દુધ પોહા / દુધ પૌવા / Dudh Poha

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પોહા / પૌવા ૧/૨ કપ

દુધ ૫૦૦ મિલી

સાકર ૫૦ ગ્રામ

ગુલકંદ ૧ ટેબલ સ્પૂન

એલચી ૧/૨ ટી સ્પૂન

સજાવટ માટે કાજુ, બદામ, પીસ્તા ની કતરણ

 

રીત:

પોહા ને ધોઈને પલાળી દો.

 

દુધ ઉકાળો. તળિયે ચોંટી કે બળી ના જાય એ માટે હલાવતા રહો. ચોથા ભાગ જેટલું દુધ બળી જાય ત્યાં સુધી ઉકાળતા રહો.

 

હવે એમાં, સાકર અને ગુલકંદ ઉમેરી, થોડી વાર માટે ઉકાળવાનું ચાલુ રાખો.

 

પછી એમાં, પલાળેલા પોહા અને એલચી ઉમરી, બરાબર મીક્ષ કરી દો.

 

હવે, તૈયાર થયેલા દુધ પોહા, ચાંદીના વાસણમાં લઈ લો.

 

કાજુ, બદામ, પીસ્તાની કતરણ ભભરાવી સુશોભીત કરો.

 

હવે, આછા સફેદ કપડાં વડે વાસણને ઢાંકી, કમ સે કમ એકાદ કલાક માટે, શરદપુનમની ચાંદનીમાં રાખી દો. એનાથી દુધ પોહા માં એક ખાસ પ્રકારની ઠંડક આવી જશે.

 

ચાંદનીમાં ઠંડા થયેલા દુધ પોહા પીરસો.

 

હિન્દુ સાંસ્કૃતિક પરંપરા મુજબ, શરદપુનમની ઉજવણી માટેની આ ખાસ વાનગી છે.

 

પારંપરીક માન્યતા મુજબ, શરદપુનમની ચાંદનીથી, દુધ અને પોહા ના મીશ્રણમાં પવિત્રતા અને ખાસ પૌષ્ટિક્તા ઉમેરાય છે.

 

તો ચાલો, આપણે પણ આવી સરસ પરંપરાને અનુસરીએ અને પ્રાકૃતિક રીતે ચાંદનીના ઉજાસની ઠંડકવાળા દુધ પોહા નો ખાસ અને અનોખો સ્વાદ માણીએ.

Preparation time 2 minutes

Cooking time 15 minutes

For 2 Persons

 

Ingredients:

Poha (Flattened Puffed Rice) ½ cup

Milk 500ml

Rock Sugar 50g

Rose Petal Jam (Gulkand) 1 tbsp

Cardamom ½ ts

Chips cuts of Cashew Nuts, Almonds, Pistachio for garnishing

 

Method:

Wash Poha and soak.

 

Boil Milk while stirring to prevent burning and sticking at the bottom of the pan. Boil until 1/4th Milk is burnt.

 

Now, add Rock Sugar and Rose Petal Jam in boiled Milk and continue boiling for a while.

 

Then, add soaked Poha and Cardamom in Milk. Mix well.

 

Then, transfer Milk-Poha  into a silver pan.

 

Sprinkle chips cuts of Cashew Nuts, Almonds and Pistachio to garnish.

 

Cover the pan with a thin white cloth and put the pan for at least an hour, under the Moonlight of night of Sharad Poornima. It will bring a specific coolness to Milk and Poha.

 

Serve Moonlight cool Dudh Poha.

 

This is a special dish to celebrate Sharad Poornima as per Hindu Cultural Tradition.

 

As believed, the Moonlight of the night of Sharad Poornima (the last full moon night of the year as per Hindu Calender) brings in holiness and specific health benefits to the combination of Milk and Poha.

 

So, let’s follow the tradition and have a special and unique taste of Dudh Poha, naturally cooled under the moonlight of full moon.

મીઠા પોહા / Mitha Poha

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૦ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

પૌવા / પોહા ૧/૨ કપ

કોકોનટ મીલ્ક ૧ કપ

દળેલી ખાંડ ૨ ટેબલ સ્પૂન

કાજુ ટુકડા ૧ ટેબલ સ્પૂન

બદામ ટુકડા ૧ ટેબલ સ્પૂન

કિસમિસ ૧ ટેબલ સ્પૂન

એલચી પાઉડર ૧/૨ ટી સ્પૂન

 

રીત:

ચોક્કસપણે, સૌથી સરળ વાનગીઓમાંની આ એક વાનગી છે. આથી વધારે સરળ વાનગી હોય જ ના શકે.

 

સૌપ્રથમ પોહા ધોઈ અને પલાળી દો.

 

પછી તો બસ સરળ રીતે જ, એક બાઉલમાં બધી જ સામગ્રી એકીસાથે લઈ લો અને બરાબર મીક્ષ કરી લો.

 

થોડી વાર માટે ફ્રીજમાં રાખી દો.

 

ઠંડા ઠંડા પીરસો.

 

બોલો, હવે તમારું શું કહેવું છે ..!!!???

 

આથી સરળ કોઈ વાનગી હોય શકે..!!!???

Preparation time 5 minutes

Cooking time 0 minute

For 2 Persons

 

Ingredients:

Flattened Rice (Poha) ½ cup

Coconut Milk 1 cup

Sugar Powder 2 tbsp

Cashew Nuts pcs 1 tbsp

Almond pcs 1 tbsp

Raisins 1 tbsp

Cardamom Powder ½ ts

 

Method:

For sure, this is one of the simplest recipes. We cannot have simpler and easier than this recipe.

 

First of all, wash and soak Poha.

 

Then, simply, take all listed ingredients in a bowl, mix very well.

 

Refrigerate for few minutes.

 

Serve fridge cold.

 

Now, what to say…!!!???

 

Isn’t it one of the simplest recipes…!!!???

 

મગ દાળ સુંડલ / Mung Dal Sundal

તૈયારી માટે ૨ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી:

મગ ની છડી દાળ પલાળેલી ૧ કપ

મીઠું સ્વાદ મુજબ

હળદર ૧ ટી સ્પૂન

તેલ (શક્ય હોય તો નારીયળ તેલ) ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

અડદ દાળ ૧ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

સુકા લાલ મરચાં ૧

લીલા મરચાં સમારેલા ૨

લીમડો ૫ પાન

હીંગ ચપટી

તાજું નારીયળ ખમણેલું ૧/૪ કપ

સજાવટ માટે ધાણાભાજી

 

રીત:

એક પૅનમાં ૨ કપ પાણી લઈ, ઊંચા તાપે ઉકળવા મુકો.

 

પાણી ઉકળવા લાગે એટલે એમાં, મીઠું, હળદર અને પલાળેલી મગ ની છડી દાળ ઉમેરી, ૫૦% જેટલી બાફી લો.

 

પછી, ગરણી વડે ગાળી, પાણી અલગ કરી, બાફેલી દાળ એક બાજુ રાખી દો.

 

એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં, રાય, અડદ દાળ, જીરું, સુકા લાલ મરચાં, લીલા મરચાં, લીમડો અને હીંગ ઉમેરો. તતડે એટલે બાફેલી મગ ની છડી દાળ ઉમેરી, બરાબર મીક્ષ કરી દો. તાપ પરથી પૅન હટાવી લો.

 

ખમણેલું તાજું નારીયળ ઉમેરી, બરાબર મીક્ષ કરી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

ધાણાભાજી ભભરાવી, સજાવી દો.

 

નવરાત્રી મહોત્સવ દરમ્યાન, મા દુર્ગાને પ્રસાદ ધરાવો.

Preparation time 2 minutes

Cooking time 5 minutes

For 2 persons

 

Ingredients:

Skinned Split Green Gram soaked 1 cup

Salt to taste

Turmeric Powder 1 ts

Oil (preferably Coconut Oil) 1 tbsp

Mustard Seeds ½ ts

Skinned Split Black Gram 1 ts

Cumin Seeds ½ ts

Dry Red Chilli 1

Green Chilli chopped 2

Curry Leaves 5

Asafoetida Pinch

Fresh Coconut grated ¼ cup

Fresh Coriander Leaves for garnishing

 

Method:

Take 2 cups of water in a pan and put on high flame to boil.

 

When water starts to boil, add Salt, Turmeric Powder and soaked Skinned Split Green Gram and boil partially.

 

Then, strain water and separate boiled lentils and keep a side.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Skinned Split Black Gram, Cumin Seeds, Dry Red Chilli, Green Chilli, Curry Leaves and Asafoetida. When spluttered, add boiled lentils and mix well. Remove from flame.

 

Add grated Fresh Coconut and mix well. Take in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Offer to our beloved Maa Durga during Navratri Festival.

error: Content is protected !!