તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૩ મિનિટ
૯ સર્વિંગ
સામગ્રી :
કાકડી ૩
ચીઝ ક્યૂબ ૧
ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન
ઓલિવ રીંગ ૧-૨ ઓલિવ ની
પુરણ માટે :
તેલ ૧ ટી સ્પૂન
લસણ સમારેલું ૧ ટી સ્પૂન
ડુંગળી સમારેલી ૧
આદુ જીણો સમારેલો ૧/૨ ટી સ્પૂન
લીલા મરચા સમારેલા ૧
બેક્ડ બીન્સ ૧/૨ કપ
ટોમેટો કેચપ ૧ ટેબલ સ્પૂન
ચીલી ફલૅક્સ ૧/૨ ટી સ્પૂન
ઓરેગાનો ૧/૨ ટી સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
રીત :
પુરણ માટે :
એક પૅન માં તેલ ગરમ કરો. એમાં સમરેલું લસણ, ડુંગળી, આદુ અને લીલા મરચાં ઉમેરો. સાંતડાઇ જાય એટલે બેક્ડ બીન્સ, ટોમેટો કેચપ, ચીલી ફલૅક્સ, ઓરેગાનો અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો. મધ્યમ તાપે ૪-૫ મિનિટ માટે પકાવો.
બનાવવા માટે :
કાંકડીની અંદાજીત ૧ ઈંચ જેટલી જાડી ગોળ સ્લાઇસ કાપો. દરેક સ્લાઇસ નો વચ્ચેનો થોડો ભાગ ચપ્પુથી કાપી ખાંચો બનાવી લો. સોંસરવું કાણું પાડવાનું નથી.
દરેક સ્લાઇસ માં પાડેલા આવા ખાંચામાં તૈયાર કરેલું પુરણ ભરી દો. એની પર ખમણેલું થોડી ચીઝ છાંટી દો. એના પર ૧ કે ૨ ઓલિવ રીંગ મુકી દો. ધાણાભાજી ભભરાવી દો.
આવી રીતે તૈયાર કરી બધી સ્લાઇસ સર્વિંગ પ્લેટ પર ગોઠવો.
અસલી સ્વાદ માણવા તાજું જ પીરસો.
ચહીતા પરિવારના સભ્યોને પૌષ્ટિક કાકડીના સ્વાદિષ્ટ બાઈટ.. કુકુમ્બર બાઈટ ખવડાવો.
Preparation time: 10 minutes
Cooking time: 3 minutes
Servings: 9
Ingredients:
Cucumber 3
Cheese Cube 1
Fresh Coriander Leaves 1 tbsp
Olives chopped rings of 1-2 olives
For Stuffing:
Oil 1 ts
Garlic chopped 1 ts
Onion chopped 1
Ginger chopped ½ ts
Green Chilli chopped 1
Baked Beans ½ cup
Tomato Ketchup 1 tbsp
Chilli Flakes ½ ts
Oregano ½ ts
Salt to taste
Method:
For Stuffing:
Heat Oil in a pan. Add chopped Garlic, Onion, Ginger and Green Chilli. When fried, add Baked Beans, Tomato Ketchup, Chilli Flakes, Oregano and Salt. Mix well. Cook on medium flame for 4-5 minutes.
Assembling:
Cut Cucumber in approx 1 inch thick round pieces. Using a knife, remove little part from the middle of each piece. Take care of not making the whole through.
Fill in prepared stuffing. Sprinkle little Cheese shred on it. Put 1 or 2 Olive ring. Sprinkle Fresh Coriander Leave.
Arrange all pieces on a serving plate.
Serve Fresh to have its best taste.
Express Your Love…Feed Your Loved One with Bite…Cucumber Bite…
No Comments