કાટલા મિલ્કશેક / Katla Milkshake

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

ઘઉ નો લોટ ૧ ટેબલ સ્પૂન

સુંઠ પાઉડર ૧ ટી સ્પૂન

કાટલુ ૧ ટેબલ સ્પૂન

સુકુ નારિયળ ખમણ ૧ ટેબલ સ્પૂન

કાજુ પાઉડર ૧/૨ ટેબલ સ્પૂન

બદામ પાઉડર ૧/૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

દુધ ૧ ગ્લાસ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા ઘઉ નો લોટ ઉમેરો અને સતત, ધીરે ધીરે હલાવતા રહી, આછો ગુલાબી સેકી લો.

 

સુંઠ પાઉડર, કાટલુ પાઉડર, સુકુ નારિયળ ખમણ, કાજુ પાઉડર, બદામ પાઉડર અને હળદર ઉમેરો. ૨ થી ૩ મિનિટ માટે ધીમા તાપે ધીરે ધીરે હલાવીને બરાબર મિક્સ કરી દો.

 

પછી, તાપ પરથી પૅન હટાવી લો અને ઠંડુ થવા માટે થોડી વાર માટે રાખી મુકો.

 

ઠંડુ થઈ જાય પછી દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

 

હવે, દુધ હુંફાળું ગરમ કરો અને એમા, તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી, બ્લેંડર વડે બરાબર મિક્સ કરી દો.

 

એને એક સર્વિંગ ગ્લાસમાં ભરી દો.

 

તાજે તાજુ જ પીરસો.

 

શિયાળાની થરથરાવતી ઠંડીમાં શરીર ગરમ રાખો, કાટલા મિલ્કશેક પીઓ.

Preparation time 5 minutes

Cooking time 10 minutes

Serving 1

 

Ingredietns:

Ghee 1 tbsp

Whole Wheat Flour 1 tbsp

Dried Ginger Powder 1 ts

Katlu 1 tbsp

Dry Coconut grated 1 tbsp

Cashew Nut Powder ½ tbsp

Almond Powder ½ tbsp

Turmeric Powder Pinch

Sugar Powder 2 tbsp

Milk 1 glass

 

Method:

Heat Ghee in a pan on low flame. Add Whole Wheat Flour and roast it to light brownish stirring slowly and continuously.

 

Add Dried Ginger Powder, Katlu powder, grated Dry Coconut, Cashew Nut Powder, Almond Powder and Turmeric Powder. Mix well stirring on low flame for 2-3 minutes. Remove the pan from flame and leave it for few minutes to cool down.

 

When cooled down, add Sugar Powder and mix very well.

 

Lukewarm Milk. Add prepared mixture in lukewarm Milk and blend it.

 

Take in a serving glass.

 

Serve Fresh.

 

Drink Katlu Milkshake and Heat Body in Indian Winter with many Body Heating Herbs in Katlu.

કાટલા રાબ / Katla Raab

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧ સર્વિંગ

 

સામગ્રી :

ઘી ૧ ટેબલ સ્પૂન

તજ નાનો ટુકડો ૧

લવિંગ ૩-૪

અજમા ૧/૨ ટી સ્પૂન

બાજરી નો લોટ ૧ ટેબલ સ્પૂન

કાટલુ ૧ ટેબલ સ્પૂન

(અમુક ચોક્કસ ૩૨ ઓસડીયા નો મિક્સ પાઉડર)

ગોળ ૧ ટેબલ સ્પૂન

સુકુ નારિયળ ખમણ

 

રીત :

એક બાઉલમાં ગોળ લો.

 

એમા ૧ કપ જેટલુ પાણી ઉમેરો અને ગોળ ઓગળી જાય ફક્ત એટલું જ ગરમ કરો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં ધીમા તાપે ઘી ગરમ કરો.

 

એમા, તજ, લવિંગ, અજમા અને બાજરી નો લોટ ઉમેરો અને સતત,  ધીરે ધીરે હલાવીને સેકી લો.

 

સેકાય જાય એટલે કાટલુ, ગોળ નું પાણી અને સુકુ નારિયળ ખમણ ઉમેરો. બરાબર મિક્સ કરો અને ૪ થી ૫ મિનિટ માટે મધ્યમ તાપે એકદમ ઉકાળો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

તાજે તાજુ અને ગરમા ગરમ પીરસો.

 

શરીર માં ગરમી ઉત્પન્ન કરતાં ઘણા બધા ઓસડીયા ધરાવતા કાટલા ની રાબ, ખાસ, શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરના રક્ષણ માટે.

Preparation time 0 minute

Cooking time 15 minutes

Serving 1

 

Ingredients:

Ghee 1 tbsp

Cinnamon 1 piece

Clove buds 3-4

Carom Seeds ½ ts

Millet Flour 1 tbsp

Katlu 1 tbsp

(blended mixture of specific 32 herbs)

Jaggery 1 tbsp

Dry Coconut grated 1 tbsp

 

Method:

Take Jaggery in a bowl. Add 1 cup of water and boil it to melt Jaggery in water. Keep it a side.

 

Heat Ghee in a pan on low flame. Add Cinnamon, Clove buds, Carom Seeds and Millet Flour and roast while stirring slowly and continuously.

 

When roasted, add Katlu powder, prepared Jaggery water and grated Dry Coconut. Mix well and boil it for 4-5 minutes on medium flame.

 

Take in a serving bowl.

 

Serve Hot.

 

Energize in Indian winter with Katla Raab…having various body heating herbs…

કાટલા ની નાનખટાઈ / કાટલા કૂકીસ / Katla ni Nankhatai / Katla Cookies

તૈયારી માટે ૧૦ મિનિટ

બેકિંગ માટે ૩૦ મિનિટ

૨૫ કૂકીસ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧ કપ

રવો / સુજી ૧ કપ

દળેલી ખાંડ ૧ કપ

ઘી ૧ કપ

કાટલુ પાઉડર ૧/૨ કપ

સુકો નારીયળ પાઉડર ૧/૨ કપ

ગુંદ પાઉડર ૧/૪ કપ

સજાવટ માટે બદામ ની કતરણ અથવા બદામ નો પાઉડર

 

રીત :

એક બાઉલમાં ઘઉ નો લોટ, રવો, દળેલી ખાંડ અને ઘી, એકીસાથે લો અને બરાબર મીક્ષ કરો. આશરે ૭ થી ૮ કલાક માટે રાખી મુકો.

 

પછી એમાં, કાટલુ પાઉડર, સુકો નારીયળ પાઉડર અને ૨ ટેબલ સ્પૂન જેટલો ગુંદ પાઉડર ઉમેરી, બરાબર મીક્ષ કરી, કઠણ લોટ બાંધી લો. જરૂર લાગે તો જ, થોડું ઘી ઉમેરવું.

 

બાંધેલા લોટમાંથી નાના નાના લુવા લઈ, પસંદ મુજબ સાઇઝ અને આકાર આપો અથવા મોલ્ડ નો ઉપયોગ કરી, કૂકીસ તૈયાર કરો.

 

બધી કૂકીસને ગુંદ પાઉડર વડે કોટ કરી લો.

 

દરેક કૂકી પર બદામની કતરણ હળવેથી દબાવીને મુકો અથવા બદામ પાઉડર છાંટો.

 

આ રીતે તૈયાર કરેલી બધી જ કૂકીસ, એક બેકિંગ ડીશ પર ગોઠવી દો.

 

ઓવન પ્રી-હીટ કરી લો.

 

પ્રી-હીટ કરેલા ઓવનમાં, કૂકીસ સાથે તૈયાર કરેલી બેકિંગ ડીશ મુકી ૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

તાજી અને ગરમ ગરમ આરોગો અથવા તો ઠંડી થવા થોડી વાર રાખી મુકો અને પછી એર ટાઇટ બરણીમાં ભરી લો.

 

પરંપરાગત કાટલુ, નવતર રીતે બનાવેલી કૂકીસમાં ખાઓ, શિયાળાની ઠંડીને શરીરની ગરમી માં પલટાવો.

Preparation time 10 minutes

Baking time 30 minutes

Yield 25 cookies

 

Ingredients:

Whole Wheat Flour 1 cup

Semolina 1 cup

Powder Sugar 1 cup

Ghee 1 cup

Katlu Powder ½ cup

Dry Coconut Powder ½ cup

Edible Gum Powder ¼ cup

Almond Flakes or Almond Powder for garnishing.

 

Method:

Take Whole Wheat Flour in a bowl. Add Semolina, Powder Sugar and Ghee. Mix well. Leave it for apprx 7 to 8 hours.

 

Then, add Katlu Powder, Dry Coconut Powder and 2 tbsp of Edible Gum Powder. Mix and knead stiff dough. Add little Ghee only if needed.

 

Prepare number of lumps of dough and give cookies shape of your choice or use moulds to shape.

 

Coat all cookies with Edible Gum Powder.

 

Garnish with Almond Flakes or Almond Powder.

 

Arrange all cookies on a baking dish.

 

Pre-heat oven. Bake for 30 minutes at 180°.

 

Enjoy Hot or Store to Enjoy over the Time.

 

Convert the Winter Cold to Body Heat…with…Traditional Katlu…Bite as Trendy Cookies…

કાટલા ના લાડુ / Katla na Ladu

તૈયારી માટે ૦ મિનિટ

બનાવવા માટે ૨૦ મિનિટ

૫ લાડુ

 

સામગ્રી :

ઘી ૧૦૦ ગ્રામ

ગુંદકણી ૨૦ ગ્રામ

ઘઉ નો કરકરો લોટ ૧/૪ કપ

ઘઉ નો જીણો લોટ ૧/૪ કપ

હળદર ચપટી

સુંઠ પાઉડર ૨ ટેબલ સ્પૂન

કાટલા પાઉડર ૩ ટેબલ સ્પૂન

સુકુ નારિયળ ખમણ ૨ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન

બદામ ટુકડા ૧ ટેબલ સ્પૂન

ગોળ ખમણેલો ૧/૨ કપ

 

રીત :

એક પૅન માં ધીમા તાપે ૬૦ ગ્રામ જેટલુ ઘી ગરમ કરો.

 

એમા ઘઉ નો કરકરો લોટ અને જીણો લોટ, બન્ને એકીસાથે ઉમેરો અને આછો ગુલાબી સેકી લો.

 

એમા, હળદર, સુંઠ પાઉડર, કાટલા પાઉડર ઉમેરો અને હવે ૩ થી ૪ મિનિટ માટે મધ્યમ તાપે સેકી લો.

 

પછી, સુકુ નારિયળ ખમણ, કાજુ ટુકડા, બદામ ટુકડા ઉમેરો અને વધુ ૩ થી ૪ મિનિટ માટે સેકી લો.

 

બધુ બરાબર સેકાય જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.

 

બીજા એક પૅન માં ૪૦ ગ્રામ જેટલુ ઘી ગરમ કરો.

 

એમા ગુંદકણી ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે ઘીમાંથી સાંતડેલી ગુંદકણી કાઢી, તરત જ, તૈયાર કરેલા કાટલા ના મિક્સચર માં ઉમેરી, બરાબર મિક્સ કરી દો.

 

ગુંદકણી કાઢી લીધા પછી પૅન માં રહેલા ઘી માં ખમણેલો ગોળ ઉમેરો અને ગોળ ઓગળી જાય ફક્ત એટલું જ ગરમ કરો.

 

ઓગાળેલો આ ગોળ, તૈયાર કરેલા કાટલા ના મિક્સચર માં ઉમેરી, બરાબર મિક્સ કરી દો.

 

હવે, આ મિક્સચરમાંથી નાના નાના બોલ બનાવી લો.

 

ખાસ શિયાળામા, શરીર માટે ગરમી નો સ્ત્રોત, શક્તિદાયક, કાટલા ના લાડુ તૈયાર છે.

Preparation time 0 minute

Cooking time 20 minutes

Yield 5 Laddu

 

Ingredients:

Ghee 100g

Edible Gum 20g

Wheat Flour coarse ¼ cup

Wheat Flour fine ¼ cup

Turmeric Powder Pinch

Dried Ginger Powder 2 tbsp

Katla Powder 3 tbsp

Dry Coconut grated 2 tbsp

Cashew Nuts pieces 1 tbsp

Almond pieces1 tbsp

Jaggery grated ½ cup

 

Method:

Heat 60g Ghee. Add Wheat Flour coarse and Wheat Flour fine. Roast well to light brownish.

 

Add Turmeric Powder, Dried Ginger Powder, Katla Powder and continue roasting on medium flame for 3-4 minutes.

 

Add grated Dry Coconut Powder, Cashew Nuts pieces, Almond pieces and continue roasting for 3-4 minutes.

 

When all stuff is roasted well, switch off the flame.

 

In another pan, heat 40g Ghee. Add Edible Gum and fry and when it is fried, remove Gum from Ghee and add it to prepared Katla mixture.

 

In remaining Ghee after removing Edible Gum, add grated Jaggery and heat just to melt Jaggery and add melted Jaggery in prepared mixture. Mix very well.

 

Prepare number of balls of mixture.

 

Winter Special, Body Heating, Energising Katla Laddu is Ready.

error: Content is protected !!