શ્રીલંકન કૅરોટ કરી / Srilankan Carrot Curry

તૈયારી માટે ૫ મિનિટ

બનાવવા માટે ૫ મિનિટ

૨ વ્યક્તિ માટે

 

સામગ્રી :

ગાજર ૧

તેલ ૧ ટેબલ સ્પૂન

રાય ૧/૨ ટી સ્પૂન

જીરું ૧/૨ ટી સ્પૂન

લીમડો ૫

ડુંગળી જીણી સમારેલી ૧

આદું-લસણ-મરચાં ની પેસ્ટ ૧ ટી સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

કોકોનટ મિલ્ક ૨૦૦ ગ્રામ

મરી પાઉડર ૧/૨ ટી સ્પૂન

ગરમ મસાલો ચપટી

આમલી નો પલ્પ ૧ ટી સ્પૂન

ખાંડ ચપટી

ધાણાભાજી ૧ ટેબલ સ્પૂન

 

સાથે પીરસવા માટે રોટલી અથવા ભાત

 

રીત :

ગાજરની છાલ ઉતારી, સ્લાઇસ કાપી લો અને અધકચરા બાફી લો. એક બાજુ રાખી દો.

 

એક પૅન માં તેલ ગરમ કરો.

 

એમાં રાય, જીરું, લીમડો, જીણી સમારેલી ડુંગળી અને આદું-લસણ-મરચાં ની પેસ્ટ ઉમેરો. બરાબર સાંતડી લો. મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.

 

હવે એમાં, અધકચરા બાફેલા ગાજર ઉમેરો અને સાંતડી લો.

 

પછી, કોકોનટ મિલ્ક, મરી પાઉડર, ગરમ મસાલો, આમલી નો પલ્પ અને ખાંડ ઉમેરો. બરાબર મિક્સ કરો. થોડી વાર માટે પકાવો.

 

પછી, એક સર્વિંગ બાઉલમાં લઈ લો.

 

એની પર ધાણાભાજી ભભરાવો.

 

રોટલી અથવા ભાત સાથે પીરસો.

 

સાદી-સરળ રીતે બનાવો, કૅરોટ કરી, આપણાં પ્યારા પાડોશી દેશ શ્રીલંકા ની કૅરોટ કરી.

Preparation time 5 minutes

Cooking time 5 minutes

For 2 Persons

 

Ingredients:

Carrot 1

Oil 1 tbsp

Mustard Seeds ½ ts

Cumin Seeds ½ ts

Curry Leaves 5

Onion fine chopped 1

Ginger-Garlic-Chilli Paste 1 ts

Salt to taste

Coconut Milk 200g

Black Pepper Powder ½ ts

Garam Masala Pinch

Tamarind Pulp 1 ts

Sugar Pinch

Fresh Coriander Leaves 1 tbsp

 

Steamed or Boiled Rice or Roti for serving

 

Method:

Peel and slice cut Carrot and parboil. Keep a side.

 

Heat Oil in a pan. Add Mustard Seeds, Cumin Seeds, Curry Leaves, finely chopped Onion and Ginger-Garlic-Chilli Paste. Sauté it well. Add salt and mix well.

 

Add parboiled Carrot slices and sauté.

 

Add Coconut Milk, Black Pepper Powder, Garam Masala, Tamarind Pulp and Sugar. Mix well and cook for a while.

 

Take it in a serving bowl.

 

Sprinkle Fresh Coriander Leaves.

 

Serve with Steamed or Boiled Rice or Roti.

 

Simple and Quick to Cook Curry…Carrot Curry…from our beloved neighbour Sri Lanka…

error: Content is protected !!