તૈયારી માટે ૫ મિનિટ
બનાવવા માટે ૩૦ મિનિટ
૨ સર્વિંગ
સામગ્રી :
મારીગોલ્ડ ફ્લાવર (ગલગોટા ના ફુલ) ૧૦
એલચી ના દાણા ૧ ટી સ્પૂન
ચોખા ૧/૪ કપ
પાણી ૨ કપ
દુધ ૨ કપ
ખાંડ ૫ ટેબલ સ્પૂન
એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન
સજાવટ માટે બદામ ની કતરણ
રીત :
અંદાજીત ૩૦ મિનિટ માટે ચોખા પલાળી દો. એ દરમ્યાન બીજી તૈયારી કરી લો.
ગલગોટા ના ફુલ તોડી, પાંખડીઓ છુટી પાડી લો અને બરાબર ધોઈ લો.
એક પૅન માં ૨ કપ જેટલુ પાણી લો.
એમા ગલગોટા ની પાંખડીઓ અને એલચી ના દાણા ઉમેરો.
હવે એને ઊંચા તાપે ઉકાળવા મુકો.
એકદમ ઉકળી જાય એટલે ગરણીથી ગાળીને એ પાણી એક બાઉલમાં લઈ લો અને પાંખડીઓ એક બાજુ રાખી દો.
આ પાણીમાં પલાળેલા ચોખા ઉમેરો અને ઊંચા તાપે ઉકાળવા મુકો.
ચોખા બરાબર બફાઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો અને ગરણીથી પાણી કાઢી નાખો અને બાફેલા ચોખા એક બાજુ રાખી દો.
હવે, બીજી તૈયારી કરતાં કરતાં, થોડી થોડી વારે, એક ચમચા વડે બાફેલા ચોખાને હળવેથી ઉપર-નીચે ફેરવતા રહો, જેથી અંદરથી વરાળ નીકળતી રહે અને ચોખાના દાણા છુટા છુટા રહે, લચકો ના થઈ જાય.
બીજા એક પૅન માં દુધ લો.
એમા ગલગોટા ની પાંખડીઓ ઉમેરો અને ધીમા તાપે ઉકાળવા મુકો. દુધ ઘાટુ થઈ જાય ત્યા સુધી થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળો.
પછી, ખાંડ અને એલચી પાઉડર ઉમેરો. બરાબર મિક્સ કરો.
હવે, બાફેલા ચોખા ઉમેરો અને ધીમા તાપે ઉકાળવાનું ચાલુ રાખો. જરૂર લાગે ત્યારે, ઉભરાય ના જાય અને પૅન ના તળીયે ચોંટી ના જાય એ માટે, પૅન ના તળીયા સુધી ચમચો ફેરવી હલાવવું.
ઘાટુ થઈ જાય એટલે તાપ પરથી પૅન હટાવી લો.
એક સર્વિંગ બાઉલમાં લઈ લો.
બદામ ની કતરણ છાંટી, સજાવો.
પસંદ મુજબ, ગરમ ગરમ અથવા ફ્રીજમાં ઠંડુ કરીને પીરસો.
આહલાદક, સ્વાદિષ્ટ, સુગંધી.. પાયસમ, મારીગોલ્ડ પાયસમ..
કેરળ નું પાયસમ.. મારીગોલ્ડ પાયસમ..
Preparation time 5 minutes
Cooking time 30 minutes
Servings 2
Ingredients:
Marigold Flowers 10
Cardamom granules 1 ts
Rice ¼ cup
Water 2 cup
Milk 2 cup
Sugar 5 tbsp
Cardamom Powder ½ ts
Almond flakes for garnishing.
Method:
Soak Rice for approx 30 minutes. Meanwhile prepare other thing.
Break Marigold Flowers to separate petals. Wash all petals very well.
Take 2 cups of water in a pan. Add Marigold Petals and Cardamom granules. Put it on flame to boil. When it is boiled well, filter the water and add soaked Rice in this water and put it to boil. When rice is boiled, remove the pan from the flame and strain the water. Leave the rice a side. While preparing other thing, just turn over prepared Rice eventually with a serving spoon to let the steam get released from inside to keep Rice granules separate.
In another pan, take Milk. Add boiled Marigold petals and put it on low flame to boil. Boil it while stirring occasionally until Milk thickens. Add Sugar and Cardamom Powder. Mix well. Add prepared Rice and continue boiling on low flame. Stir it when needed to avoid boil over. When it thickens, remove the pan from the flame.
Remove it in a serving bowl.
Garnish with sprinkle of Almond Flakes.
Serve Hot or Refrigerated Cold.
Awesome…Yummy…Aromatic…Lip Licking…
Payasam…Marigold Payasam…
Like Keralite…Like Payasam…