ઘઉ ની બિરયાની / Ghav ni Biryani / Wheat Biryani

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘઉ બાફેલા ૧ કપ

તેલ ૩ ટેબલ સ્પૂન

તમાલપત્ર ૨

લીમડો ૪-૫

સૂકા લાલ મરચાં ૨

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

લીલી ડુંગળી સમારેલી ૧/૨ કપ

કેપ્સિકમ સમારેલા મોટા ટુકડા ૧/૨ કપ

ટમેટાં સમારેલા મોટા ટુકડા ૨ ટમેટાં

મીક્ષ વેજીટેબલ સમારેલા મોટા ટુકડા બાફેલા ૨ કપ

(ગાજર, ફણસી, લીલા વટાણા, બટેટા, ફૂલકોબી વગેરે)

લાલ મરચું પાઉડર ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

ધાણાજીરું ૧ ટી સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

વરીયાળી નો પાઉડર ૧ ટેબલ સ્પૂન

ધાણાભાજી ૨ ટેબલ સ્પૂન

કાજુ તળેલા ૧/૪ કપ

મીઠું સ્વાદ મુજબ

 

રીત :

ઘઉ કમ સે કમ ૮ કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી બાફી લો. પછી ગાળીને પાણી કાઢી નાખો. ઘઉ એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ઘી ગરમ કરો. એમાં તમાલપત્ર, લીમડો, સૂકા લાલ મરચાં અને આદુ-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો.

 

સાંતડાઈ જાય એટલે એમાં સમારેલી લીલી ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાં ઉમેરો. છૂંદાઈ ના જાય એ ખ્યાલ રાખી ધીરે ધીરે હલાવી મીક્ષ કરો.

 

મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને વરીયાળી નો પાઉડર ઉમેરો. સામગ્રી છૂંદાઈ ના જાય એ ધ્યાન રાખી હળવે હળવે હલાવી બરાબર મીક્ષ કરો.

 

બાફેલા મીક્ષ વેજીટેબલ ઉમેરો અને હળવે હળવે બરાબર મીક્ષ કરો.

 

બાફેલા ઘઉ ઉમેરો અને હળવે હળવે બરાબર મીક્ષ કરો.

 

એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી અને તળેલા કાજુ ભભરાવી સજાવો.

 

બિરયાની તો બહુ માણી..

 

પણ આ તો ઘઉ ની બિરયાની..

 

આયર્ન અને વિટામિન થી ભરપુર.. અતિ પૌષ્ટિક.. મિજબાની

 

Prep.10 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:
Wheat grains boiled 1 cup
Oil 3 tbsp
Cinnamon Leaves 2Continue Reading

વેજ દલીયા લોલી / Veg Daliya Lolly / Bulgur Wheat Lolly

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૪ નંગ

 

સામગ્રી :

તેલ ૧ ટેબલ સ્પૂન

આદું-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

ગાજર જીણા સમારેલા ૧

કેપ્સિકમ જીણા સમારેલા ૧

બટેટા બાફેલા છુંદેલા ૧

દલીયા બાફેલા ૧/૨ કપ

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

કેચપ ૨ ટેબલ સ્પૂન

સુકી બ્રેડ નો ભુકો ૨ ટેબલ સ્પૂન

મેંદા ની સ્લરી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

તળવા માટે તેલ

લોલીપોપ સ્ટીક

સાથે પીરસવા માટે પસંદગી ની ચટણી કે સૉસ

રીત :

એક પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો.

 

એમાં આદું-મરચાં ની પેસ્ટ, જીણી સમારેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

ગરમ મસાલો, કેચપ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે પકાવો.

 

પછી, એક બાઉલમાં લઈ લો.

 

હવે એમાં, બાફેલા છુંદેલા બટેટા અને બાફેલા દલીયા ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

બોલ બનાવવા માટે જરૂરી એવું કઠણ મિશ્રણ તૈયાર કરો. જરૂર લાગે તો સુકી બ્રેડ નો ભુકો થોડો મિક્સ કરો.

 

હવે, આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

એક પછી એક, બધા બોલ, મેંદા ની સ્લરીમાં જબોળી, તરત જ સુકી બ્રેડ ના ભુકા માં રગદોળી, કોટ કરી લો.

 

પછી, દરેક બોલમાં એક-એક લોલીપોપ સ્ટીક ખુંચાળી દો.

 

પસંદગી ની ચટણી કે સૉસ સાથે તાજી અને ગરમ પીરસો.

 

ચટપટી અને મસાલેદાર લોલીપોપ ખાઓ, ભુખ ભગાઓ.

 

Prep.20 min.

Cooking time 10 min.

Yield 4 pcs.

Ingredients:

Oil 1 tbsp

Ginger-Chilli Paste 1 tbsp

Onion chopped 1Continue Reading

દલીયા સૂપ / Daliya Soup / Soup of Bulgur Wheat

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

તેલ ૧ ટી સ્પૂન

આદુ જીણો સમારેલો ૧/૨ ટી સ્પૂન

લીલા મરચાં જીણા સમારેલા ૨

લસણ જીણું સમારેલું ૨ કળી

ડુંગળી જીણી સમારેલી ૧

ગાજર જીણા સમારેલા ૨ ટેબલ સ્પૂન

કોબી જીણી સમારેલી ૨ ટેબલ સ્પૂન

દલીયા ૧/૨ કપ

મરી પાઉડર ચપટી

મીઠું સ્વાદ મુજબ

લીંબુ ૧/૪

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં ૩ કપ પાણી લો. દલીયા અધકચરા બાફી લો. અધકચરા બફાઈ ગયા પછી એ પાણીમાં જ રાખી મુકો.

 

બીજા પૅન માં ધીમા તાપે તેલ ગરમ કરો. એમાં આદુ, લીલા મરચાં, લસણ, ડુંગળી, ગાજર અને કોબી ઉમેરો. હલાવતા રહી ૨ થી ૩ મિનિટ માટે સાંતડી લો. અધકચરા બાફેલા દલીયા પાણી સહિત જ ઉમેરો. મધ્યમ તાપે ઉકાળો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરવું. જ્યારે બફાઈ જવાની તૈયારીમાં હોય ત્યારે તાપ ધીમો કરી દો. મરી પાઉડર અને મીઠું ઉમેરો. તાપ પરથી પૅન હટાવી લો. લીંબુ નો રસ મીક્ષ કરો.

 

ધાણાભાજી ભભરાવી સજાવો.

 

લવાશ યા લસણીયા બ્રેડ (ગાર્લિક બ્રેડ) સાથે પીરસો.

 

ભુખ લગાડે એવા પૌષ્ટિક સૂપ સાથે તંદુરસ્તી જાળવો.

Prep.10 min.

Cooking time 15 min.

Servings 2

Ingredients:

Oil                                                        1 ts

Ginger finely chopped                         ½ ts

Green Chilli finely chopped                 2

Continue Reading

error: Content is protected !!