છુપા રૂસ્તમ / Chupa Rustam

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૬ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

ખજુર ની પેસ્ટ ૧/૪ કપ

અંજીર ની પેસ્ટ ૧/૪ કપ

ઓટ્સ ૧/૪ કપ

કાજુ, બદામ, પિસ્તા પાઉડર ૧/૪ કપ

મીની આઇસક્રીમ કૉન ૬

મેલ્ટેડ ચોકલેટ ૨ ટેબલ સ્પૂન

સુગર ગાર્નીશીંગ

 

રીત :

એક પૅન માં ધી ગરમ કરો.

 

એમા ખજુર ની પેસ્ટ અને અંજીર ની પેસ્ટ ઉમેરો અને સાંતડો.

 

પછી, ઓટ્સ અને કાજુ, બદામ, પિસ્તા નો પાઉડર ઉમેરો. થોડી વાર માટે ધીરે ધીરે હલાવીને બરાબર મિક્સ કરો.

 

પછી, એક બાઉલમાં લઈ લો. ઠંડુ થવા માટે થોડી વાર રાખી મુકો.

 

મીની આઇસક્રીમ કૉન માં તૈયાર કરેલું મિક્સચર ભરી દો.

 

મેલ્ટેડ ચોકલેટ અને સુગર ગાર્નીશીંગ વડે સજાવો.

 

આશરે ૧૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ચોકલેટ ની સુંદરતા અને સ્વાદની નીચે છુપાયેલી નટ્સની પૌષ્ટિક્તા.

 

છુપા રૂસ્તમ, છૂપી તાકાત.

Preparation time 10 minutes

Cooking time 5 minutes

For 6 Servings

 

Ingredients:

Ghee 1 tbsp

Date Paste ¼ cup

Fig Paste ¼ cup

Oats ¼ cup

Cashew Nuts , Almonds, Pistachio powder ¼ cup

Mini Ice Cream Cone 6

Chocolate melted 2 tbsp

Sugar garnishing

 

Method:

Heat Ghee in a pan.

 

Add Date Paste and Fig Paste and sauté.

 

Add Oats and mix Dry Fruits powder. Mix well while stirring for a while.

 

Remove in a bowl. Leave it for a while to cool off.

 

Fill prepared mixture in a Mini Ice Cream Cone.

 

Garnish with melted Chocolate and Sugar garnishing.

 

Refrigerate it for 10 minutes to set.

 

Serve fridge cold.

 

Chupa Rustam…Hidden Power…

 

Power of Dry Fruits…Hidden under the Taste and Beauty of Chocolate…

આઇસક્રીમ ટૉપિકલ ટ્રીટ / Ice Cream Topical Treat

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

બ્રેડ સ્લાઇસ ૨

ઘી સેકવા માટે

દળેલી ખાંડ જરૂર મુજબ

બનાના સ્ટ્રોબેરી આઇસક્રીમ ૧ સ્કૂપ

કન્ડેન્સ મિલ્ક જરૂર મુજબ

 

કેળાં ની કાપેલી સ્લાઇસ સજાવટ માટે

 

રીત :

બધી બ્રેડ સ્લાઇસ ગોળ આકારમાં કાપી લો.

 

એને ઘી નો ઉપયોગ કરી બંને બાજુ સેકી લો.

 

પછી, બંને બાજુ દળેલી ખાંડ છાંટી દો.

 

પછી, એને એક સર્વિંગ પ્લેટ પર લો.

 

એના ઉપર એક સ્કૂપ જેટલો બનાના સ્ટ્રોબેરી આઇસક્રીમ મુકો.

 

એના ઉપર કન્ડેન્સ મિલ્ક છાંટો.

 

એના ઉપર કેળાંની સ્લાઇસ મુકી સજાવો.

 

તરત જ પીરસો.

 

આઇસક્રીમ માટે તો ક્યારેય ના જ કેમ પાડી શકાય..

 

એમાં પણ આવી ટૉપિકલ ટ્રીટ તો ના પાડવાની જ ના પાડે..

Preparation time 5 minutes

Cooking time 5 minutes

Servings 2

 

Ingredients:

Bread Slices 2

Ghee to fry

Powder Sugar as needed

Banana Strawberry Ice Cream 1 Scoop

Condensed Milk as needed

 

Banana Slices for garnishing

 

Method:

Cut all Bread Slices in round shape.

 

Pan fry both sides of round cut Bread Slices using Ghee.

 

Dust both sides of pan fried bread slices with Powder Sugar.

 

Put a prepared Bread Slice on a serving plate.

 

Put a scoopful of Banana Strawberry Ice Cream on Bread Slice.

 

Drizzle Condensed Milk over it.

 

Put Banana Slices to garnish.

 

Serve immediately.

 

Ice Cream Treat is Always Hard to Resist…

Topical Treat Makes it Totally Irresistible…

 

લૌકી ફાલુદા / Lauki Faluda / Bottle Gourd Faluda

 

તૈયારી માટે ૨૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

લૌકી / દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

ઘી ૧ ટી સ્પૂન

દૂધ ૧ કપ

ખસ સીરપ ૨ ટેબલ સ્પૂન

તકમરીયા ૧ ટેબલ સ્પૂન

ફાલુદા નૂડલ્સ ૧ ટેબલ સ્પૂન

મીક્ષ ફ્રૂટ જેલી ૧ ટેબલ સ્પૂન

આઇસ ક્રીમ પ્લેન વેનીલા ૨ ટેબલ સ્પૂન

મીક્ષ સુકો મેવો નાના ટુકડા ૧ ટેબલ સ્પૂન

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમાં ખમણેલી દૂધી ઉમેરો અને સાંતડી લો.

 

એમાં દૂધ ઉમેરો અને ધીમા-મધ્યમ તાપે આશરે ૧૫ થી ૨૦ મિનિટ માટે ઉકાળો. ઉકાળવા દરમ્યાન થોડી થોડી વારે હલાવતા રહો.

 

દૂધ જરા ઘાટું થઈ જાય એટલે તાપ પરથી હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર મુકી રાખો.

 

દૂધ ઠંડુ થઈ જાય એટલે એમાં ખસ સીરપ ઉમેરી બરાબર મીક્ષ કરી દો અને આશરે ૩૦ મિનિટ માટે ફ્રીજમાં રાખી દો.

 

એક સર્વિંગ ગ્લાસ લો. એમાં તકમરીયા, ફાલુદા નૂડલ્સ અને મીક્ષ ફ્રૂટ જેલી ઉમેરો.

 

ફ્રીજમાં ઠંડા કરેલા દૂધી સાથેના દૂધથી ગ્લાસ ભરી દો.

 

એની ઉપર એક સ્કૂપ જેટલો પ્લેન વેનીલા આઇસક્રીમ મુકી દો.

 

એની ઉપર સૂકા મેવાના થોડા નાના ટુકડા મુકી ખુબસુરત દેખાવ આપો.

 

ઠંડુ ઠંડુ પીરસો.

 

ઉનાળાની ધખધખતી ગરમીમાં ઠંડા થાઓ..

 

Prep.10 min.

Cooking time 20 min.

Qty. 2 Glasses

Ingredients:

Bottle Gourd grated 100 gm

Ghee 1 ts

Milk 2 cupContinue Reading

error: Content is protected !!