લીલું ઉંધીયુ / Lilu Undhiyu / Green Undhiyu

લીલું ઉંધીયુ / Lilu Undhiyu / Green Undhiyu

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બટેટી છાલ કાઢેલી ૫

શક્કરીયા છાલ કાઢેલા ૨

રતાળુ છાલ કાઢેલા ૧

રીંગણા નાના ૫

પાપડી (સુરતી પાપડી) ૧૦૦ ગ્રામ

મીઠુ સ્વાદ મુજબ

અજમા ૧ ટી સ્પૂન

તલ નું તેલ ૧ ટેબલ સ્પૂન

 

લીલી ચટણી માટે :

લીલું લસણ સમારેલું ૧ કપ

મરચા ૪-૫

જીરું ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

સજાવટ માટે સેવ

 

ઉંધીયુ પકાવવા માટે માટીની મટકી

 

રીત :

શક્કરીયા અને રતાળુ ના મોટા ટુકડા કાપી લો.

 

બધા શક્કરીયાના ટુકડા, રતાળુ ના ટુકડા, બટેટી, રીંગણા અને પાપડી સાથે મીઠુ અને અજમા મિક્સ કરી દો અને મેરીનેટ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

માટીની મટકી ધીમા તાપે ગરમ કરો.

 

ગરમ થયેલી મટકીમાં એક પછી એક, બટેટી, શક્કરીયા, રતાળુ, પાપડી અને રીંગણા ના થર ગોઠવી દો. પછી, એની ઉપર, મટકીની અંદર, થોડું પાણી છાંટી દો. મટકી ઢાંકી દો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે પાકવા દો.

 

એ દરમ્યાન લીલી ચટણી તૈયાર કરી લો.

 

લીલી ચટણી માટે :

લીલી ચટણી માટેની બધી જ સામગ્રી, મીક્ષરની જારમાં લો. એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો.

 

લીલી ચટણી તૈયાર છે.

 

હવે, મટકીમાં બધુ બરાબર પાકી જાય એટલે મટકીમાંથી કાઢી, એક બાઉલમાં લઈ લો.

 

એમા તલ નું તેલ અને તૈયાર કરેલી લીલી ચટણી ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરી દો અને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર સેવ છાંટીને સજાવો.

 

મીઠી મીઠી જલેબી સાથે ગરમા ગરમ પીરસો.

 

ગુજરાતના એક અગ્રણી શહેર, સુરત ની પોતીકી, લોકપ્રીય વાનગી, લીલું ઉંધીયુ,

Preparation time 15 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

Baby Potato peeled 5

White Sweet Potato peeled 2

Red Sweet Potato peeled 1

Egg Plants small 5

Papdi (Surati Papdi) 100 gm

Salt to taste

Carom Seeds 1 ts

Sesame Seed Oil 1 tbsp

 

For Green Chutney:

Spring Garlic chopped 1 cup

Green Chilli 4-5

Cumin Seeds 1 ts

Jaggery 1 tbsp

Salt to taste

 

Gram Flour Vermicelli (Sev) for garnishing

 

Clay Pot for cooking

 

Method:

Chop White Sweet Potato and Red Sweet Potato in big pieces.

 

Mix Salt and Carom Seeds with peeled Baby Potato, big pieces of White Sweet Potato and Red Sweet Potato, Egg Plants and Papdi to marinate.

 

Preheat a Clay Pot on low flame.

 

In preheated Clay Pot, one by one, make layer of Baby Potato, White Sweet Potato, Red Sweet Potato, Papdi and Egg Plants. Then, sprinkle little water on this inside the Pot. Cover the Pot with a lid and cook for 10-15 minutes.

 

Meanwhile prepare Green Chuntney. Take all listed ingredients for Green Chutney in a wet grinding jar of your mixer. Crush to fine paste.

 

When stuff in the Pot is well cooked, take in to a mixing bowl. Mix Sesame Seed Oil and prepared Green Chutney. Take into a serving bowl.

 

Garnish with sprinkle of Gram Flour Vermicelli (Sev).

 

Serve Hot with Sweet Jalebi.

 

Enjoy a Variety of Folk Food of Surat (a leading city of Gujarat)…

UNDHIYU…

Green UNDHIYU…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!