કાઠિયાવાડી મીક્ષ શાક / Kathiyawadi Mix Shak / Kathiyawadi Mix Veg

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૦ મિનિટ

૨ વ્યક્તિ  માટે

 

 

સામગ્રી :

પેસ્ટ માટે :

લસણ ૨ ટેબલ સ્પૂન

લાલ મરચું પાઉડર ૨ ટેબલ સ્પૂન

ધાણાજીરું ૧ ટેબલ સ્પૂન

તજ-લવિંગ પાઉડર ૧/૨ ટી સ્પૂન

બાદીયા પાઉડર ૧ બાદીયા નો

વરીયાળી પાઉડર ૧ ટી સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

તેલ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

વેજીટેબલ માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

ટમેટાં સમારેલા ૧

મીક્ષ શાક સમારેલા ૧ બાઉલ

(ગુવાર, લીલી તુવેર, તુરિયા, વાલ, ડુંગળી, લીલા વટાણા વગેરે)

(પસંદ પ્રમાણે ઉમેરી કે કાઢી શકો)

ચણા દાળ ૧/૨ કપ

ધાણાભાજી

 

રીત :

કમ સે કમ ૧ કલાક માટે ચણા દાળ પલાળી દો.

 

પેસ્ટ માટેની બધી સામગ્રી ગ્રાઈન્ડિંગ જારમાં લો અને એકદમ પીસી, પેસ્ટ બનાવી લો. જરૂર લાગે તો જ, થોડું પાણી ઉમેરવું.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

રાય અને જીરું ઉમેરો.

 

તતડે એટલે તૈયાર કરેલી પેસ્ટ અને સમારેલા ટમેટાં ઉમેરો. ૩ થી ૪ મિનિટ માટે ધીમા તાપે બરાબર મીક્ષ કરો અને પકાવો.

 

સમારેલા મીક્ષ શાક અને પલાળેલી ચણા દાળ ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.

 

પૅન ઢાંકી દો અને મધ્યમ તાપે શાક પાકવા દો.

 

થોડી થોડી વારે ઢાંકણું હટાવી પૅન માં બધુ શાક ઉપર-નીચે ફેરવતા રહો અને બરાબર પાકી ગયું કે નહીં એ ચકાસતા રહો.

 

બધુ બરાબર પાકી જાય એટલે તાપ પરથી હટાવી લો.

 

ધાણાભાજી ભભરાવી, ઢાંકી દો અને આશરે ૫ મિનિટ માટે રાખી મુકો.

 

કાઠીયાવાડ ની મુલાકાત લીધા વગર પણ.. અસલી કાઠિયાવાડી (પશ્ચિમ ગુજરાત નો પ્રદેશ) શાક નો સ્વાદ માણો..

 

Prep.15 min.

Cooking time 10 min.

for 2 Persons

Ingredients:

For Paste:

Garlic 2 tbsp

Red Chilli Powder 2 tbsp

Coriander-Cumin Powder 1 tbspContinue Reading

સ્પ્રાઉટ અને વેજીટેબલ હાંડવો / Sprouts and Vegetable Handvo

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૩૦ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

ખીરા માટે :

ચોખા ૧/૩ કપ

ચણા દાળ ૧/૩ કપ

અડદ દાળ ૧ ટેબલ સ્પૂન

મેથી ૧/૪ ટી સ્પૂન

રવો / સૂજી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

ગોળ ૧ ટી સ્પૂન

દહી ૧ કપ

 

વઘાર માટે :

તેલ ૨ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫

હિંગ ચપટી

તલ ૧ ટેબલ સ્પૂન

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

ડુંગળી સમારેલી ૧

 

મિશ્રણ માટે :

દૂધી ખમણેલી ૧૦૦ ગ્રામ

મકાઇ ના દાણા ૨ ટેબલ સ્પૂન

મગ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

મઠ ફલગાવેલા ૨ ટેબલ સ્પૂન

હળદર ચપટી

સોડા-બાય-કાર્બ ચપટી

મીઠું સ્વાદ મુજબ

 

સજાવવા અને પીરસવા માટે :

સજાવટ માટે તલ

સાથે પીરસવા માટે લાલ અને લીલી ચટણી

 

રીત :

ખીરા માટે :

ચોખા, ચણા દાળ, અડદ દાળ અને મેથી, આ બધુ એકીસાથે, મીક્ષરની ગ્રાઈન્ડિંગ જારમાં લો અને એકદમ જીણું પીસી લો. આ લોટ એક બાઉલમાં લઈ લો.

 

આ લોટમાં રવો અને તેલ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

એકદમ થોડા પાણીમાં ગોળ ઓગાળી, લોટના મિશ્રણમાં આ પાણી ઉમેરો. દહી પણ ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

આથા માટે ૫ થી ૬ કલાક માટે રાખી મુકો.

 

વઘાર માટે :

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, હિંગ, તલ અને લીમડો ઉમેરો.

 

તતડે એટલે આદું-લસણ-મરચાં ની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો અને સાંતડી લો.

 

સાંતડાઈ જાય એટલે આ વઘાર તરત જ તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. એક બાજુ રાખી દો.

 

મિશ્રણ માટે :

હવે, વઘાર મિક્સ કરેલા ખીરામાં ખમણેલી દૂધી, મકાઇ ના દાણા, ફલગાવેલા મગ, ફલગાવેલા મઠ, હળદર, સોડા-બાય-કાર્બ ને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો. એક બાજુ રાખી દો.

 

હાંડવો બનાવવા માટે :

હાંડવા મોલ્ડ માં તેલ લગાવી દો.

 

પછી, તૈયાર કરેલું ખીરું મોલ્ડમાં ભરી દો.

 

એની ઉપર તલ છાંટી દો.

 

૧૮૦° પર ૩૦ મિનિટ માટે બૅક કરી લો.

 

લાલ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

 

પ્રેમાળ ગુજરાતી મા ના હાથનો સ્વાદ માણો.

 

Prep.15 min.

Cooking time 30 min.

Qty. 4 Plates

Ingredients:

For Batter:

Rice 1/3 cup

Skinned and Split Bengal Gram 1/3 cup

Split Black Gram dehusked 1 tbspContinue Reading

ઢેબેડી / Dhebedi / Winter Special Puri

 

તૈયારી માટે ૧૦ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૧૨ નંગ

 

સામગ્રી :

ઘઉ નો લોટ ૧/૨ કપ

ચણા નો લોટ ૧/૨ કપ

બાજરી નો લોટ ૧/૪ કપ

જુવાર નો લોટ ૧/૪ કપ

રવો / સૂજી ૧/૪ કપ

મેથી ની ભાજી ૧ કપ

આદુ-લસણ-મરચા ની પેસ્ટ ૧ ટેબલ સ્પૂન

તલ ૧ ટેબલ સ્પૂન

હળદર ૧ ટી સ્પૂન

લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન

ઘી ૧ ટેબલ સ્પૂન

તેલ ૧ ટેબલ સ્પૂન

દહી ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તેલ તળવા માટે

 

રીત :

એક કથરોટમાં ઘઉ નો લોટ, ચણા નો લોટ, બાજરી નો લોટ, જુવાર નો લોટ અને રવો લો. બરાબર મીક્ષ કરો.

 

મેથી ની ભાજી, તલ, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

ઘી અને તેલ ઉમેરો. બરાબર મીક્ષ કરો.

 

આદુ-લસણ-મરચાં ની પેસ્ટ અને દહી ઉમેરો. જરા ઢીલો લોટ બાંધી લો. જરૂર હોય તો લોટ બાંધવા માટે દહીનું પાણી ઉમેરો. સ્વાદ જળવાઈ રહે એ માટે સાદું પાણી ના ઉમેરવું.

 

બાંધેલા લોટ ના નાના નાના લુવા લઈ, બન્ને હથેળી વચ્ચે નાની અને થોડી જાડી થેપી લો.

બધી પુરી તળી લો.

 

દહી, મસાલા દહી કે અથાણાં સાથે પીરસો.

 

હેતાળ ગુજરાતી મમ્મી ની વારસાગત વાનગી આરોગી તંદુરસ્તી જાળવો.

 

Prep.10 min.

Cooking time 15 min.

Yield 12 pcs.

Ingredients:

Wheat Flour                            ½ cup

Gram Four                               ½ cup

Millet Flour                              ¼ cupContinue Reading

તુવેર મેથી ના ઢોકળા / Tuver methi na Dhokla / Fenugreek-Peas Puff / Dhokla of Pigeon Peas and Fenugreek

 

તૈયારી માટે ૧૫ મિનિટ

બનાવવા માટે ૧૫ મિનિટ

૪ પ્લેટ

 

સામગ્રી :

તુવેરદાળ પલાળેલી ૧/૨ કપ

મેથી ની ભાજી ૧/૨ કપ

લીલા મરચાં ૩

આદું ખમણેલો ૧ ટી સ્પૂન

ધાણાભાજી ૧/૪ કપ

લીલું લસણ સમારેલું ૨ ટેબલ સ્પૂન

દહી ૧/૪ કપ

તેલ ૧ ટી સ્પૂન

હિંગ ચપટી

બેસન ૨ ટેબલ સ્પૂન

ખાંડ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

ફ્રૂટ સોલ્ટ / ઈનો ૧ ટેબલ સ્પૂન

 

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧ ટી સ્પૂન

લીમડો ૧૦ પાન

તલ ૧ ટી સ્પૂન

લીલા મરચાં જીણા સમારેલા ૨

ખાંડ ૨ ટેબલ સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

સજાવટ માટે :

તાજું નારિયળનું ખમણ અથવા પાઉડર  

ધાણાભાજી

 

રીત :

પલાળેલી તુવેરદાળ, મેથી ની ભાજી, લીલા મરચાં, આદું, ધાણાભાજી, લીલું લસણ અને દહી, આ બધુ એકીસાથે મીક્ષરની એક જારમાં લો. એકદમ જીણું પીસી લો. એક બાઉલમાં લઈ લો.

 

એમાં તેલ, હિંગ, બેસન, ખાંડ, મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરો. બરાબર મિક્સ કરો. ખીરું તૈયાર છે.

 

સ્ટીમર ની પ્લેટ પર તેલ લગાવી દો અને ખીરું ભરી દો. પ્લેટમાં અડધે સુધી જ ખીરું ભરવું, બાકીની જગ્યા, ઢોકળા ફુલવા માટે રાખવી.

 

સ્ટીમરમાં પાણી ભરી ઊંચા તાપે મુકો.

 

પાણી ગરમ થાય એટલે સ્ટીમર માં ખીરું ભરેલી પ્લેટ ગોઠવી દો.

 

સ્ટીમર ઢાંકી, ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

 

પછી, પ્લેટ માં રહેલા ઢોકળામા ચપ્પુ વડે આડા-ઊભા કાપા પાડી, બધા ટુકડા એક બાઉલમાં લઈ લો.

 

સર્વિંગ પ્લેટ માં ઢોકળા ગોટવી દો.

 

એક પૅન માં મધ્યમ તાપે તેલ ગરમ કરો.

 

એમાં રાય, લીમડો અને તલ ઉમેરો. તતડે એટલે જીણા સમારેલા મરચાં ઉમેરો અને સાંતડો. સાંતડાઈ જાય એટલે ખાંડ અને મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો.

 

હવે, તરત જ આ વઘાર સર્વિંગ પ્લેટ માં ગોઠવેલા ઢોકળા પર બરાબર ફેલાવીને છાંટી દો.

 

એની ઉપર ધાણાભાજી અને તાજું નારિયળનું ખમણ કે પાઉડર છાંટી દો.

 

અસલી ગુજરાતી ઢોકળા, જરા હટકે.

Prep.15 min.

Cooking time 15 min.

Qty. 4 Plates

Ingredients:

Split Pigeon Peas soaked ½ cup

Fenugreek Leaves ½ cup

Green Chilli 3Continue Reading

error: Content is protected !!