ક્વીક થીક સૂપ / Quick Thick Soup

ક્વીક થીક સૂપ / Quick Thick Soup

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

ઓલીવ ઓઇલ ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૧/૪ કપ

લસણ જીણું સમારેલું ૩-૪ કળી

ગાજર જીણા સમારેલા ૧/૪ કપ

બટેટા સમરેલા ક્યુબ ૧/૪ કપ

ફણસી જીણી સમારેલી ૧/૨ કપ

ટોમેટો પ્યુરી ૧/૨ કપ

સાબુદાણા ૨ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૧/૪ કપ

તમાલપત્ર ૧

લેમનગ્રાસ ૧

પાલક ૧/૨ કપ

ઓરેગાનો ૧ ટી સ્પૂન

ચીલી ફલૅક્સ ૧ ટી સ્પૂન

તુલસી ના પાન ૧ ટી સ્પૂન

મીઠુ સ્વાદ મુજબ

લીંબુ ૧/૨

સાથે પીરસવા માટે બ્રેડ

 

રીત :

સમારેલી લીલી ડુંગળી, લસણ, ગાજર, બટેટા ના ક્યુબ, ફણસી, ટોમેટો પ્યુરી, સાબુદાણા, ધાણાભાજી, તમાલપત્ર, લેમનગ્રાસ, ઓરેગાનો, ચીલી ફલૅક્સ, તુલસી ના પાન અને ૧ ગ્લાસ જેટલુ પાણી, આ બધુ એકીસાથે પ્રેશર કૂકરમાં લઈ, ૧ સીટી જેટલુ પ્રેશર કૂક કરી લો.

 

પ્રેશર કૂકર ઠંડુ થવા થોડી વાર માટે રાખી મુકો.

 

પછી, પ્રેશર કૂક કરેલી સામગ્રી, એક બાઉલમાં લઈ લો.

 

એમા ઓલીવ ઓઇલ, પાલક, મીઠુ અને લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મીક્ષ કરો.

 

હવે આ તૈયાર કરેલું સૂપ, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની ઉપર ધાણાભાજી છાંટી, સજાવો.

 

ગરમા ગરમ પીરસો.

 

સ્વાદિષ્ટ ક્વીક થીક સૂપ પીઓ, સીસકારા બોલાવો.

Preparation time 10 minutes

Cooking time 10 minutes

Servings 2

 

Ingredients:

Olive Oil 1 tbsp

Spring Onion white chopped ¼ cup

Garlic chopped small 3-4 buds

Carrot chopped small ¼ cup

Potato chopped cubes ¼ cup

French Beans chopped small ½ cup

Tomato Puree ½ cup

Sago / Tapioca 2 tbsp

Fresh Coriander Leaves ¼ cup

Cinnamon Leaves 1

Lemon Grass 1

Spinach ½ cup

Oregano 1 ts

Chilli Flakes 1 ts

Holy Basil Leaves 1 ts

Salt to taste

Lemon Juice of ½ lemon

Bread for serving

 

Method:

In a pressure cooker, take chopped Spring Onion white, Garlic, Carrot, Potato cubes, French Beans, Tomato Puree, Tapioca, Fresh Coriander Leaves, Cinnamon Leaves, Lemon Grass, Oregano, Chilli Flakes and Holy Basil Leaves. Add 1 glass of water. Pressure cook to 1 whislte.

 

Leave pressure cooker to cool down.

 

Remove the stuff from pressure cooker to a bowl.

 

Add Olive Oil, Spinach, Salt and Lemon Juice. Mix very well.

 

Remove the prepared soup in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves to garnish.

 

Serve Hot.

 

Sizzle with Delicious Quick Thick Soup…

No Comments

Post a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!