જામફળ નું જ્યુસ (લાલ) / Jamfal nu Juice (Red) / Guava Juice (Red)

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫૦૦ ગ્રામ પલ્પ

 

સામગ્રી:

પલ્પ માટે:

જામફળ ૩

ખાંડ ૧ કપ

લીંબુ ૧

 

જ્યુસ માટે:

સંચળ ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

 

રીત:

પલ્પ માટે:

એક પ્રેશર કૂકરમાં જામફળ લઈ, થોડું પાણી ઉમેરી, ૧ સિટી જેટલું પ્રેશર કૂક કરી લો.

 

હવે, બાફેલા જામફળને એક ગરણા વડે ગાળી લઈ, જામફળ નો પલ્પ અલગ કરી લો. આપણે ઘટ્ટ પલ્પ તૈયાર કરવો છે, માટે પાણી બિલકુલ ના ઉમેરવું.

 

હવે, પલ્પને એક પૅનમાં લો અને પલ્પ જેટલી જ ખાંડ ઉમેરો.

 

પછી, પૅનને ધીમા તાપે મુકો. સતત હલાવતા રહો. પલ્પ જરા ગરમ થાય એટલે તરત જ લીંબુ નો રસ ઉમેરો. સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે તરત જ પૅનને તાપ પરથી હટાવી લો.

 

ઠંડુ થવા માટે રાખી મુકો.

 

પલ્પ તૈયાર છે. એક એરટાઇટ બરણીમાં ભરી, ફ્રીજમાં રાખી દો.

 

જ્યુસ માટે:

એક બાઉલમાં ૩ ટેબલ સ્પૂન જેટલો જામફળ નો પલ્પ લો.

 

એમા, સંચળ, જીરું પાઉડર, ૧ ગ્લાસ પાણી ઉમેરી, હેન્ડ બ્લેંડર વડે બ્લેન્ડ કરી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં ભરી, બરફના ટુકડા ઉમેરી દો.

 

જામફળનું ઠંડુ જ્યુસ પીરસો.

Preparation time 2 minutes

Cooking time 20 minutes

Yield 500g Pulp

 

Ingredients:

For Pulp:

Guava 3

Sugar 1 cup

Lemon 1

 

For Juice:

Black Salt ½ ts

Cumin Powder ½ ts

Ice Cubes 2-3

 

Method:

For Pulp:

Take Guava in a pressure cooker. Add little water. Pressure cook to 1 whistle.

 

Now, strain boiled Guava using a strainer and separate Guava pulp. Please don’t add water at all as we need thick pulp.

 

Now, take pulp in a pan and add Sugar of same quantity as of pulp.

 

Then, put pan on low flame. Stir it continuously. When it becomes little hot, add Lemon juice. Continue stirring continuously. When Sugar is melted, immediately, remove pan from flame.

 

Leave it to cool off.

 

Pulp is ready. Fill in an airtight container and store in refrigerator.

 

For Juice:

Take 3 tbsp of prepared Guava pulp in bowl.

 

Add Black Salt, Cumin Powder, 1 glass of water and blend it using hand blender.

 

Fill it in a serving glass. Add Ice Cubes.

 

Serve cold Guava Juice.

જીંજર ઓરેંજ જ્યુસ / આદું અને સંતરા નું જ્યુસ Adu ane Santra nu Juice / Ginger Orange Juice

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ સર્વિંગ

 

સામગ્રી :

સંતરા ૪

આદુ જીણો સમારેલો ૧ મોટો ટુકડો

લીલી હળદર જીણી સમારેલી ૧ મોટો ટુકડો

મધ ૨ ટેબલ સ્પૂન

સંચળ ૧/૨ ટી સ્પૂન

જીરું પાઉડર ૧ ટી સ્પૂન

સજાવવા અને સાથે પીરસવા માટે ઓરેંજ સ્લાઇસ, ફૂદીનો અને આઇસ ક્યુબ

 

રીત :

બધા સંતરા નો જ્યુસ કાઢી લો અને એક બાઉલમાં લઈ લો.

 

મીક્ષરની જારમાં જીણો સમારેલો આદુ, લીલી હળદર અને મધ લો. એકદમ પીસી લઈ, પેસ્ટ તૈયાર કરી લો અને સંતરા ના જ્યુસ સાથે મિક્સ કરી દો.

 

એમા, સંચળ અને જીરું પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

ગરણીથી ગાળી લો.

 

એક સર્વિંગ ગ્લાસમાં ભરી લો અને થોડા આઇસ ક્યુબ ઉમેરો.

 

ઉપર ફુદીનાના ૧-૨ પાન મુકો.

 

ગ્લાસની કિનારી પર સંતરા ની એક સ્લાઇસ ભરાવી દો.

 

તાજે તાજુ જ પીરસો.

 

આદુ નો તમતમાટ અને સંતરા નો ખટ્ટ-મીઠ્ઠો સ્વાદ માણો, શિયાળાની ઠંડી મજેદાર બનાવો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Servings 2

 

Ingredients:

Orange 4

Ginger chopped 1 big pc

Fresh Turmeric chopped 1 big pc

Honey 2 tbsp

Black Salt Powder ½ ts

Cumin Powder 1 ts

Orange slice, Fresh Mint Leaves and Ice cubes for garnishing and serving

 

Method:

Extract juice from all Oranges and take it in a bowl.

 

In a wet grinding jar of mixer, take chopped Ginger, Fresh Turmeric and Honey. Crush well to fine paste.

 

Add it to Orange juice.

 

Add Black Salt Powder and Cumin Powder. Mix very well.

 

Filter with a strainer.

 

Take in a serving glass. Add few Ice cubes.

 

Garnish with Orange slice and Fresh Mint Leaves.

 

Serve fresh.

 

Make Chilling Winter enjoyable adding Hotness of Ginger and Sweet-Sour Taste of Orange.

કારેલા નું જ્યુસ / Karela nu Juice / Bitter Gourd Juice

તૈયારી માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

કારેલા છાલ કાઢી સમારેલા ૨

(બધા જ બી કાઢી નાખવા)

કાકડી છાલ કાઢી સમારેલી ૧

ધાણાભાજી ૧ કપ

ફુદીનો ૧૫-૨૦ પાન

લીંબુ ૧

સંચળ સ્વાદ મુજબ

આઇસ ક્યુબ ૫-૭

સજાવટ માટે ધાણાભાજી અને ફુદીના ના ૧-૨ પાન

 

રીત :

મીક્ષરની જારમાં કારેલા અને કાકડી લો.

 

એમા ધાણાભાજી અને ફુદીનો ઉમેરો.

 

૧ કપ પાણી અને સ્વાદ મુજબ સંચળ ઉમેરો.

 

મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી બધુ એકદમ પીસી લો.

 

હવે, એક સર્વિંગ ગ્લાસમાં ૪-૫ આઇસ ક્યુબ લો અને લીંબુ નો રસ લો.

 

મીક્ષરની જારમાંથી જ્યુસ ગરણી વડે ગાળી, સર્વિંગ ગ્લાસમાં ભરી દો.

 

એમા, ૨-૩ આઇસ ક્યુબ ઉમેરો.

 

ઉપર થોડી ધાણાભાજી અને ફુદીનાના ૧-૨ પાન મુકી સજાવો.

 

બ્લડ સુગર કંટ્રોલ કરો, કારેલા ની જ્યુસ પીઓ, ફુદીના-ધાણાભાજી ની તાજગીભરી સોડમ માણો.

Preparation time 10 minutes

Cooking time 0 minutes

Serving 1

 

Ingredients:

Bitter Gourd peeled and chopped 2

Cucumber peeled and chopped 1

Fresh Coriander Leaves 1 cup

Fresh Mint Leaves 15-20 leaves

Lemon Juice of 1 lemon

Black Salt to taste

Ice Cubes 5-7

 

Fresh Coriander Leaves and 1-2 Fresh Mint Leaves for garnishing.

 

Method:

Take peeled and chopped Bitter Gourd and Cucumber in a blending jar of mixer. Add Fresh Coriander Leaves and Fresh Mint Leaves. Add 1 cup of water. Add Black Salt. Blend it until all content is crushed very well.

 

Take 4-5 Ice Cubes in a serving glass. Add Lemon Juice.

 

Strain and pour the Juice from the blending jar in the serving glass.

 

Add 2-3 Ice Cubes.

 

Garnish with Fresh Coriander Leaves and 1-2 Fresh Mint Leaves.

 

Control Your Blood Sugar Level with Mint-Coriander Flavoured…

 

Enjoyable Taste of Bitter Gourd Juice…

બીટ રૂટ નો જ્યુસ / Beetroot Juice

 

તૈયારી માટે ૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

બીટ રૂટ નાના ટુકડા કરેલું ૧

ફૂદીનો ૧/૨ કપ

ધાણાભાજી ૧/૨ કપ

લીંબુ ૧/૨

ખાંડ સ્વાદ મુજબ

સંચળ સ્વાદ મુજબ

જીરું પાઉડર ૧/૨ ટી સ્પૂન

બરફ ના ટુકડા ૨-૩

રીત :

બરફ ના ટુકડા સિવાય બધી સામગ્રી મીક્ષર ની જારમાં લો અને મીક્ષરને હાઇ સ્પીડ પર ચલાવી એકદમ ક્રશ કરી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.

 

ગરણીથી ગાળી લો.

 

જ્યુસ માટેના સુંદર ગ્લાસમાં ભરી લો. બરફ ના ટુકડા ઉમેરો.

 

મરી પાઉડર છાંટીને સજાવો.

 

તાજે તાજું જ પીરસો.

 

લાલ ચટ્ટાક દેખાવ મનભાવન..

આર્યન યુક્ત ગુણ તનભાવન..

સ્વાદ તો આનો મુખભાવન..

 

Prep.5 min.

Qty. 1 Glass

Ingredients:

Beetroot small chopped          1

Fresh Mint Leaves                  ½ cup

Fresh Coriander Leaves         ½ cupContinue Reading

error: Content is protected !!