ઇમલી કૂલર / આમલી નું શરબત / Imli Cooler / Amli nu Sharbat / Tamarind Cooler

ઇમલી કૂલર / આમલી નું શરબત / Imli Cooler / Amli nu Sharbat / Tamarind Cooler

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

આમલીનો પલ્પ ૧/૪ કપ

ખાંડ ૧/૪ કપ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

ફૂદીનો ૧૦ પત્તા

સંચળ ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

ઓરેંજ જ્યુસ ૧ કપ

સોડા વોટર ૧ ગ્લાસ

બરફના ટુકડા ૮-૧૦

 

રીત :

એક પૅન માં આમલીનો પલ્પ લો. એમાં ખાંડ ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે ગરમ કરવા મુકો.

 

થોડી થોડી વારે હલાવતા રહો.

 

ખાંડ ઓગળી જાય એટલે તાપ પરથી હટાવી લો અને ઠંડુ થવા રાખી મુકો.

 

ફક્ત ખાંડ ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું છે. ઉકાળવાનું નથી.

 

પછી, એને એક ખાંડણીમાં લો. એમાં ધાણાભાજી, ફૂદીનો, સંચળ અને જીરું પાઉડર ઉમેરો.

 

બરાબર ખાંડી લો.

 

પછી, આ ખાંડેલુ મિશ્રણ એક સર્વિંગ ગ્લાસમાં લો.

 

એમાં બરફના ૪-૫ ટુકડા ઉમેરો.

 

ઓરેંજ જ્યુસ થી ૩/૪ જેટલો ગ્લાસ ભરી લો.

 

સોડા વોટર થી ગ્લાસ આખો ભરી લો.

 

બરફના ૪-૫ ટુકડા ઉમેરો.

 

સોડા વોટર ની અસલ અસર માટે તરત જ પીરસો.

 

ઉનાળાની ધખધખતી ગરમીમાં સોડા વોટરના તમતમાટ સાથે ઓરેંજ જ્યુસ નો ખટ્ટમીઠ્ઠો સ્વાદ માણો અને શરીરને કુદરતી વિટામિન-C પણ પૂરું પાડો.

Preparation time: 10 minutes

Cooking time: 5 minutes

Serving 1

Ingredients:

Tamarind Pulp ¼ cup

Sugar ¼ cup

Fresh Coriander Leaves 1 tbsp

Fresh Mint Leaves 10 leaves

Black Salt Powder ½ ts

Cumin Powder ½ ts

Orange Juice 1 cup

Aerated Water 1 glass

(Sparkling Water Or Soda Water)

Ice Cubes 8-10

Method:

Take Tamarind Pulp in a pan. Add Sugar and put pan on low-medium flame. Stir it occasionally. When Sugar is melted, remove the pan from flame and leave it to cool down.

 

Then, take it in a muddle bowl. Add Fresh Coriander Leaves, Fresh Mint Leaves, Black Salt Powder and Cumin Powder. Muddle it very well.

 

Then, take this well muddled stuff in a serving glass. Add 4-5 Ice Cubes. Pour Orange Juice to fill the glass up to ¾ and fill the glass to full with Aerated Water and 4-5 Ice Cubes.

 

Serve Fresh to Feel Re-Freshed in Hot Summer…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!