તૈયારી માટે ૧૦ મિનિટ
બનાવવા માટે ૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
સામગ્રી :
ઘી ૨ ટેબલ સ્પૂન
ચણા ની દાળ પલાળેલી ને બાફેલી ૧ કપ
કન્ડેન્સ મિલ્ક ૧/૪ કપ
સુકુ નારિયળ ખમણ ૧ કપ
એલચી પાઉડર ૧ ટી સ્પૂન
મીઠુ ચપટી
ગ્રીસીંગ માટે ઘી
રીત :
એક પૅન માં ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ધીમા તાપે ગરમ કરો.
એમા બાફેલી ચણા ની દાળ ઉમેરો અને સાંતડી લો.
કન્ડેન્સ મિલ્ક ઉમેરો અને સાંતડવાનું ચાલુ રાખો.
પછી, સુકુ નારિયળ ખમણ ઉમેરો અને ઘાટું થઈ જાય ત્યા સુધી ધીરે ધીરે હલાવતા રહી, બરાબર મિક્સ કરો.
એમા એલચી પાઉડર, મીઠુ અને ૧ ટેબલ સ્પૂન જેટલુ ઘી ઉમેરો. બરાબર મિક્સ કરો.
એક પ્લેટ પર ઘી લગાવો અને એની ઉપર તૈયાર કરેલું ચણા ની દાળ નું મિશ્રણ પાથરી દો.
ઠંડુ થવા માટે ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી મુકો.
પસંદ મુજબ સાઇઝ અને આકારના ટુકડા કાપી લો.
ભારતના એક અગ્રગણ્ય પર્યટન સ્થળ, ગોવા ની વાનગી, પોર્ટુગીસ વારસો, Doce de Grao, ચણા ડૉસ.
Preparation time 10 minutes
Cooking time 10 minutes
For 2 Persons
Ingredients:
Ghee 2 tbsp
Split and Skinned Bengal Gram 1 cup
(soaked & boiled)
Condensed Milk ¼ cup
Dry Coconut Powder 1 cup
Cardamom Powder 1 ts
Salt Pinch
Ghee for greasing a plate
Method:
Heat 1 tbsp of Ghee in a pan on low flame. Add soaked and boiled Split and Skinned Bengal Gram and sauté.
Add Condensed Milk and continue sautéing.
Add Dry Coconut Powder and stir to mix well till it becomes thick.
Add Cardamom Powder, Salt and 1 tbsp of Ghee. Mix well.
Grease a plate with Ghee.
Spread prepared mixture on a greased plate and leave it to cool down for 10-15 minutes.
Cut it in pieces in shape of your choice.
A Goan Sweet – Doce de Grao – Channa Doss