વાટી દાળ ના ખમણ – લીલા પીળા ખમણ Vati Dal na Khaman – Lila Pida Khaman

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી:

ચણા ની દાળ ૧/૨ કપ

મગ ની છડી દાળ ૧/૪ કપ

આદું ૧ ટુકડો

લીલા મરચાં ૨

મીઠું સ્વાદ મુજબ

પાલક પ્યૂરી ૧/૪ કપ

ફ્રૂટ સોલ્ટ (ઇનો) ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે:

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીલા મરચાં સમારેલા ૨

સુકા લાલ મરચાં ૨

લીમડા ના પાન ૫

તલ ૧ ટી સ્પૂન

લસણ સમારેલું ૧ ટી સ્પૂન

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

 

સજાવટ માટે ધાણાભાજી

 

ખમણ ચટણી માટે:

લીલા મરચાં, ધાણાભાજી, ખાંડ, મીઠું, લીંબુ નો રસ અને ખમણ, બધુ એકીસાથે એકદમ જીણું પીસી લો.

 

રીત:

ચણા ની દાળ અને મગ ની છડી દાળ, એકીસાથે એક પૅનમાં લઈ, પુરતુ પાણી ઉમેરી, અંદાજીત ૫ કલાક માટે પલાળી દો.

 

પછી, ગરણી વડે પલાળેલી દાળ પાણીમાંથી કાઢી લઈ, પલાળેલી દાળને મીક્ષરની એક જારમાં લો. એમાં, આદું, લીલા મરચાં, મીઠું અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરી, એકદમ જીણું પીસી લો. પછી, પીસેલી દાળને એકસરખા બે ભાગમાં બે અલગ અલગ બાઉલમાં લઈ લો.

 

આપણે બે રંગના બે થર ના ખમણ બનાવવા છે.

 

એક સ્ટીમરમાં પુરતુ પાણી લઈ, ઊંચા તાપે મુકો. સ્ટીમરમાં પાણી ગરમ થઈ જાય એટલે, સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવી, સ્ટીમરમાં પ્લેટ ગોઠવી દો.

 

હવે, પીસેલી દાળનું એક બાઉલ લઈ, ઘાટુ ખીરું બનાવવા માટે જરૂર પુરતુ થોડું પાણી ઉમેરી, ફ્રૂટ સોલ્ટ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. પીળું ખીરું તૈયાર છે.

 

પછી, સ્ટીમરમાં ગોઠવેલી પ્લેટ ગરમ થઈ જાય એટલે એમાં આ તૈયાર કરેલું પીળું ખીરું રેડી દો. સ્ટીમરને ઢાંકણ વડે ઢાંકી, થોડી વાર પાકવા દો.

 

એ દરમ્યાન, પીસેલી દાળનું બીજું બાઉલ લઈ, પાલક પ્યૂરી ઉમેરી, ઘાટુ ખીરું બનાવવા માટે જરૂર પુરતુ થોડું પાણી ઉમેરી, ફ્રૂટ સોલ્ટ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. લીલું ખીરું તૈયાર છે.

 

સ્ટીમર પ્લેટમાં મૂકેલું પીળા ખીરાનું થર અધકચરું પાકી જાય એટલે સ્ટીમરનું ઢાંકણું ખોલી, અધકચરા પાકેલાં પીળા થરની ઉપર આ લીલું ખીરું રેડી દો અને સ્ટીમરને ઢાંકણ વડે ઢાંકી દઈ, બરાબર પકાવી લો.

 

બરાબર પાકી જાય એટલે તાપ પરથી સ્ટીમર હટાવી લઈ, સ્ટીમરમાંથી પ્લેટ બહાર કાઢી લઈ, થોડું ઠંડુ પડવા માટે થોડી વાર રાખી મુકો. પછી, પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લઈ, સ્ટીમર પ્લેટમાંથી કાઢી લઈ, સર્વિંગ પ્લેટ પર ગોઠવી દો.

 

વઘાર માટે:

હવે, એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં, રાય, જીરું, સમારેલા લીલા મરચાં, સુકા લાલ મરચાં, લીમડો, તલ અને સમારેલું લસણ ઉમેરી, સાંતડી લો. સાંતડાય જાય એટલે ૧ કપ જેટલું પાણી ઉમેરી, વઘારી લો અને ખાંડ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરી, બરાબર મીક્ષ કરી, તરત જ, સર્વિંગ પ્લેટમાં ગોઠવેલા ખમણના ટુકડાઓ પર બરાબર ફેલાવીને રેડી દો.

 

સજાવટ માટે ધાણાભાજી ભભરાવી દો.

 

ખમણ ચટણી સાથે તાજા તાજા પીરસો.

Preparation time 10 minutes

Cooking time 15 minutes

For 4 Persons

 

Ingredients:

Skinned Split Gram ½ cup

Skinned Split Green Gram ¼ cup

Gigner 1 pc

Green Chilli 2

Salt to taste

Spinach Puree ¼ cup

Fruit Salt (Eno) 1 tbsp

 

For Tempering:

Oil 2 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Green Chilli chopped 2

Dry Red Chilli 2

Curry Leaves 5

Sesame Seeds 1 ts

Garlic chopped 1 ts

Sugar 2 tbsp

Salt to taste

Lemon Juice 1 ts

 

Fresh Coriander Leaves for garnishing

 

For Khaman Chutney:

Crush all together, Green Chilli, Fresh Coriander Leaves, Sugar, Salt, Lemon Juice and Khaman.

 

Method:

Take Skinned Split Gram and Green Gram together in a pan and add water and soak for apporx 5 hours. Then, strain it to remove water.

 

Now, take soaked Skinned Split Gram and Green Gram in a jar of mixer. Add Ginger, Green Chilli, Salt and little water as needed. Grind it to fine paste. Then, divide crushed mixture in 2 equal parts and take in 2 bowls separately.

 

We want to prepare Khaman with 2 layers of 2 colours.

 

Take enough water in a steamer and put it on high flame. When water in steamer becomes hot, apply Oil on a steamer plate and put plate inside the steamer to get it heated.

 

Now, take 1 bowl of crushed mixture. Add little water as needed to prepare thick batter and add Fruit Salt. Mix well. Yellow batter is ready.

 

Then, pour this yellow batter in heated plate inside the steamer. Cover the steamer with a lid and cook for a while.

 

Meanwhile, take another bowl with crushed mixture. Add Spinach Puree, littler water as needed to prepare thick batter and Fruit Salt. Mix well. Green batter is ready.

 

When 1st layer of yellow batter in steamer plate is cooked somehow, open the lid of steamer and pour this green batter over partly cooked yellow layer. Cover the steamer with a lid and cook very well.

 

When it is cooked very well, remove steamer from flame and remove plate from inside and leave it for a while to cool off somehow. Then, cut in size and shape of choice and remove pieces from steamer plate and arrange all pieces on a serving plate.

 

For tempering:

Now, heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, chopped Green Chilli, Dry Red Chilli,  Curry Leaves, Sesame Seeds and chopped Garlic. When sautéed, add 1 cup of water to temper and add Sugar, Salt and Lemon Juice, miix well and immediately pour it spreading over Khaman on a serving plate.

 

Sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve with Khaman Chutney.

સીઝલીંગ ઉંધીયુ / Sizzling Undhiyu

તૈયારી માટે ૪૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ટીક્કી માટે :

લીલા ચણા / જીંજરા ૧/૨ કપ

(બાફેલા છુંદેલા)

લીલી તુવેર ૧/૨ કપ

(બાફેલી છુંદેલી)

તાજા લીલા વટાણા ૧/૨ કપ

(બાફેલા છુંદેલા)

શક્કરીયા ૧/૨ કપ

(બાફેલા છુંદેલા)

આદુ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

મેથી ની ભાજી સમારેલી ૧/૨ કપ

લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન

દારીયા ની દાળ નો પાઉડર ૨ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સૉસ માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

માખણ ૧ ટેબલ સ્પૂન

લસણ ની પેસ્ટ ૧ ટી સ્પૂન

બેસન ૧ ટેબલ સ્પૂન

ટોમેટો પ્યુરી ૧ કપ

તજ લવિંગ પાઉડર ૧/૪ ટી સ્પૂન

બાદીયા પાઉડર ૧/૪ ટી સ્પૂન

હળદર ૧/૨ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

વેજીટેબલ મિક્સચર માટે :

શક્કરીયા અધકચરા બાફેલા ૧

બટેટી અધકચરા બાફેલા ૫

રતાળુ અધકચરા બાફેલા ૨૫૦ ગ્રામ

ફુલકોબી અધકચરી બાફેલી ૨૫૦ ગ્રામ

ગાજર અધકચરા બાફેલા ૧

માખણ ૧ ટેબલ સ્પૂન

લીલું લસણ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

 

સીઝલર બનાવવા માટે :

કોબીનાં પાન અને માખણ

 

રીત :

ટીક્કી માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમા સમારેલી મેથી ની ભાજી અને લીલું લસણ ઉમેરો અને સાંતડો. પછી એક બાઉલમાં લઈ લો અને બાકીની બધી જ સામગ્રી ઉમેરી, બરાબર મીક્ષ કરી લો.

 

અંદાજે ૨ ટેબલ સ્પૂન જેટલુ મીશ્રણ લો, નાનો બોલ બનાવો, બે હથેળી વચ્ચે હળવેથી દબાવી દો.

 

આ રીતે બધી ટીક્કી તૈયાર કરી લો.

 

પછી, બધી ટીક્કી શેલૉ ફ્રાય કરી લો અને એક બાજુ રાખી દો.

 

સૉસ માટે :

એક પૅન માં તેલ અને માખણ એકીસાથે લઈ, ધીમા તાપે ગરમ કરો.

 

એમા લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

બેસન ઉમેરો અને સાંતડો.

 

ટોમેટો પ્યુરી ઉમેરો અને મીક્ષ કરો.

 

પછી, તજ-લવિંગ પાઉડર, બાદીયા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ગોળ અને મીઠુ ઉમેરો. બરાબર મીક્ષ કરો અને પકાવો.

 

એક બાજુ રાખી દો.

 

વેજીટેબલ મિક્સચર માટે :

એક પૅન માં ધીમા તાપે માખણ ગરમ કરો.

 

એમા લીલું લસણ ઉમેરો અને સાંતડો.

 

પછી, અધકચરા બાફેલા અને છુંદેલા શક્કરીયા, બટેટી, રતાળુ, ફુલકોબી, ગાજર ઉમેરો.

 

મીઠુ છાંટો અને ધીમા-મધ્યમ તાપે સાંતડતા બરાબર મીક્ષ કરો.

 

સીઝલર બનાવવા માટે :

સીઝલર પ્લેટ એકદમ ગરમ કરી લો.

 

એની ઉપર કોબીનાં પાન ગોઠવી દો અને એની ઉપર, તૈયાર કરેલું વેજીટેબલ મિક્સચર મુકો.

 

તૈયાર કરેલો થોડો સૉસ, એની ઉપર બરાબર ફેલાવીને રેડો.

 

એની ઉપર ટીક્કી ગોઠવી દો.

 

ફરી, એની ઉપર, બાકી રહેલો બધો સૉસ ફેલાવીને રેડો.

 

હવે, પ્લેટ પર માખણ મુકી, પ્લેટ સીઝલ કરો અને ફટાફટ પીરસી દો.

 

વેજીટેબલ નો સીસ્સ્સ્સ્સ્સ્સ્સ્સ..ઝલીંગ સ્વાદ, સીઝલીંગ ઉંધીયુ.

Preparation time 40 minutes

Cooking time 30 minutes

For 4 Persons

 

Ingredients:

For Tikki:

Fresh Chickpeas (Jinjara) ½ cup

(Boiled and Crushed)

Fresh Pigeon Peas ½ cup

(Boiled and Crushed)

Fresh Green Peas ½ cup

(Boiled and Crushed)

White Sweet Potato ½ cup

(Boiled and Crushed)

Ginger-Chilli Paste 1 tbsp

Fresh Fenugreek Leaves chopped ½ cup

Spring Garlic chopped 2 tbsp

Split Roasted Gram powdered 2 tbsp

Garam Masala ½ ts

Salt to taste

For Sauce:

Oil 1 tbsp

Butter 1 tbsp

Garlic Paste 1 ts

Gram Flour 1 tbsp

Tomato Puree 1 cup

Cinnamon-Clove Buds Powder ¼ ts

Star Anise Powder ¼ ts

Turmeric Powder ½ ts

Red Chilli Powder 1 ts

Coriander-Cumin Powder 1 ts

Garam Masala ½ ts

Jaggery 1 ts

Salt to taste

For Vegetable Mixture:

White Sweet Potato parboiled 1

Baby Potato parboiled 5

Red Sweet Potato par boiled 250 gm

Cauliflower par boiled 250 gm

Carrot par boiled 1

Butter 1 tbsp

Spring Garlic chopped 1 tbsp

Salt to taste

For Sizzler Assembling:

Cabbage Leaves and Butter

 

Method:

For Tikki:

Heat Oil in a pan. Add chopped Fresh Fenugreek Leaves and Spring Garlic and sauté. Take it in to a mixing bowl. Add all remaining listed ingredients and mix very well.

 

Take approx 2 tbsp of prepared mixture. Make a small ball of it and press lightly between two palms. Repeat to prepare number of Tikki.

 

Shallow fry all prepared Tikki and keep a side to use later.

 

For Sauce:

Heat Oil and Butter in a pan on low flame. Saute Garlic Paste in it. Add Gram Flour and sauté. Add Tomato Puree and mix. Add Cinnamon-Clove Buds Powder, Star Anise Powder, Turmeric Powder, Red Chilli Powder, Coriander-Cumin Powder, Garam Masala, Jaggery and Salt. Mix well and cook well. Keep a side to use later.

 

For Vegetable Mixture:

Heat Butter in a pan on low flame. Sauté Spring Garlic in it. Add parboiled White Sweet Potato, Baby Potato, Red Sweet Potato, Cauliflower, Carrot. Sprinkle Salt and mix well while sautéing on low-medium flame.

 

For Sizzler Assembling:

Preheat sizzler plate to very hot. Arrange Cabbage Leaves on it. Put prepared Vegetable Mixture on arranged Cabbage Leaves. Pour spreading some prepared Sauce over Vegetable Mixture. Arrange prepared Tikki on it. Again pour remaining sauce over it.

 

Sizzle the plate with Butter and serve very hot Sizzler.

 

Ssss…iii…zzz…ling Taste of Veges…Sizzling Undhiyu…

લીલું ઉંધીયુ / Lilu Undhiyu / Green Undhiyu

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

બટેટી છાલ કાઢેલી ૫

શક્કરીયા છાલ કાઢેલા ૨

રતાળુ છાલ કાઢેલા ૧

રીંગણા નાના ૫

પાપડી (સુરતી પાપડી) ૧૦૦ ગ્રામ

મીઠુ સ્વાદ મુજબ

અજમા ૧ ટી સ્પૂન

તલ નું તેલ ૧ ટેબલ સ્પૂન

 

લીલી ચટણી માટે :

લીલું લસણ સમારેલું ૧ કપ

મરચા ૪-૫

જીરું ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટેબલ સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

સજાવટ માટે સેવ

 

ઉંધીયુ પકાવવા માટે માટીની મટકી

 

રીત :

શક્કરીયા અને રતાળુ ના મોટા ટુકડા કાપી લો.

 

બધા શક્કરીયાના ટુકડા, રતાળુ ના ટુકડા, બટેટી, રીંગણા અને પાપડી સાથે મીઠુ અને અજમા મિક્સ કરી દો અને મેરીનેટ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

માટીની મટકી ધીમા તાપે ગરમ કરો.

 

ગરમ થયેલી મટકીમાં એક પછી એક, બટેટી, શક્કરીયા, રતાળુ, પાપડી અને રીંગણા ના થર ગોઠવી દો. પછી, એની ઉપર, મટકીની અંદર, થોડું પાણી છાંટી દો. મટકી ઢાંકી દો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે પાકવા દો.

 

એ દરમ્યાન લીલી ચટણી તૈયાર કરી લો.

 

લીલી ચટણી માટે :

લીલી ચટણી માટેની બધી જ સામગ્રી, મીક્ષરની જારમાં લો. એકદમ પીસી લઈ, જીણી પેસ્ટ બનાવી લો.

 

લીલી ચટણી તૈયાર છે.

 

હવે, મટકીમાં બધુ બરાબર પાકી જાય એટલે મટકીમાંથી કાઢી, એક બાઉલમાં લઈ લો.

 

એમા તલ નું તેલ અને તૈયાર કરેલી લીલી ચટણી ઉમેરો અને છુંદાય ના જાય એ કાળજી રાખી, ધીરે ધીરે ઉપર-નીચે ફેરવી, બરાબર મિક્સ કરી દો અને એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ઉપર સેવ છાંટીને સજાવો.

 

મીઠી મીઠી જલેબી સાથે ગરમા ગરમ પીરસો.

 

ગુજરાતના એક અગ્રણી શહેર, સુરત ની પોતીકી, લોકપ્રીય વાનગી, લીલું ઉંધીયુ,

Preparation time 15 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

Baby Potato peeled 5

White Sweet Potato peeled 2

Red Sweet Potato peeled 1

Egg Plants small 5

Papdi (Surati Papdi) 100 gm

Salt to taste

Carom Seeds 1 ts

Sesame Seed Oil 1 tbsp

 

For Green Chutney:

Spring Garlic chopped 1 cup

Green Chilli 4-5

Cumin Seeds 1 ts

Jaggery 1 tbsp

Salt to taste

 

Gram Flour Vermicelli (Sev) for garnishing

 

Clay Pot for cooking

 

Method:

Chop White Sweet Potato and Red Sweet Potato in big pieces.

 

Mix Salt and Carom Seeds with peeled Baby Potato, big pieces of White Sweet Potato and Red Sweet Potato, Egg Plants and Papdi to marinate.

 

Preheat a Clay Pot on low flame.

 

In preheated Clay Pot, one by one, make layer of Baby Potato, White Sweet Potato, Red Sweet Potato, Papdi and Egg Plants. Then, sprinkle little water on this inside the Pot. Cover the Pot with a lid and cook for 10-15 minutes.

 

Meanwhile prepare Green Chuntney. Take all listed ingredients for Green Chutney in a wet grinding jar of your mixer. Crush to fine paste.

 

When stuff in the Pot is well cooked, take in to a mixing bowl. Mix Sesame Seed Oil and prepared Green Chutney. Take into a serving bowl.

 

Garnish with sprinkle of Gram Flour Vermicelli (Sev).

 

Serve Hot with Sweet Jalebi.

 

Enjoy a Variety of Folk Food of Surat (a leading city of Gujarat)…

UNDHIYU…

Green UNDHIYU…

સુરતી તપેલું / ભગત મુઠીયા નું શાક / Surti Tapelu / Bhagat Muthiya nu Shak

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

મુઠીયા માટે :

ચણા દાળ પલાળેલી ૧/૨ કપ

મીઠું સ્વાદ મુજબ

જીરું ૧/૨ ટી સ્પૂન

હળદર ચપટી

લાલ મરચું પાઉડર ૧/૨ ટી સ્પૂન

હિંગ ચપટી

ફૂદીનો જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી જીણી સમારેલી ૧ ટેબલ સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

લસણ ની પેસ્ટ ૧/૨ ટી સ્પૂન

તળવા માટે તેલ

 

પેસ્ટ માટે :

સીંગદાણા ૨ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

તાજા નારિયળ નું જીણું ખમણ ૨ ટેબલ સ્પૂન

 

શાક માટે :

બટેટા છાલ ઉતારેલા ૨

લીલા વટાણા ૧/૪ કપ

મકાઇ ૧

(છાલ ઉતારી ૩ થી ૪ સ્લાઇસ કાપેલી)

તેલ ૨ ટેબલ સ્પૂન

ટમેટાં જીણા સમારેલા ૧

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે રોટલી અથવા પુરી

 

રીત :

મુઠીયા માટે :

ગ્રાઈન્ડિંગ જારમાં પલાળેલી ચણા દાળ લો. એકદમ જીણી પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં મીઠું, જીરું, હળદર, લાલ મરચું પાઉડર, હિંગ, જીણો સમારેલો ફૂદીનો, જીણી સમારેલી ધાણાભાજી, આદું-મરચાં ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરી, ફીણી લો. એક બાજુ રાખી દો.

 

એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.

 

તૈયાર કરેલા મુઠીયા માટેના મિશ્રણ ના નાના નાના લુવા કે મુઠીયા ગરમ તેલમાં તળવા માટે મુકો. જરા આકરા તળી લો. બધી બાજુ બરાબર તળવા માટે થોડી વારે બધા લુવા કે મુઠીયા તેલમાં ફેરવવા.

 

તળાય જાય એટલે તેલમાંથી કાઢી લઈ એક બાજુ રાખી દો.

 

પેસ્ટ માટે :

ગ્રાઈન્ડિંગ જારમાં સીંગદાણા, તલ અને તાજા નારિયળ નું જીણું ખમણ લો. એકદમ જીણું પીસી લો.

 

પેસ્ટ તૈયાર છે. એક બાઉલમાં લઈ લો. એક બાજુ રાખી દો.

 

શાક માટે:

એક પ્રેશર કૂકર માં બટેટા, લીલા વટાણા અને મકાઇ લો. મીઠું અને પૂરતું પાણી ઉમેરો.

 

૩ થી ૪ સીટી જેટલું પ્રેશર કૂક કરી લો.

 

પ્રેશર કૂકર ઠંડુ થવા થોડી વાર રાખી મુકો. પછી એમાંથી બાફેલી બધી સામગ્રી એક બાઉલમાં લઈ લો. વધારાનું પાણી કાઢી નાખો.

 

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

 

એમાં હિંગ, હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરો. બરાબર સાંતડી લો.

 

જીણા સમારેલા ટમેટાં ઉમેરો અને સાંતડી લો.

 

આદું-મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. સાંતડી લો.

 

પ્રેશર કૂક કરેલા બટેટા, લીલા વટાણા અને મકાઇ ઉમેરો. છુંદાય ના જાય એ ખ્યાલ રાખી બધુ બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો. એક બાજુ રાખી દો.

 

પીરસવા વખતે, તૈયાર કરેલા શાક નું પૅન ફરી મધ્યમ તાપે મુકો અને તૈયાર કરેલા મુઠીયા ઉમેરો. છુંદાય ના જાય એ ખ્યાલ રાખી બરાબર મિક્સ કરો. તાપ પરથી પૅન હટાવી લો.

 

તૈયાર થયેલું શાક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.

 

રોટલી અથવા પુરી સાથે ગરમા ગરમ પીરસો.

 

સુરત નું સંતોષકારક શાક, સુરતી તપેલું / ભગત મુઠીયા નું શાક.

Preparation time 15 minutes

Cooking time 20 minutes

For 4 Persons

 

Ingredients:

For Muthiya:

Skinned and Split Gram soaked ½ cup

Salt to taste

Cumin Seeds ½ ts

Turmeric Powder Pinch

Red Chilli Powder ½ ts

Asafoetida Pinch

Fresh Mint Leaves finely chopped 1 tbsp

Fresh Coriander Leaves finely chopped 1 tbsp

Ginger-Chilli Paste ½ ts

Garlic Paste ½ ts

Oil to deep fry

 

For Paste:

Peanuts 2 tbsp

Sesame Seeds 1 tbsp

Fresh Coconut Powder 2 tbsp

 

For Shak (Sabji):

Potato peeled 2

Green Peas ¼ cup

Maize peeled and chopped in 3 or 4 slices 1 maize

Oil 2 tbsp

Tomato finely chopped 1

Turmeric Powder 1 ts

Red Chilli Powder 1 ts

Asafoetida Pinch

Garam Masala ½ ts

Salt to taste

Fresh Coriander Leaves 1 tbsp

 

Roti or Puri for serving

 

Method:

For Muthiya:

Take in a wet grinding jar of mixer, soaked Skinned and Split Gram. Crush it fine.

 

Add Salt, Cumin Seeds, Turmeric Powder, Red Chilli Powder, Asafoetida, finely chopped Fresh Mint Leaves, finely chopped Fresh Coriander Leaves, Ginger-Chilli Paste and Garlic Paste.

 

Mix well and whisk it very well.

 

Heat Oil to deep fry.

 

Put number of dumplings or fist of prepared mixture in heated Oil.

 

Deep fry to dark brownish.

 

Flip occasionally to fry all around.

 

Keep a side.

 

For Paste:

Take in a wet grinding jar of mixer, Peanuts, Sesame Seeds and Fresh Coconut Powder. Crush it to fine paste.

 

Keep a side.

 

For Shak (Sabji):

Take in pressure cooker, Potatoes, Green Peas and Maize. Add Salt and enough water.

 

Pressure cook to 3 or 4 whistles.

 

Heat Oil in a pan at low flame.

 

Add prepared Paste.

 

Add Turmeric Powder, Red Chilli Powder and Asafoetida Powder and sauté.

 

Add finely chopped Tomato and continue sautéing.

 

Add Ginger-Chilli Paste, Garlic Paste, Salt  and Garam Masala and continue sautéing.

 

Add pressure cooked Vegetables. Mix well taking care of not crushing vegetables.

 

At the time of serving, add prepared Muthiya and mix well while on medium flame taking care of not crushing Muthiya and vegetables.

 

Add Fresh Coriander Leaves and mix well.

 

Serve hot with Roti or Puri.

 

Such a Satisfying Shak from Surat…The Diamond City of India…

error: Content is protected !!