વાલ ની બિરયાની / Val ni Biryani / Butter Beans Biryani

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૪ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

મરી આખા ૧ ટી સ્પૂન

તમાલપત્ર ૨

લીમડો ૪-૫ પાન

હિંગ ચપટી

આદું જીણો સમારેલો ૧ ટેબલ સ્પૂન

મરચા સમારેલા મોટા ટુકડા ૩ મરચા

જાયફળ પાઉડર ચપટી

લીલી ડુંગળી સમારેલી ૧ કપ

તાજા વાલ ૧/૨ કપ

રીંગણાં સમારેલા ૫

ગાજર ૫

(સમારેલા ટુકડા / ગોળ સ્લાઇસ)

ફુલકોબી સમારેલી મોટા ટુકડા ૧/૨ કપ

કોબી ખમણેલી ૧/૨ કપ

બટેટા નાના (બટેટી) ૭

(બાફેલા અને છાલ ઉતારેલા)

મીઠું સ્વાદ મુજબ

દહી ૧/૨ કપ

કિસમિસ ૨ ટેબલ સ્પૂન

ગરમ મસાલો ૧ ટી સ્પૂન

તજ-લવિંગ પાઉડર ૧ ટી સ્પૂન

રાંધેલા ભાત ૨ કપ

કાજુ ટુકડા સેકેલા ૨ ટેબલ સ્પૂન

 

રીત :

લાલ માટીની મટકી ઊંચા તાપે ગરમ કરો.

 

ગરમ થાય એટલે એમાં ઘી અને તેલ મુકો.

 

ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં આખા મરી, તમાલપત્ર, લીમડો, હિંગ, જીણો સમારેલો આદું અને સમારેલા મરચાંના મોટા ટુકડા ઉમેરો.

 

ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે ધીરે ધીરે હલાવીને સાંતડી લો.

 

પછી, જાયફળ પાઉડર, સમારેલી લીલી ડુંગળી, તાજા વાલ, સમારેલા રીંગણાં, ગાજર, ફુલકોબી, કોબી અને નાના બટેટા (બટેટી) ઉમેરો.

 

એમાં દહી અને મીઠું ઉમેરો અને ધીરે ધીરે હલાવી, ઉપર-નીચે ફેરવી, બધુ બરાબર મિક્સ કરી લો અને એને ઢાંકી દો અને બધુ બરાબર બફાઈ જાય ત્યાં સુધી પકાવો.

 

પછી, ગરમ મસાલો, કિસમિસ, તજ-લવિંગ નો પાઉડર ઉમેરો અને શાકભાજી છુંદાય ના જાય એ કાળજી રાખી, ધીરે ધીરે હલાવી, ઉપર-નીચે ફેરવી, બધુ બરાબર મિક્સ કરી લો.

 

હવે, રાંધેલા ભાત ઉમેરો અને ધીરે ધીરે બધુ ઉપર-નીચે ફેરવી બરાબર મિક્સ કરી લો.

 

ધીમા તાપે ૨ થી ૩ મિનિટ માટે રાખી મુકો.

 

પછી તાપ પરથી મટકી હટાવી લો.

 

તાજું અને ગરમા ગરમ જ સર્વિંગ પ્લેટ પર લો.

 

સેકેલા કાજુ ના ટુકડા છાંટી સજાવો.

 

ભરપેટ બિરયાની આરોગો. વાલ ની બિરયાની, ફાઇબર અને ચરબી રહીત પ્રોટીન થી ભરપુર.

Preparation time 10 minutes

Cooking time 20 minutes

For 4 persons

 

Ingredients:

Ghee 1 tbsp

Oil 1 tbsp

Black Pepper whole 1 ts

Cinnamon Leaves 2

Curry Leaves 4-5

Asafoetida Powder Pinch

Ginger chopped 1 tbsp

Green Chilli chopped big pieces 3 chilli

Nutmeg Powder Pinch

Spring Onion chopped 1 cup

Fresh Butter Beans ½ cup

Egg Planst chopped 5

Carrot chopped cubes or round slices 1

Coli Flower big pieces ½ cup

Cabbage grated ½ cup

Baby Potatoes whole, boiled and peeled 7

Salt to taste

Curd ½ cup

Dry Grapes / Raisin 2 tbsp

Garam Masala 1 ts

Cinnamon-Clove Powder 1 ts

Rice boiled or steamed 2 cups

Roasted Cashew Nuts 2 tbsp

Method:

Preheat clay pot or clay pan. Put Ghee and Oil, when heated, add Black Pepper, Cinnamon Leaves, Curry Leaves, Asafoetida Powder, Ginger and Green Chilli. Stir to mix well on high flame for 2-3 minutes. Add Nutmeg Powder, Spring Onion, Butter Beans, Egg Plants, Carrot, Coli Flower, Cabbage and Baby Potatoes. Add Curd and Salt and mix well slowly taking care not to crush vegetables. Continue cooking on high flame for 3-4 minutes. Add Garam Masala, Dry Grapes, Cinnamon-Clove Powder and mix well again slowly taking care not to crush vegetables. Add prepared Rice, mix slowly and leave it on high flame for 2-3 minutes. Remove the pot or pan from flame.

 

Serve it fresh and hot on a serving plate.

 

Garnish with Roasted Cashew Nuts.

 

Fill Your Tummy with Biryani with Butter Beans, Full of Fiber and Fat-free Protein.

ઇટાલિયન બટર બીન્સ સલાડ / વાલ નું સલાડ / Italian Butter Beans Salad / Val nu Salad

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

વાલ બાફેલા ૧ કપ

ટોમેટો પ્યુરી ૧/૨ કપ

વિનેગર ૧ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ઓલીવ ઓઇલ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી જીણી સમારેલી ૧

લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન

ધાણાભાજી ની ડાળખી પીસેલી ૧ ટેબલ સ્પૂન

તાજા લાલ મરચાં સમારેલા ૧

ટમેટાં જીણા સમારેલા ૧

ઇટાલિયન સીઝનીંગ ૧ ટી સ્પૂન

તબસકો સૉસ ૧/૨ ટી સ્પૂન

કેચપ ૧/૨ ટી સ્પૂન

 

રીત :

એક બાઉલમાં, બાફેલા વાલ, ટોમેટો પ્યુરી, મીઠું અને ઓલીવ ઓઇલ લઈ બરાબર મીક્ષ કરો. ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.

 

ધીમા તાપે એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં જીણી સમારેલી ડુંગળી, લસણ, ધાણાભાજીની ડાળખી અને તાજા લાલ મરચાં ઉમેરો. બરાબર મીક્ષ કરી આશરે ૧ મિનિટ માટે પકાવો.

 

જીણા સમારેલા ટમેટાં અને ઇટાલિયન સીઝનીંગ ઉમેરો. ધીરે ધીરે મીક્ષ કરતાં કરતાં ૧ થી ૨ મિનિટ માટે પકાવો.

 

વાલના મિશ્રણ સાથે આ બધુ ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

 

તબસકો સૉસ અને કેચપ રેડી આ પકાવેલું સલાડ સુશોભિત કરો.

 

ગરમ ગરમ પીરસો.

 

મોઢામાં પાણી આવે એવા.. પકાવેલા અને રસદાર સલાડ નો ઇટાલિયન સ્વાદ માણો..

 

Prep.10 min.

Cooking time 5 min.

for 2 Persons

Ingredients:

Butter Beans (Field Beans) boiled 1 cup

Tomato Puree  ½ cup

Vinegar 1 tbspContinue Reading

error: Content is protected !!