ½ ts

Asafoetida Powder                 ½ ts

Green Chilli finely chopped    1

Fresh Fenugreek Leaves chopped     2 cup

Fresh Spinach chopped          2 cup

Turmeric Powder                    1 ts

Salt to taste

Gram Flour                             1 tbsp

 

Method:

Take all listed ingredients for Garlic Chutney in a wet grinding jar of mixer. Grind to fine paste for Chutney.

 

Heat Oil in a pan.

 

Add Mustard Seeds, Cumin Seeds, Asafoetida Powder and finely chopped Green Chilli.

 

When spluttered, add prepared Garlic Chutney, chopped Fresh Fenugreek Leaves, Fresh Spinach and mix well.

 

Add Turmeric Powder and Salt. Mix well. Cover the pan with a lid. Cook for 2-3 minutes on medium flame.

 

Add Gram Flour, mix well and cook for 2-3 minutes without covering the pan.

 

Serve Hot with Rotla.

 

Have Energetic Traditional Kathiyawadi Curry…Methi-Palak nu Shak…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!