કોશરી – ઇજિપ્સીયન ડીશ / Koshary – An Egyptian Dish

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ભાત માટે :

ચોખા ૧/૨ કપ

મસૂદ દાળ ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

મરી તાજા પીસેલા સ્વાદ મુજબ

માખણ ૧ ટેબલ સ્પૂન

 

મૅકરોની માટે :

મૅકરોની બાફેલી ૧ કપ

માખણ ૨ ટેબલ સ્પૂન

મરી તાજા પીસેલા સ્વાદ મુજબ

મીઠું સ્વાદ મુજબ

 

સૉસ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

ટોમેટો પ્યુરી ૧ કપ

વિનેગર ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ખાંડ ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

 

ચણા માટે :

કાબુલી ચણા બાફેલા ૧ કપ

તજ પાઉડર ચપટી

જાયફળ પાઉડર ચપટી

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

તળેલી ડુંગળી અને ખમણેલું ચીઝ, સજાવટ માટે

 

રીત :

ભાત માટે :

આશરે ૧ કલાક માટે ચોખા અને મસૂદ દાળ પાણીમાં પલાળી દો. પછી બાફી લો.

 

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો. એમાં તાજા પીસેલા મરી, બાફેલા ભાત અને મસૂદ દાળ અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. પૅન માં ઉછાળી ઉછાળીને ૨-૩ મિનિટ માટે પકાવો. એક બાજુ રાખી દો.

 

મૅકરોની માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો. એમાં બાફેલી મૅકરોની, તાજા પીસેલા મરી અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. પેન માં ઉછાળી ઉછાળીને ૨-૩ મિનિટ માટે પકાવો.

 

સૉસ માટે :

એક પૅન માં તેલ ગરમ કરો. એમાં જીણું સમારેલું લસણ સાંતડો. સાંતડાઈ જાય એટલે એમાં ટોમેટો પ્યુરી, વિનેગર, મીઠું, ખાંડ અને લાલ મરચું પાઉડર ઉમેરો. હલાવતા રહી, ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે પકાવો.

 

ચણા માટે :

એક બાઉલમાં બાફેલા ચણા લો. એમાં તજ પાઉડર, જાયફળ પાઉડર, લાલ મરચું પાઉડર અને સંચળ ઉમેરો. બરાબર મીક્ષ કરો. લીંબુનો રસ ઉમેરો, બરાબર મીક્ષ કરો.

 

બનાવવા માટે :

એક સર્વિંગ પ્લેટમાં તૈયાર કરેલું ભાતનું મિશ્રણ લો.

 

એની ઉપર તૈયાર કરેલું મૅકરોની નું મિશ્રણ પાથરી દો.

 

એની ઉપર તૈયાર કરેલો સૉસ બરાબર ફેલાવીને રેડી દો.

 

એની ઉપર તૈયાર કરેલું ચણાનું મિશ્રણ પાથરી દો.

 

એની ઉપર તળેલી ડુંગળી મુકી, ખમણેલું ચીઝ છાંટી સુશોભિત કરો.

 

તાજગીભર્યા સ્વાદ ની મજા માણવા માટે પ્લેટ બનાવીને તરત જ પીરસો.

 

પેટ ભરાય જાય એવી.. કોશરી.. સ્ટાર્ચયુક્ત.. ઇજિપ્ત ની વાનગી..

Preparation time 15 minutes

Cooking time 30 minutes

For 4 Persons

Ingredients:

For Rice:

Rice ½ cup

Split Red Lentils ¼ cup

Salt to taste

Freshly Ground Black Pepper to taste

Butter 1 tbsp

For Macaroni:

Macaroni boiled 1 cup

Butter 2 tbsp

Freshly Ground Black Pepper to taste

Salt to taste

For Sauce:

Oil 1 tbsp

Garlic buds finely chopped 1 ts

Tomato Puree 1 cup

Vinegar 1 ts

Salt to taste

Sugar ½ ts

Red Chilli Powder 1 ts

For Chickpeas:

Chickpeas boiled ! cup

Cinnamon Powder Pinch

Nutmeg Powder Pinch

Red Chilli Powder 1 ts

Black Salt Powder ½ ts

Lemon Juice 1 ts

 

Fried Onion Rings and Cheese grate for garnishing.

 

Method:

For Rice:

Soak Rice and Split Red Lentils for approx 1 hour, then, boil.

 

Heat Butter in a pan. Add Freshly Ground Black Pepper, boiled Rice and Split Red Lentils and Salt. Mix well and cook for 2-3 minutes while tossing.

 

For Macaroni:

Heat Butter in a pan. Add boiled Macaroni, Freshly Ground Black Pepper and Salt. Mix well while tossing.

 

For Sauce:

Heat Oil in a pan. Add finely chopped Garlic. When sautéed, add Tomato Puree, Vinegar, Salt, Sugar and Red Chilli Powder. Stir and cook for 2-3 minutes on medium flame.

 

For Chickpeas:

Take boiled Chickpeas in a mixing bowl. Add Cinnamon Powder, Nutmeg Powder, Red Chilli Powder and Black Salt Powder. Mix well. Add Lemon Juice and mix well.

 

For Assembling:

Take prepared Rice Mixture in a serving plate.

 

Top it with boiled Macaroni.

 

Spread prepared Sauce over it.

 

Top it with prepared Chickpeas mixture.

 

Garnish with fried Onion Rings and sprinkle of Cheese grate.

 

Serve immediately after assembling to enjoy freshness of the dish.

 

Enjoy Tummy Filler KOSHARY…A Starchy Dish from Egypt

error: Content is protected !!